જાણો ઇન્સ્ટાગ્રામ કયા ફીચર પર ટેસ્ટિંગ કરી રહ્યું છે…!!

આ મહિનામાં ઇન્સ્ટાગ્રામએ ઘણા નવા ફીચર ટેસ્ટ કર્યા છે જેમાં આજે આપણે જાણીશું કે ઇન્સ્ટાગ્રામ કયા કયા ફીચરની ટેસ્ટિંગ કરી રહ્યું છે.

આ રિપોર્ટ એક રિવર્સ એંજીનિયર દ્વારા જાણવા મળી છે જેમનું નામ છે Alessandro Paluzzi, તો ચાલો આપણે જાણીએ.

Instagram app
  • ઇન્સ્ટાગ્રામમાં યુઝર જ્યારે સ્ટોરી જોવે છે ત્યારે તે માત્ર ઇમોજી અને ટેક્સ્ટ દ્વારા સ્ટોરીને રિસ્પોન્સ કરી શકે છે પણ યુઝર ફોટો અને ઓડિઓ દ્વારા પણ રિસ્પોન્સ કરી શકે એના પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
  • ઇન્સ્ટાગ્રામ એક એવા ફીડ પર કામ કરી રહી છે જેમાં તમને એક આખું સેક્શન જોવા મળશે અને તમને તે ફીડ સિવાય બીજું કઈ જોવા નહીં મળે જેથી તમે ફોકસથી ફીડને સ્ક્રોલ કરી શકો.
  • તમે ઇન્સ્ટાગ્રામમાં ઇમોજી દ્વારા સ્ટોરીને રીએક્ટ કરો છો તો તે રીએક્શન તમારું સામે વાળો યુઝર જોઈ લે તો તે રીએક્શન અદ્રશ્ય થઈ જાય છે.
  • ઇન્સ્ટાગ્રામમાં પેજ માત્ર પોતાના સબ્સક્રાઇબરને જ રિલ્સ શેર કરી શકે એવું પણ એક ફીચર પર કામ ચાલી રહ્યું છે.
  • ઇન્સ્ટાગ્રામ પર હોમ ફીડમાં જ યુઝર ઓનલાઇન છે કે નહીં તે દેખાય શકે એવું પણ એક ફીચર પર કામ ચાલી રહ્યું છે.
  • ઇન્સ્ટાગ્રામ કમ્યૂનિટી સ્ટોરી ફીચર પર પણ કામ કરી રહ્યું છે.
  • ઇન્સ્ટાગ્રામમાં DM કરી વખતે યુઝર સરળતાથી ઇમોજી મોકલી શકે એના પર પણ કામ ચાલી રહ્યું છે.

મિત્રો આવા ઘણા ફીચર પર ઇન્સ્ટાગ્રામ કામ કરી રહ્યું છે, આ પણ ફીચરની ટેસ્ટિંગ હોય છે જેની જાણ ઘણા ડેવલોપરને થતી હોય છે અને તેઓ ટ્વિટ દ્વારા આની માહિતી આપે છે.

ફીચરની ટેસ્ટિંગમાં ફીચર સફળ થાય તો તેને લોન્ચ કરવામાં આવે છે, યુઝરના ફીડબેક દ્વારા આમાં કામ ચાલતું હોય છે.

આશા છે કે આ પોસ્ટ તમને ઉપયોગી થશે.