આજે આપણે ઇન્ટરનેટના રાજા ગૂગલ (Google) વિશે વાત કરવાના છીએ. અત્યારના સમયે આપણે ગૂગલની મદદથી કોઈ પણ માહિતી થોડાક જ સેકન્ડમાં મેળવી શકીએ છે અને અત્યારે ગૂગલ એટલું પાવરફૂલ છે કે તમારા અવાજની મદદથી તમને સવાલોના જવાબ આપે છે. ચાલો આપણે જાણીએ કે આ ગૂગલ શું છે? (What is Google in Gujarati?) ગૂગલ કેવી રીતે કામ કરે છે અને અન્ય ગૂગલ વિશે ઘણી જાણકારી જાણીશું.
ગૂગલ એક અમેરિકન મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની છે જે ઇન્ટરનેટ પર પોતાના સર્ચ એંજિન અને ઓનલાઇન અલગ-અલગ સુવિધા આપવા માટે ખૂબ જાણીતી છે. ગૂગલનું સર્ચ એંજિન દુનિયાનું સૌથી મોટું સર્ચ એંજિન છે જેમાં તમે કોઈ પણ શબ્દો કે સવાલ લખીને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને શોધી શકો છો.
ગૂગલ ઇન્ટરનેટ પર બધાને પોતાની ઘણી બધી અલગ-અલગ સેવા પૂરી પાડે છે જેમાં સોફ્ટવેર, વેબસાઇટ, ક્લાઉડ સર્વિસ, ઈમેલ સર્વિસ, સર્ચ એંજિન, વિડિયો સ્ટ્રીમિંગ વેબસાઇટ, Android OS જેવી અનેક સર્વિસ ગૂગલ આપે છે અને ઇન્ટરનેટ પર બધાનું જીવન સહેલું બનાવે છે.
આજે ગૂગલ પર લાખો લોકો નિર્ભર છે અને ગૂગલ દ્વારા પોતાનું રોજગાર ચલાવે છે. ગૂગલ ઇન્ટરનેટ પર બેસ્ટ સેવા આપે છે. ગૂગલ પાસે દુનિયાનું સૌથી મોટું સર્ચ એંજિન અને દુનિયાની સૌથી મોટી વિડિયો લાઈબ્રેરી યૂટ્યૂબ છે.
યૂટ્યૂબ સૌથી મોટું વિડિયો જોવાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને તે એક સર્ચ એંજિન પણ છે જ્યાં તમે કોઈ પણ માહિતી વિડિયો દ્વારા શોધી શકો છો અને ગૂગલ પછી દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું સર્ચ એંજિન યૂટ્યૂબ જ છે. યૂટ્યૂબ ગૂગલનું જ એક પ્રોડક્ટ છે જેમાં ગૂગલએ 2006માં યૂટ્યૂબને 1.65 અબજ અમેરિકન ડોલરમાં ખરીદી લીધું હતું.
ગૂગલ કેવી રીતે કામ કરે છે?
ગૂગલ એક સર્ચ એંજિન છે અને ગૂગલનું કામ તમને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને તમારી સામે લાવવાનું છે.
ગૂગલએ પોતાનું એક સિસ્ટમ બનાવ્યું છે જેમાં ગૂગલ પાસે પોતાના બોટ છે જેને તમે રોબોટ પણ કહી શકો છો. આ બોટ ઓનલાઇન હોય છે.
ઇન્ટરનેટ પર જેટલી પણ વેબસાઇટ હોય છે તેને ગૂગલના બોટ સ્કેન કરે છે ત્યારબાદ ગૂગલના બોટ અન્ય વેબસાઇટની માહિતી ગૂગલને આપે છે અને તે માહિતીને ગૂગલ પોતાના સર્વરમાં સ્ટોર કરે છે. હવે ગૂગલએ આવી આસખ્ય વેબસાઇટની માહિતી પોતાના સર્વરમાં ભેગી કરેલી છે અને જ્યારે કોઈ વ્યક્તિ ગૂગલ પર કોઈ શબ્દ કે સવાલ સર્ચ કરે છે ત્યારે ગૂગલ તે શબ્દને લગતી જેટલી પણ માહિતી છે તે પોતાના સર્વરમાથી શોધીને પરિણામ સ્વરૂપે બતાવે છે અને તેમાં અન્ય વેબસાઇટની લિન્ક હોય છે જેમાં ગૂગલ બધી વેબસાઇટને રેન્ક નંબર આપે છે અને જે વેબસાઇટમાં સારી માહિતી હોય છે તેને ઉપર રાખે છે.
ગૂગલ દરરોજ અસંખ્ય વેબસાઇટને પોતાના સર્ચ એંજિનમાં શામિલ કરે છે અને જે વ્યક્તિને જે માહિતી જોવતી હોય એ પ્રમાણે તેને પરિણામ આપે છે.
ગૂગલ કોઈ ભગવાન નથી પણ ઇન્ટરનેટ પર જેટલી માહિતી છે તે સારી માહિતી શોધીને ગૂગલ તમને બતાવે છે.
ગૂગલનો માલિક કોણ છે? – Who is Owner of Google?
ગૂગલનો માલિક આલ્ફાબેટ ઇન્ક (Alphabet inc.) છે. આલ્ફાબેટ એક કંપની છે જેના અંડરમાં જ ગૂગલ કંપની છે અને ગૂગલના શોધકોએ આલ્ફાબેટને 2015મા બનાવી હતી જેથી તમે કહી શકો કે આલ્ફાબેટ કંપની ગૂગલનું નવું સ્વરૂપ છે.
ગૂગલના CEO કોણ છે? – CEO of Google in Gujarati
ગૂગલ અને આલ્ફાબેટ કંપનીના સીઇઓ (CEO) એક જ વ્યક્તિ છે જેમનું નામ સુંદર પિચાઈ છે. તેઓ ભારતના છે અને તેમનો જન્મ ચેન્નઈમાં થયો હતો.
ગૂગલની શરૂઆત ક્યારે થઈ હતી?
ગૂગલની શરૂઆત 4 સપ્ટેમ્બર 1998માં થઈ હતી. ગૂગલની શરૂઆત લેરી પેજ (Larry Page) અને સરગે બ્રિન (Sergey Brin) નામના વ્યક્તિએ કરી હતી. ગૂગલની શરૂઆત પહેલા એક ગેરેજથી થઈ હતી.
ગૂગલ કયા દેશની કંપની છે? – ગૂગલનું કાર્યાલય
ગૂગલ અમેરિકાની કંપની છે અને તેનું મુખ્ય હેડક્વોર્ટર જેને કાર્યાલય પણ કહી શકો તે Mountain View, Carlifornia, United Statesમાં છે.
ગૂગલ પૈસા કેવી રીતે કમાય છે? – How Google Make Money?
ગૂગલનો પૈસા કમાવવાનો મુખ્ય સ્ત્રોત જાહેરાતો છે જેને તમે એડ્સ પણ કહી શકો છો. ગૂગલ પાસે પોતાની જાહેરાત માટેની અલગ સર્વિસ છે જેનું નામ Google Ads છે જેમાં કોઈ વ્યક્તિ ઓનલાઇન ગૂગલ દ્વારા પોતાની જાહેરાત ચલાવે છે અને ગૂગલને તે વ્યક્તિ પૈસા આપે છે.
must tips aape li che tme aa blog par thi ghanu sikhva madiyu
Thank You Pratik Bhai, Aagad Pan Saras Mahiti Madshe