જાણો ખૂબ ઉપયોગી વિન્ડોઝ કમ્પ્યુટરની શોર્ટકટ કી

શું તમારે ખૂબ ઉપયોગી કમ્પ્યુટર શોર્ટકટ કી જાણવી છે? જે તમારી ટાઈપિંગ સ્પીડ પણ વધારશે!
 
રોડ પર જતાં આપણે ઘણા બધા શોર્ટકટ લઈએ છે અને તેનાથી આપણે પોતાના ગંતવ્ય સુધી જલ્દી પહોચી જઈએ છે, 
 
કમ્પ્યુટરમાં પણ એવા જ શોર્ટકટ આવે છે, તેને તમે શોર્ટકટ કી પણ કહી શકો છો. કમ્પ્યુટરમાં શોર્ટકટ કીનો ઉપયોગ કરીને તમે પોતાની કમ્પ્યુટર ઉપયોગ કરવાની સ્પીડ અથવા ટાઈપિંગ સ્પીડ વધારી શકો છો.

હું તમને આ પોસ્ટમાં ઘણી ઉપયોગી કમ્પ્યુટર શોર્ટકટ કી (Useful computer shortcut keys in Gujarati) વિશે જણાવવાનો છુ જેનાથી તમારું કમ્પ્યુટર ઉપયોગ કરવું ઝડપી થઈ જશે અને તેનાથી કમ્પ્યુટરમાં કામ કરવાની સ્પીડમાં પણ વધારો જોવા મળશે.

જાણો ઉપયોગી કમ્પ્યુટર શોર્ટકટ કી (Computer Shortcut Keys in Gujarati)

Table of Contents

ઉપયોગી કમ્પ્યુટરની શોર્ટકટ કી (Computer Shortcut Keys in Gujarati)

સૌથી પહેલા તમે જાણીલો કે આ શોર્ટકટ કીનો ઉપયોગ કેવી રીતે કરવો? તમારે પોતાના વિન્ડોઝ કમ્પ્યુટરમાં કીબોર્ડની મદદથી આ શોર્ટકટ કીનો ઉપયોગ કરવાનો છે.

હું શોર્ટકટ કીની વચ્ચે + નો નિશાન મૂકીશ, 2 Keyની વચ્ચે જો + આવે તો તમારે સમજી જવું કે એક સાથે આ બંને બટન દબાવવાના છે, જેમ કે Ctrl+Enter એટલે તમારે Ctrl અને Enter બટન કીબોર્ડમાં એક સાથે દબાવવાના છે.

બધા પ્રોગ્રામમાથી બહાર આવવા માટે (To Exit from All Programs)

જો તમે પોતાના કમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર કે પ્રોગ્રામનો ઉપયોગ કરી રહ્યા હોય અને જો તમારે તે પ્રોગ્રામમાથી તરત બહાર ડેસ્કટોપ પર આવવું હોય તો તમે આ શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકો છો અને તેની મદદથી જો તમે કોઈ પ્રોગ્રામમાં હોય તો તરત જ બહાર આવી શકો છો.

તમારે કીબોર્ડમાં Windows Key+D બટન દબાવવાનું છે, તેનાથી તમે કોઈ પણ પ્રોગ્રામમાંથી એકદમ ડેસ્કટોપ પર આવી જશો અને જો તમારે ફરી જે પ્રોગ્રામમાથી બહાર આવ્યા એમાં જ પાછું જવું હોય તો ફરી તે જ બટન દબાવો.

નવું ફોલ્ડર બનાવવા માટે (To Create a New Folder)

ઘણી વખત આપણે પોતાના કમ્પ્યુટરમાં કઈકને કઈક નવું ફોલ્ડર બનાવતા હોઈએ છે, જો આપણે કોઈ વસ્તુ કોપી-પેસ્ટ કરતાં હોય અથવા કોઈ નવું ડોકયુમેંટ સેવ કરતાં હોય તો આપણે એક નવું ફોલ્ડર બનાવવાની જરૂર પડે છે.

તમારે જ્યાં નવું ફોલ્ડર બનાવવું છે ત્યાં ક્લિક કરીને તમે Ctrl+Shift+N દબાવશો તો તે જગ્યા પર એક નવું ફોલ્ડર બની જશે.

આપણે સામાન્ય રીતે નવું ફોલ્ડર બનાવવા માટે રાઇટ ક્લિકનો ઉપયોગ ઘડીએ-ઘડીએ કરવો પડે છે પણ આ શોર્ટકટ કી થી તમારો સમય બચશે.

એક પ્રોગ્રામમાથી બીજા પ્રોગ્રામમાં ડાઇરેક્ટ જવા માટે (To Move from One Program to Another)

જો તમે કમ્પ્યુટરમાં એક સાથે ઘણા બધા પ્રોગ્રામ કે સોફ્ટવેરનો ઉપયોગ કરતાં હોય અને જો તમારે એક પ્રોગ્રામમાથી બીજા પ્રોગ્રામમાં જવું હોય તો તમારે માઉસમાં ઘડીએ-ઘડીએ ટાસ્કબાર પર જઈને ક્લિક કરવું પડે છે પણ આ શોર્ટકટ કીથી તમારું કામ સહેલું થઈ જશે.

જો તમારે એક પ્રોગ્રામમાથી બીજા પ્રોગ્રામમાં ડાઇરેક્ટ જવું હોય તો તમે Alt+Tab દબાવી શકો છો, આમાં તમને ઓપ્શન મળશે કે તમારે કયા પ્રોગ્રામમાં શિફ્ટ થવું છે.

તમે આના માટે Windows Key+Tab દબાવશો તો પણ આ રીત કામ કરશે, આ શોર્ટકટ કીમાં તમને થોડું એનિમેશન જોવા મળશે એટલે આ શોર્ટકટ કી વાપરવાની પણ મજા આવશે.

સ્ટાર્ટ મેનૂ ખોલવા માટે (To Open the Start Menu)

જો તમારે કોઈ દિવસ કમ્પ્યુટરમાં તરત સ્ટાર્ટ મેનૂ ખોલવું હોય તો તમે કમ્પ્યુટરમાં Windows Key દબાવી શકો છો. આનાથી તરત જ સ્ટાર્ટ મેનૂ ખૂલી જશે અને તમે આગળ પોતાનું કામ કરી શકશો.

બધુ જ સિલેક્ટ કરવા માટે (To Select All)

જો તમારે કમ્પ્યુટરમાં ઘણી બધી ફાઈલોને એક સાથે સિલેક્ટ કરવી હોય તો તમે માઉસનો ઉપયોગ કરો છો પણ હવે તમે પોતાના કીબોર્ડમાં Ctrl+A દબાવશો તો તમે એક સાથે હજારોથી વધારે ફોલ્ડર કે ફાઇલને સિલેક્ટ કરી શકશો.

જો તમે કોઈ પ્રોગ્રામમાં Text લખતા હોય જેમ કે ફકરા, કોડિંગ વગેરે તો તે પ્રોગ્રામમાં લખેલા બધા જ ટેક્સ્ટને એક સાથે સિલેક્ટ કરવા માટે પણ Ctrl+A શોર્ટકટ કી તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

આવી રીતે તમે ખૂબ ઝડપથી ઘણું બધુ ટેક્સ્ટ અને ફોલ્ડર કે ફાઈલોને સિલેક્ટ કરી શકો છો અને હવે તમારે માઉસનો ઉપયોગ નહીં કરવો પડે.

રિફ્રેશ કરવા માટે (To Refresh)

જો તમે કોઈ ફાઇલ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી હોય અને જો હજુ તે તમારા કમ્પ્યુટરમાં દેખાતી ન હોય તો તમારે કમ્પ્યુટરમાં રિફ્રેશ (Refresh) કરવું પડે છે, આનાથી તમારી ફાઇલ દેખાવા માંડે છે.

પણ જો તમે ડાઇરેક્ટ તે જગ્યા પર ક્લિક કરીને F5 બટન દબાવશો તો તરત જ કમ્પ્યુટર રિફ્રેશ થવા માંડશે. જો તમારે બ્રાઉઝરમાં કોઈ વેબસાઇટના પેજને રિફ્રેશ કરવું હોય તો પણ તમે F5નો ઉપયોગ કરી શકો છો.

ફોલ્ડરને નવું નામ આપવા માટે (To Rename the Folder)

જો તમારે કોઈ વખત ફોલ્ડર રીનેમ (Rename) કરવું હોય એટલે જો તે ફોલ્ડરને નવું નામ આપવું હોય તો તમે તે ફોલ્ડર પર ક્લિક કરીને F2 બટન દબાવશો તો તરત તમે તેમાં નવું નામ આપીને એન્ટર દબાવશો એટલે ફોલ્ડર રીનેમ થઈ જશે.

કોઈ ફાઇલને હંમેશા માટે ડિલીટ કરવા માટે (Delete a File Permanently)

સામાન્ય રીતે તમે કમ્પ્યુટરમાં કોઈ ફાઇલને ડિલીટ કરશો તો તે રીસાઇકલ બિનમાં સ્ટોર થાય છે પણ જો તમારે તે ફાઇલને હંમેશા માટે ડિલીટ કરવી હોય તો તમારે રીસાઇકલ બિનમાં જઈને તે ફાઇલને ફરી ડિલીટ કરવું પડે છે.

પણ જો તમે તે ફાઇલ કે ફોલ્ડર પર ક્લિક કરીને Shift+Delete કી દબાવીને Yes દબાવશો તો તે ફોલ્ડર કે ફાઇલ રીસાઇકલ બિનમાં સ્ટોર થયા વગર જ ડિલીટ થઈ જશે.

વિન્ડોઝને લોક કરવા માટે (Lock Windows)

જો તમે ઓફિસમાં કામ કરતાં હોય અથવા ઘરમાં કામ કરતાં હોય અને જો તમારે પોતાનું કમ્પ્યુટર છોડીને થોડું બહાર જવું હોય અને તમને એવું હોય કે મારૂ કમ્પ્યુટરનો કોઈ ઉપયોગ ન કરે તો તમે કમ્પ્યુટરમાં વિન્ડોઝને લોક કરી શકો છો.

જો તમે કમ્પ્યુટરમાં Windows Key+L દબાવશો તો તમારી કમ્પ્યુટર સ્ક્રીન લોક થઈ જશે. પણ તમારા કમ્પ્યુટરમાં પાસવર્ડ સેટ કરેલો હોવો જોઈએ, જો તમને કમ્પ્યુટરમાં પાસવર્ડ સેટ કરતાં ન આવડતું હોય તો આ પોસ્ટ વાંચી શકો છો. (કમ્પ્યુટરમાં પાસવર્ડ કેવી રીતે સેટ કરાય?)

Properties જોવા માટે (To view Properties)

જો તમારે કમ્પ્યુટરમાં કોઈ ફોલ્ડર કે ફાઇલની Properties જોવી હોય તો તમે તે ફોલ્ડર પર ક્લિક કરીને Alt+Enter દબાવશો તો તે ફોલ્ડરનો Properties બોક્સ ખૂલી જશે.

તમે Propertiesમાં તે ફોલ્ડરનું નામ, Size, Location જેવી વગેરે માહિતી જોઈ શકશો અને તે ફોલ્ડર કે ફાઇલ વિશે તમને વધારે જાણવા મળશે.

સ્ક્રીનશોટ લેવા માટે (To Take a Screenshot)

જો તમારે કોઈ કમ્પ્યુટરમાં સ્ક્રીનશોટ લેવું હોય તો હું તમને અહી એક સરસ શોર્ટકટ કી બતાવું છુ.

  • સૌથી પહેલા જ્યાં સ્ક્રીનશોટ લેવાનો છે ત્યાં તમે પહોચી જાવ, જેમ કે મારે ડેસ્કટોપનો સ્ક્રીનશોટ લેવાનો હોય તો હું ડેસ્કટોપમાં પહોચી જઈશ.
  • હવે તમે Alt+PRINT Screen શોર્ટકટ કી દબાવો.
  • હવે તમે Paint ખોલો અને તેમાં જઈને Ctrl+V દબાવો અને પછી Ctrl+S દબાવીને તેને સેવ કરો એટલે તમારો સ્ક્રીનશોટ આવી જશે.
  • હવે તમે જ્યાં સ્ક્રીનશોટ સેવ કર્યો હશે ત્યાં તમે જોઈ શકો છો.

ટાસ્ક મેનેજર ખોલવા માટે (To Open the Task Manager)

જો તમારે કમ્પ્યુટરમાં જાણવું હોય કે સિસ્ટમમાં શું-શું પ્રોસેસ ચાલી રહી છે? કેટલી GB રેમ વપરાય છે? કયા સોફ્ટવેર ચાલી રહ્યા છે? ટોટલ કેટલી રેમ છે? તો તમે ટાસ્ક મેનેજરની મદદથી આ બધુ જ જાણી શકો છો.

કમ્પ્યુટરમાં Ctrl+Shift+Esc દબાવશો એટલે ટાસ્ક મેનેજર ખૂલી જશે અને હવે તમે બધુ જાણી શકો છો.

તમારી સ્ક્રીનને ઉચ્ચ કોન્ટ્રાસ્ટમાં ફેરવવા માટે (To Turn Your Screen to High Contrast)

જો તમારે પોતાના કમ્પ્યુટર સ્ક્રીનના દેખાવને High Contrastમાં ફેરવવું હોય તો હું તમને એક શોર્ટકટ કી શેર કરું છુ જેનાથી તમે પોતાના કમ્પ્યુટર સ્ક્રીનના દેખાવને High Contrastમાં ફેરવી શકશો.

કમ્પ્યુટરમાં તમે Alt+Shift+Print Screen દબાવીને Yes બટન પર ક્લિક કરશો તો તમારું કમ્પ્યુટર સ્ક્રીન High Contrastમાં દેખાશે. જો હવે તમારે પાછું નોર્મલ દેખાવ લાવવો હોય તો તમે આ બટનનો ઉપયોગ ફરી કરીને લાવી શકો છો.

સ્ક્રીન ઝૂમ કરવા માટે (To zoom the screen)

જો તમારે પોતાના કમ્પ્યુટર સ્ક્રીન પર ઝૂમ કરવું હોય તો તમે Windows દબાવ્યા પછી + બટન દબાવો એટલે તમારી સ્ક્રીન ઝૂમ થશે અને જો તમારે પાછું ઝૂમમાંથી બહાર આવવું હોય તો તમે Windows બટન દબાવ્યા પછી – બટન દબાવો.

આ રીતે તમે પોતાની સ્ક્રીન પર Zoom in અને Zoom out કરી શકો છો. 

રન ખોલવા માટે (Open Run)

તમને ખબર હશે કે આપણે Run કમાન્ડની મદદથી ઘણી અલગ-અલગ વસ્તુ ખોલી શકીએ છીએ જેમ કે નોટપેડ, પેન્ટ વગેરે.

જો તમારે પોતાના કમ્પ્યુટરમાં ડાઇરેક્ટ રન ખોલવું હોય તો તમારે બસ Windows + R બટન દબાવવાનું છે.

ટાસ્કબારની એપ્લિકેશન ખોલવા માટે (Open Taskbar Apps)

આપણને નીચે ટાસ્કબારમાં ઘણી એપ્લિકેશન દેખાતી હોય છે પણ જો તમારે તે એપ્લિકેશનને કીબોર્ડની મદદથી ખોલવી હોય તો તમારે Windows + T દબાવવાનું છે અને તમે Left key અને Right Key થી જે એપ્લિકેશનને ખોલવી છે એ સિલેક્ટ કરી શકો છો અને પછી Enter દબાવશો એટલે સિલેક્ટ થયેલી એપ ખૂલી જશે.

પણ જો તમારે આ પણ ન કરવું હોય તો તમે ડાઇરેક્ટ Windows + 1, Windows + 2, Windows + 3, Windows + 4 આવી કી દબાવશો તો ઓટોમેટિક તમારા ટાસ્કબારમાં જે ક્રમ પ્રમાણે એપ હશે એ ખૂલી જશે,

ઉદાહરણ તરીકે જો તમે Windows + 1 કી દબાવશો તો તમારા ટાસ્કબારમાં જે પ્રથમ નંબર પર એપ હશે એ ડાઇરેક્ટ ખૂલી જશે, જો તમે Windows + 2 કી દબાવશો તો તમારા ટાસ્કબારમાં જે એપ બીજા નંબર પર હશે એ ખૂલી જશે.

આશા છે કે તમને આ વિન્ડોઝ કમ્પ્યુટર શોર્ટકટ કી ખૂબ ઉપયોગી થશે અને તમે આ બધી જ કમ્પ્યુટર શોર્ટકટ કીનો ઉપયોગ પોતાની કમ્પ્યુટર વાપરવાની સ્કિલને વિકસિત કરવા માટે કરી શકો છો અને ઝડપ પણ વધારી શકશો.

અમારી અન્ય પોસ્ટ: