મુસાફરી કરતી વખતે ગૂગલ મેપ્સ આપણી ખૂબ મદદ કરે છે અને હવે ગૂગલ મેપ્સની વેબસાઇટમાં આપણને એક નવું ફીચર જોવા મળશે જેનું નામ છે “Dock to bottom“
જેવી રીતે આપણને વેબ બ્રાઉઝરમાં અલગ-અલગ TAB (ટેબ) જોવા મળે છે જેની મદદથી તમે એક વેબસાઇટમાથી બીજી વેબસાઇટમાં ડાઇરેક્ટ પહોચી શકો છો.
તેવી જ રીતે હવે ગૂગલ મેપ્સએ અમુક લોકોને ડેસ્કટોપમાં એવું ફીચર આપ્યું છે જેની મદદથી તેઓ અલગ-અલગ લોકેશનને “Dock to bottom” પર ક્લિક કરીને નીચે ઉમેરી શકે છે અને જરૂર પડે ત્યારે તે લોકેશન પર ક્લિક કરીને ફરી તે લોકેશન પર પહોચી શકે છે.
આનાથી હવે આપણે વારંવાર જરૂરી લોકેશનને સર્ચ નહીં કરવું પડે અને સરળતાથી નીચે જ આપણને આપણી જરૂરી લોકેશન મળી જશે.
જો તમે ગૂગલ મેપ્સ પર અલગ-અલગ જગ્યાઓ શોધતા અથવા રિસર્ચ કરતાં હોવ તો તમને આ ફીચર જરૂર કામ લાગશે.
આ ફીચર બધા જ યુઝરને ક્યારે મળશે એની હજુ જાણ નથી, હાલ ડેસ્કટોપ પર છે અને મોબાઇલમાં ક્યારે આવશે એની પણ હજુ જાણ નથી થઈ.
તમે નીચેનો વિડિયો પણ જરૂર જોવો જેથી તમને વધારે ખ્યાલ આવશે. તમારા વિચારો પણ જરૂર કમેંટમાં જણાવજો.
પોસ્ટ વાંચવા માટે ખૂબ આભાર તમારો.