ગૂગલ સાઇટ્સ એટલે શું? | Google Sites વિશે માહિતી

વેબસાઇટ બનાવવા માટે ઘણી બધી કમ્પ્યુટર ભાષાઓનો ઉપયોગ થાય છે જેમ કે HTML, CSS, Javascript અને PHP જેવી વગેરે… આપણે આ ભાષાઓમાં કોડ લખવાના હોય છે અને કોડિંગ કર્યા બાદ આપણે વેબસાઇટ બનાવી શકીએ છીએ.

શું તમે વિચાર્યું છે કે તમે કોડિંગ વગર પણ વેબસાઇટ બનાવી શકો છો જેમાં અલગ-અલગ પ્લૅટફૉર્મ આ સુવિધા યુઝરને આપે છે જેમ કે WordPress, Blogger, Wix, Shopify, Weebly વગેરે.

આજે આપણે એવા જ એક કોડિંગ વગર વેબસાઇટ બનાવવા માટેના પ્લૅટફૉર્મ વિશે વાત કરવાના છે જેનું નામ છે ગૂગલ સાઇટ્સ (Google Sites).

ગૂગલ સાઇટ્સ એક ગૂગલનું ટૂલ છે જેની મદદથી તમે સરળતાથી કોડિંગ કર્યા વગર વેબસાઇટનું નિર્માણ કરી શકો છો, આમાં ગૂગલ તમને ઘણી બધી સુવિધા આપે છે જેના દ્વારા વેબસાઇટમાં કન્ટેન્ટ ઉમેરવું સરળ થઈ જાય છે.

Google Sites

ગૂગલ સાઇટ્સ એટલે શું? – Google Sites in Gujarati

Google Sites એક વેબસાઇટ બનાવવા માટેનું ટૂલ છે અથવા વેબસાઇટ બનાવવા માટેનું પ્લૅટફૉર્મ છે જેમાં કોઈ પણ યુઝર સરળતાથી પોતાની એક વેબસાઇટ બનાવી શકે છે. આ પ્લૅટફૉર્મમાં તમારે કોડિંગ કરવાની નથી હોતી, બસ તમારે ફીચર્સને ખસેડી-ખસેડીને મૂકવાના હોય છે અને તમારી વેબસાઇટ તૈયાર થઈ જાય છે.

ગૂગલ સાઇટ્સની શરૂઆત

ગૂગલ સાઇટ્સની શરૂઆત પહેલા JotSpot તરીકે થઈ હતી જે એક અલગ પ્રોડક્ટ હતું. ઓક્ટોમ્બર 2006માં ગૂગલએ JotSpot ને ખરીદી લીધું હતું.

28 ફેબ્રુઆરી, 2008માં ગૂગલ સાઇટ્સની શરૂઆત કરવામાં આવી, જેમાં સર્વિસ મફત હતી પણ યુઝરને ડોમેન નેમની જરૂર પડતી હતી જેમાં ગૂગલ 10$ ડોલરમાં ડોમેન નેમ આપતું હતું.

21 મે, 2008માં ગૂગલ સાઇટ્સ એકદમ મફત થઈ ગયું જેમાં ડોમેન નેમની પણ જરૂર ન પડતી હતી.

ગૂગલ સાઇટ્સ કેવા લોકો માટે છે?

ગૂગલ સાઇટ્સનું હોમપેજ

 • જે લોકોને એક સરળ વેબસાઇટ બનાવવી છે જેમાં બસ સામાન્ય કન્ટેન્ટ મૂકવું છે.
 • જે લોકોને પ્રોજેકટ માટે વેબસાઇટ બનાવવી છે.
 • જે લોકોને પોતાના પ્રોડક્ટ અથવા સર્વિસનું લિસ્ટિંગ બનાવવું છે.
 • જે લોકોને પોતાનો એક પોર્ટફોલિયો બનાવવો છે.
 • જે લોકોને પોતાના વિશે લોકોને જણાવવું છે અને તેને સર્ચ એંજિનમાં બતાવવું છે.
 • જે લોકોને પોતાની ટિમ વચ્ચે ડેટા શેર કરવા છે.
 • વિધ્યાર્થીઓ અને વ્યવસાય કરનાર, શિક્ષક જેવા બધા જ લોકો આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી શકે છે.

આવા ઘણા નાના-મોટા કારણો માટે તમે ગૂગલ સાઇટ્સમાં વેબસાઇટ બનાવી શકો છો.

ગૂગલ સાઇટ્સના ફીચર્સ

 • ગૂગલ સાઇટ્સમાં તમને પહેલાથી જ તૈયાર અલગ-અલગ ટેમ્પલેટ મળી થાય છે જેથી તમારે વેબસાઇટને વધારે ડિઝાઇન કરવાની જરૂર નથી પડતી.
 • ગૂગલ સાઇટ્સમાં અલગ-અલગ વેબ પેજ બનાવી શકો છો અને તેમાં અલગ-અલગ કન્ટેન્ટ મૂકી શકો છો.
 • ગૂગલ સાઇટ્સમાં તમને અલગ-અલગ લેઆઉટ જોવા મળે છે.
 • ગૂગલ સાઇટ્સમાં તમે પોતાના ગૂગલ ડ્રાઇવમાથી પણ સામગ્રીને લઈ શકો છો જેમ કે ફોટા, વિડિયો વગેરે.
 • તમે કોઈ બીજી વેબસાઇટને પણ પોતાના ગૂગલ સાઇટ્સમાં Embed કરી શકો છો.
 • તમે ગૂગલ સાઇટ્સમાં ગૂગલની અલગ-અલગ સુવિધા જેમ કે યૂટ્યૂબ, કેલેંડર, ડોક્સ, સ્લાઇડ, ફોર્મ્સ, ચાર્ટ્સ, મેપ વગેરેનો ઉપયોગ કરી શકો છો.
 • ગૂગલ સાઇટ્સમાં તમે બટન લગાવી શકો છો.
 • ગૂગલ સાઇટ્સમાં બનેલી વેબસાઇટ કોઈ પણ ડિવાઇસ જેમ કે લેપટોપ, મોબાઇલ કે ટેબલેટ વગેરેમાં ખૂબ બરાબર રીતે ચાલે છે અને વેબસાઇટની લોડીંગ સ્પીડ પણ સારી હોય છે.
 • તમે પોતાની ટિમને પણ પોતાના ગૂગલ સાઇટ્સનો એક્સેસ આપી શકો છો.
 • તમે ગૂગલ સાઇટ્સમાં પોતાની બ્રાન્ડિંગ કરી શકો છો.
 • તમે ગૂગલ સાઇટ્સને ડોમેન નેમ સાથે અને ડોમેન નેમ વગર પણ પબ્લિશ કરી શકો છો.
 • તમારા વેબસાઇટમાં કેટલા યુઝર આવે છે એ જાણવા માટે તમે ગૂગલ સાઇટ્સમાં ગૂગલ એનાલિટીક્સને પણ જોડીને ડેટા જોઈ શકો છો.

ગૂગલ સાઇટ્સમાં વેબસાઇટ બનાવવા માટે શું જરૂરી છે?

તમારી પાસે બસ એક ગૂગલ એકાઉન્ટ હોવું જરૂરી છે જેના દ્વારા તમે ગૂગલ સાઇટ્સમાં એક વેબસાઇટ બનાવી શકો છો.

 1. તમે બસ sites.google.com વેબસાઇટ પર જાવો.
 2. ત્યાં નવી વેબસાઇટ બનાવો.
 3. તેને એડિટ અને તમારી જરૂરિયાત પ્રમાણે મોડીફાય કરો.
 4. પછી તેને પબ્લિશ કરો.

ધ્યાન રાખો કે આ એક વેબ એપ્લિકેશન છે તો લેપટોપ કે કમ્પ્યુટરમાં વેબસાઇટ બનાવશો તો સરળતા રહેશે અને મોબાઇલમાં ક્રોમનો ઉપયોગ ડેસ્કટોપ મોડમાં કરો.

ગૂગલ સાઇટ્સ ફ્રી છે મફત?

ગૂગલ સાઇટ્સનો ઉપયોગ તમે પોતાના પર્સનલ ગૂગલ એકાઉન્ટ દ્વારા મફત કરી શકો છો પણ જો તમે પૈસા ખર્ચીને Google Workspace સાથે જોડાશો તો તમને વધારે ફીચર્સ મળે છે.

મિત્રો આશા છે કે તમને આ ગૂગલ સાઇટ્સ વિશે જાણકારી પસંદ આવી હશે, તમારો ખૂબ ખૂબ આભાર.

અમે પ્રયત્ન કરીશું કે તમારા માટે ગૂગલ સાઇટ્સ વિશે વધારે પોસ્ટ લાવીએ જેથી તમને જાણવા મળશે કે ગૂગલ સાઇટ્સમાં વેબસાઇટ કેવી રીતે બનાવવામાં આવે છે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: