ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એંજિન છે અને આજે અમે ગૂગલ વિશે ઘણી રસપ્રદ જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને પણ ગૂગલ વિશે ઘણું કઈક નવું જાણવા મળશે.

ગૂગલ વિશે રસપ્રદ જાણકારી
- શું તમને ખબર છે કે ગૂગલ હાલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એંજિન છે અને સૌથી વધારે મુલાકાત લેવાતી વેબસાઇટ છે.
- “Google” શબ્દ “googol” પરથી આવ્યો છે જેનો અર્થ 1ની પાછળ 100 શૂન્ય (Zero) થાય છે. આનો મતલબ તમે ગૂગલ દ્વારા ખૂબ મોટા જથ્થામાં જાણકારી પ્રાપ્ત કરી શકો છો.
- ગૂગલની શરૂઆત 2 કોલેજ વિધ્યાર્થીઓ દ્વારા 4 સપ્ટેમ્બર, 1998માં થઈ હતી જે Larry Page અને Sergey Brin દ્વારા કરવામાં આવી હતી ત્યારે તે વખતે તેઓ સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં Ph.D. ના વિધ્યાર્થીઓ હતા.
- ગૂગલનું જે મુખ્ય હેડક્વોર્ટર છે તે કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં આવેલું છે, તો આ હેડક્વોર્ટરને “ગૂગલપ્લેક્સ (Googleplex)” તરીકે ઓળખવામાં આવે છે.
- એક હસવાવાળી વાત એ છે કે ગૂગલએ પોતાની ઈમેલ સર્વિસ 2004માં એપ્રિલ ફૂલના દિવસે લોન્ચ કરી હતી જેને આપણે Gmail તરીકે ઓળખીએ છીએ. તે વખતે ઘણા લોકોને આ એક મજાક લાગ્યું હતું.
- ગૂગલમાં દરરોજ 15% એવા કીવર્ડ સર્ચ કરવામાં આવે છે જે આજ સુધી ક્યારેય સર્ચ નથી થયા હોતા.
- શું તમને ખબર છે કે ગૂગલનો જન્મ દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરએ ઉજવવામાં આવે છે.
- ગૂગલએ 2006માં Youtube ને ખરીદ્યું હતું અને આજે Youtube પર દર એક મિનિટમાં 500 કલાકોના વિડિયો અપલોડ થઈ જાય છે અને 2 અબજથી પણ વધારે વપરાશકર્તા છે.
- ગૂગલ સૌથી પહેલી એવી મોટી ટેક્નોલોજી કંપની હતી જેને પોતાના કર્મચારીઓને મફત ભોજનની સુવિધા પૂરી પાડી હતી અને ગૂગલમાં કામ કરતાં કર્મચારીઓ પોતાના પાલતુ કુતરાઓને ઓફિસમાં પણ લઈ જઈ શકે છે.
- ગૂગલનું શરૂઆતનું નામ “બેકરબ (BackRub)” હતું.
- ગૂગલનું સૌથી પહેલું ઓફિસ એક ભાડે લીધેલું ગેરેજ હતું અને તે ગેરેજ “Susan Wojcicki” નું હતું જે આજે 2014થી Youtube ના CEO છે.
- શું તમને ખબર છે કે ગૂગલએ 2006માં નક્કી કર્યું હતું કે તેઓ કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂ નામના નગરમાં ફ્રી વાઈફાઈ સર્વિસ આપશે. આનો મતલબ હોય શકે કે તેના કારણે વધારે લોકો ગૂગલ સર્ચ એંજિનનો ઉપયોગ કરી શકે.
- એક આશ્ચર્યની વાત છે કે 16 ઓગસ્ટ, 2013ના દિવસે ગૂગલને કારણે 5 મિનિટ માટે ઇન્ટરનેટ પરનો 40% જેટલો વપરાશ ઘટી ગયો હતો કારણ કે ગૂગલ તે દિવસે 5 મિનિટ માટે ખૂલતું ન હતું.
- 1997માં ગૂગલ ઇચ્છતું હતું કે Yahoo કંપની તેમને 2 મિલ્યન ડોલરમાં ખરીદી લે પણ Yahoo એ તેમનો ઓફર નકાર્યો હતો અને પછી ગૂગલની સફળતાને જોઈને 2002માં Yahoo એ 3 બિલ્યનની ડોલરમાં ગૂગલને ખરીદવાની ઓફર આપી ત્યારે ગૂગલએ પણ તે ઓફરને નકારી દીધી અને આજે ગૂગલ કંપની Yahoo થી ખૂબ જ આગળ છે.
- શું તમે જાણો છો કે 15 સપ્ટેમ્બર, 1997માં ગૂગલનું ડોમેન નેમ “Google.com” રજીસ્ટર કરવામાં આવ્યું હતું.
- 2015માં એક વખત ગૂગલનું ડોમેન નેમ “Google.com” વેચાણ માટે મુકાઇ ગયું હતું અને તે વખતે ગૂગલના જ કોઈ ભુતપૂર્વ કર્મચારીએ તે ડોમેન નેમને 12 ડોલરમાં ખરીદી લીધું હતું. પછી ગૂગલએ આ સમસ્યાને દૂર કરવા માટે ઈનામ પણ આપ્યું અને ગૂગલના તે ભૂતપૂર્વ કર્મચારીએ તે ઈનામમાં મળેલા પૈસાને દાનમાં આપી દીધા હતા.
મિત્રો આશા છે કે આજે તમને ગૂગલ વિશે ઘણું નવું-નવું જાણવા મળ્યું હશે, આ જાણકારીને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અમે મળીશું એક નવી પોસ્ટમાં.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: