ચાલો જાણીએ ભારતમાં 2022નું વર્ષ Uber માટે કેવું રહ્યું?

2022માં ભારતની વાત કરીએ તો બધા ઘરની બહાર નીકળતા થઈ ગયા છે અને આ કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકો Uber નો ઉપયોગ પણ વધારે કરે છે.

Uber ની એક રિપોર્ટ આવી છે જેમાં તેમને Uber ભારતમાં 2022ના વર્ષમાં કેવું ચાલ્યું છે તેના વિશે વાત કરી છે તો ચાલો આપણે પણ એ જાણીએ.

ભારતમાં Uber નું 2022નું વર્ષ કેવું રહ્યું? ચાલો જાણીએ

ભારતમાં Uber માટે 2022નું વર્ષ

  • રિપોર્ટ અનુસાર ભારતમાં લોકોએ 2022ના વર્ષમાં મુસાફરી કરતી વખત 11 અબજ જેટલા મિનિટ પસાર કર્યા છે.
  • ભારતમાં વધારે Uber કેબ 2022ના વર્ષમાં સાંજના 5 થી 6 વાગ્યામાં બૂક કરવામાં આવતી હતી.
  • અઠવાડિયામાં શનિવાર એવો દિવસ હોય છે જ્યારે Uber માં સૌથી વધારે બૂકિંગ કરવામાં આવે છે.
  • Uber એ ભારતમાં 2022ના વર્ષમાં કુલ 4.5 અબજ કિલોમીટરની મુસાફરી કરાવી છે.
  • સૌથી વધારે Uber Go નો વપરાશ થયો છે અને ત્યારબાદ Uber Auto.
  • 2022ના વર્ષમાં ભારતમાં Uber ટ્રીપ દિલ્લી-NCR, બેંગલોર, હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા શહેરમાં વધારે થઈ છે.
  • હવે ટોચના રૂટની વાત કરીએ તો તેમાં મુંબઈ થી પુણે, મુંબઈ થી નાશિક, દિલ્લી થી આગ્રા, જયપુર થી ચંડીગઢ, લખનઉ થી કાનપુર છે.
  • Uber ભારતના 123 શહેરોમાં ઉપલબ્ધ છે.

આશા છે કે Uber વિશે આ જાણકારી તમને ગમી હશે અને તમારા મિત્રો સાથે પણ આ જાણકારી શેર કરજો જેથી તેમને પણ કઈક નવું જાણવા મળે.

અમારી અન્ય પોસ્ટ: