ગૂગલ સાઇટ્સમાં ટેક્સ્ટ બોક્સ કેવી રીતે ઉમેરવું?

ગૂગલ સાઇટ્સમાં તમે કોડિંગ કર્યા વગર સરળતાથી એક વેબસાઇટ બનાવી શકો છો. આ વેબસાઇટમાં જો તમારે કોઈ પણ લખાણ અથવા શબ્દ ઉમેરવું હોય તો આ પોસ્ટ તમારા માટે જ છે.  

ગૂગલ સાઇટ્સમાં આપણને એક સુવિધા આપવામાં આવે છે જેની મદદથી તમે તમારી ગૂગલ સાઇટ્સ વેબસાઇટમાં કોઈ પણ શબ્દ અથવા લખાણને અલગ-અલગ ફોર્મેટ અને ફૉન્ટમાં ઉમેરી શકો છો. 

તમે ગૂગલ સાઇટ્સમાં જો “Text Box” ને ઉમેરશો તો તમે સરળતાથી કોઈ પણ લખાણને પોતાની વેબસાઇટમાં ઉમેરી શકો છો.

ચાલો જાણીએ ગૂગલ સાઇટ્સમાં ટેક્સ્ટ બોક્સ ઉમેરવાની રીત. 

Google Sites માં Text Box કેવી રીતે ઉમેરવું?

ગૂગલ સાઇટ્સમાં ટેક્સ્ટ બોક્સ – Text Box in Google Sites

Google Sites Edit Website

1. સૌથી પહેલા તમે sites.google.com પર જઈને પોતાની બનાવેલી વેબસાઇટ ખોલો.

Click on Text Box in Google Sites

2. હવે તમને જમણી બાજુ Insert ટેબમાં “Text Box” દેખાશે તો તેના પર ક્લિક કરો અને એક બોક્સ તમારી વેબસાઇટમાં આવી જશે.

Google Sites Text Box

3. હવે આ ટેક્સ્ટ બોક્સમાં તમે કોઈ પણ લખાણ લખી શકો છો અને તેને અલગ-અલગ તરીકે બતાવી શકો છો જેમ કે ફકરો, હેડિંગ, ફૉન્ટ બદલી શકો, આકાર બદલી શકો, કલર, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, અલાઇન, નંબર લિસ્ટ અને અનઓર્ડર લિસ્ટ, કોડ ફૉન્ટ વગેરેમાં તમે આ બોક્સમાં લખેલા ટેક્સ્ટને ફેરવી શકો છો.

આ ટેક્સ્ટને બોક્સને તમે વેબસાઇટના એક જગ્યાએથી લઈને બીજી જગ્યા સુધી ખસેડી શકો છો.

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે. ગૂગલ સાઇટ્સ વિશે અમારી અન્ય પોસ્ટ પણ જલ્દી આવશે જેના દ્વારા તમે એક સરસ મજાની વેબસાઇટ બનાવી શકો છો.