જાણો કઈ રીતે QR કોડ દ્વારા પૈસાના સ્કેમ થાય છે?

ઇન્ટરનેટને કારણે આપણું જીવન ઘણું સહેલું થઈ ગયું છે, નાણાંવ્યવહારમાં પણ ખૂબ જ વધારે રાહત ઇન્ટરનેટને કારણે મળી છે.

ઇન્ટરનેટની સુવિધા વગર પહેલા આપણે લાંબી-લાંબી બેન્કોની લાઈનોમાં ઊભા રહેતા હતા જેમાં દર વખતે પૈસાને મોકલવા માટે પાવતી ભરવાની હોય છે અને તેમાં ઘણો સમય ખર્ચ થાય છે.

અત્યારે તો UPI જેવી ઓનલાઇન બેંકિંગની સુવિધાઓને કારણે તમારે બસ એક વખત જ બેન્ક એકાઉન્ટ લિન્ક કરવાનું હોય છે અને તમે ઓનલાઇન પૈસાની લેવડ-દેવડ સહેલાઇથી કરી શકો છો.

પણ ઓનલાઇન સ્કેમ પણ વધી રહ્યા છે અને તમને સાવચેત કરવા માટે અમે એક કહાની રજૂ કરવા માંગીએ છીએ કે કેવી રીતે QR કોડ દ્વારા ઘણા વ્યક્તિઓ સાથે ફ્રોડ થતાં હોય છે.

QR કોડ દ્વારા આ રીતે ફ્રોડ થાય છે..!!

આ રીતે QR કોડ દ્વારા થાય છે ફ્રોડ..!!

મિત્રો તમારી પાસે કોઈ વસ્તુ છે, જેને તમારે ઓનલાઇન વેચવી છે અને તમે તે વસ્તુને ઓનલાઇન વેંચવા માટે કોઈ વેબસાઇટ પર મૂકી છે.

તમને તે વેબસાઇટ પરથી તમારી તે વસ્તુને ખરીદવા માટે ઘણા લોકોના કોલ આવ્યા, તેમાથી જ એક વ્યક્તિ તમને જોઈતા ભાવમાં તે વસ્તુ ખરીદવા માટે તૈયાર થયો.

તે વ્યક્તિએ તમારી સાથે ફોન પર વાત કરી, વોટ્સએપ પર વાત કરી અને તેને પોતાનું આઈડી કાર્ડ બતાવ્યુ જેમાં તે કોઈ ઊંચી પોસ્ટ પર નોકરી કરતો હતો એવું તે આઈડી કાર્ડ દ્વારા તમને ખબર પડે છે.

હવે તે વ્યક્તિએ કહ્યું કે “આ વસ્તુ હું તમારી પાસે સાંજે લેવા આવીશ, અત્યારે હું તમને ઓનલાઇન પેમેન્ટ કરી દઉં છુ”, માની લો કે તે વસ્તુ 10 હજાર રૂપિયાની છે અને તમને 10 હજાર રૂપિયા તે વ્યક્તિ ઓનલાઇન મોકલશે.

હવે તે વ્યક્તિએ તમને એક QR કોડ મોકલ્યો જેમાં નીચે લખ્યું હતું કે “10,000 રૂપિયા મેળવવા સ્કેન કરો”, હવે તમે સ્કેન કર્યું.

જેવુ તમે QR કોડ સ્કેન કર્યું તેવું તમારી પાસે UPI પિન માંગવામાં આવ્યો, હવે તમને વિચાર આવશે કે “UPI પિન તો પૈસા મોકલતી વખતે માંગવામાં આવે છે તો પૈસા લેતી વખતે ક્યાથી?”

તમે હવે સામેવાળાને કોલ પર પુછ્યું કે “હું આ QR કોડ સ્કેન કરીશ તો મારા પૈસા જતાં તો નહીં રહે ને?

સામેવાળાએ કહ્યું, “ના, ના એવું કઈ નહીં થાય, હું તમને ટેસ્ટિંગ માટે 1 રૂપિયાનું QR કોડ મોકલું જે તમે સ્કેન કરશો તો તમારા ખાતામાં 1 રૂપિયો જમા થશે.

QR કોડ સ્કેન કરવું..!!

હવે તે વ્યક્તિએ ફરી QR કોડ મોકલ્યું, જેની નીચે લખ્યું હતું કે “1 રૂપિયો મેળવવા કોડ સ્કેન કરો” તમે તે કોડ સ્કેન કર્યો, UPI પિન પણ ઉમેર્યું અને તમને બેન્કમાથી મેસેજ આવે છે તમારા ખાતામાંથી 1 રૂપિયો કપાયો છે.

હવે સામેવાળાએ એક રમત રમી કે તરત તેને 1 રૂપિયો તમારા ખાતામાં મોકલ્યો અને ફરી પણ 1 રૂપિયો મોકલ્યો જેથી તમને બે વખત બેન્કમાથી મેસેજ આવ્યા કે તમારા ખાતામાં બે વખત 1 રૂપિયો જમા થયો છે.

આ પરથી તમને લાગે છે કે તમારા પૈસા કપાઈને ફરી તમારા ખાતામાં આવ્યા છે અને સામેવાળાનો 1 રૂપિયો પણ આવ્યો છે જે તેને ટેસ્ટિંગ માટે QR કોડ મોકલ્યો હતો તેનો 1 રૂપિયો.

હવે તેને 10 હજાર રુપિયાનું ફરી QR કોડ મોકલ્યું અને તમને વિશ્વાસ આવી જાય છે અને આ કારણે તમે 10 હજાર રુપિયાનું પેમેન્ટ લેવાને બદલે તેને ટ્રાન્સફર કરી દો છો.

હવે ફરી તે વ્યક્તિનો ફોન તમારી પાસે આવતો જ નથી, તમારો સંપર્ક પણ તૂટી જાય છે, હવે તમે ચિંતામાં મુકાઇ જાવો છો.

મિત્રો આવી રીતે ઘણા લોકો આવા QR કોડના સ્કેમમાં ફસાઈ જાય છે અને પોતાના પૈસા ગુમાવી બેસે છે.

તમારે ધ્યાન રાખવું જોઈએ કે પૈસા મોકલતી વખતે તમારી પાસે UPI પિન માંગવામાં આવે છે, પૈસા મેળવતી વખતે તમારી પાસે કોઈ પિન નથી માંગવામાં આવતો, આ વાત જરૂર ધ્યાન રાખવી.

આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી થશે, બધાને જાગૃત કરવા માટે જરૂર વોટ્સએપ પર આ માહિતીને શેર કરો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-