તમને ખબર નહિ હોય પણ ગૂગલના પ્રોડક્ટનો આપણા જીવનમાં ઉપયોગ કરવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે.ગૂગલના પ્રોડક્ટમાં એવા ફીચર્સ છે જે આપણને ઘણી બધી મદદ આપી જાય છે. તો ચાલો જાણી લઈએ ગૂગલની તમામ મુખ્ય પ્રોડક્ટ અથવા સર્વિસ વિશે બેઝિક માહિતી
ગૂગલના મુખ્ય પ્રોડક્ટ વિશે જાણકારી
એડમોબ (Admob)
એડ્મોબ દ્વારા એપ ડેવલોપર પોતાની એપમાં જાહેરાત લગાવીને પૈસા કમાઈ શકે છે એવું આ એક પ્લૅટફૉર્મ છે.
એડસેન્સ (Adsense)
એડસેન્સ એક એવું પ્લૅટફૉર્મ છે જેના દ્વારા કન્ટેન્ટ પબ્લિશર પોતાની વેબસાઇટમાં જાહેરાત લગાવીને પૈસા કમાઈ શકે છે.
ગૂગલ એડ્સ (Google Ads)
ગૂગલ એડ્સ દ્વારા તમે તમારી જાહેરાત ઓનલાઇન ગૂગલના પ્લૅટફૉર્મ અને અન્ય નેટવર્ક દ્વારા ઓછા પૈસામાં ચલાવી શકો છો.
ગૂગલ એનાલિટીક્સ (Google Analytics)
ગૂગલ એનાલિટીક્સ દ્વારા વેબસાઇટ અને એપમાં આવતા યુઝરની ચકાસણી અને તેનો અનુભવ માપી શકાય છે અને તમારી એપ કે વેબસાઇટમાં લાઈવ કેટલા યુઝર છે એ પણ જોઈ શકાય છે.
એન્ડ્રોઇડ (Android)
એન્ડ્રોઇડ એક મોબાઇલ અને ટેબલેટ ઓપરેટિંગ સિસ્ટમ છે જેનો માર્કેટશેર પૂરી દુનિયામાં ખૂબ વધારે છે.
ગૂગલ આસિસ્ટન્ટ (Google Assistant)
ગૂગલ આસિસ્ટન્ટ એક વોઇસ આસિસ્ટન્ટ છે જે તમારા અવાજ પર પ્રતિક્રિયા કરે છે અને તમે જે પણ તેને અવાજ દ્વારા કમાન્ડ આપો છો તે પ્રમાણે તે તમને જવાબ આપશે અને તમારી મદદ પણ કરશે.
બ્લોગર (Blogger)
બ્લોગર એક પ્લૅટફૉર્મ છે જ્યાં યુઝર પોતાનો બ્લોગ બનાવી શકે છે અને તેમાં કન્ટેન્ટ પબ્લિશ કરી શકે છે.
ગૂગલ ચેટ (Google Chat)
ગૂગલ ચેટ એક ચેટિંગ સર્વિસ છે જ્યાં તમે ગૂગલના પ્રોડક્ટમાં જ ચેટિંગ કરી શકો છો જેમ કે તમે જીમેલમાં પણ ગૂગલ ચેટનો ઉપયોગ કરી શકો છો, ટૂંકમાં ગૂગલ ચેટ એક મેસેંજિંગ સર્વિસ જેવુ પ્લેટફોર્મ છે.
ગૂગલ કેલેન્ડર (Google Calendar)
ગૂગલ કેલેંડર એક ટાઈમ મેનેજમેંટ ટૂલ છે જ્યાં તમે તમારા આગળના આવતા દિવસોનું પ્લાન બનાવી શકો છો, તમારે આગળ શું શું કામ કરવાનું છે તેને શેડયુલ કરી શકો છો.
ગૂગલ કૉન્ટૅક્ટ (Google Contact)
ગૂગલ કૉન્ટૅક્ટ એક એવું ટૂલ છે જ્યાં તમે તમારા મિત્રો, સદસ્યો વગેરેના મોબાઇલ નંબરને સ્ટોર કરી શકો છો અને તેને સુરક્ષિત રીતે ઓનલાઇન સાચવી શકો છો.
ગૂગલ ક્રોમ (Google Chrome)
ગૂગલ ક્રોમ એક ખૂબ જ ઝડપી વેબ બ્રાઉઝર છે જેમાં તમે તમારી મનપસંદ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને ઇન્ટરનેટ પર કઈ પણ કામ કરી શકો છો.
ગૂગલ ડેટા સ્ટુડિયો (Google Data Studio)
ગૂગલ ડેટા સ્ટુડિયો એક પ્લૅટફૉર્મ છે જે તમારા ડેટાને એક માહિતીપ્રદ રિપોર્ટમાં ફેરવીને તમને આપે છે.
જીમેલ (Gmail)
જીમેલ એક ગૂગલની ઈમેલ સર્વિસ છે જ્યાં તમે એક-બીજાને જીમેલ આઈડી દ્વારા ઈમેલ મોકલી શકો છો અને તમને 15 જીબી મફત સ્ટોરેજ પણ આપવામાં આવે છે.
ગૂગલ સર્ચ (Google Search)
ગૂગલ સર્ચ એક વેબ સર્ચ એંજિન છે જેના પર તમે ઇન્ટરનેટ પર રહેલી માહિતી અને જાણકારીને મેળવી શકો છો, તે તમને તમારા કીવર્ડ પર જાણકારી આપે છે અને આ ગૂગલનું મુખ્ય પ્રોડક્ટ છે.
ગૂગલ માય બિઝનેસ (Google My Business)
ગૂગલ માય બિઝનેસમાં તમે ગૂગલ સર્ચમાં તમારા ધંધાની એક પ્રોફાઇલ બનાવીને લિસ્ટ કરાવી શકો છો અને તેમાં તમે જણાવી શકો છો કે તમારો ધંધો શેનો છે અને તે કેવી રીતે કામ કરે છે, આથી જો ગૂગલ પર તમારા એરિયામાં તમારા ધંધાને લગતા સવાલ સર્ચ કરે તો ગૂગલ તેને તમારા ધંધાની પ્રોફાઇલ બતાવે છે અને તમને ગ્રાહક મળે છે.
ગૂગલ મેપ્સ (Google Maps)
ગૂગલ મેપ્સ એક નકશા સર્વિસ છે જેના પર તમે પૂરી દુનિયાનો નક્શો જોઈ શકો છો અને તમારી આસપાસ જેટલા પર સ્થળ છે તેના વિશે જાણકારી લઈ શકો છો અને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તમે ગૂગલ મેપ્સનો ઉપયોગ એક માર્ગદર્શક તરીકે પણ કરી શકો છો.
યુટ્યૂબ (Youtube)
યૂટ્યૂબ એક વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ છે જેના પર તમે મફત વિડિયો જોઈ શકો છો અને પોતાના વિડિયોને શેર પણ કરી શકો છો. યૂટ્યૂબ વિડિયો જોવા માટેનું પૂરા ઇન્ટરનેટ પર સૌથી મોટું પ્લૅટફૉર્મ છે.
ગૂગલ પ્લેસ્ટોર (Google Play Store)
ગૂગલ પ્લેસ્ટોર એક ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ છે જ્યાં તમે એંડ્રોઇડ માટે હજારો કે લાખો ગેમ્સ અને એપ્લિકેશન મફત ડાઉનલોડ કરી શકો છો અને તેમાં અમુક પૈસા વાળી પણ સર્વિસ હોય છે.
ગૂગલ ન્યૂઝ (Google News)
ગૂગલ ન્યૂઝ એક પ્લેટફોર્મ છે જ્યાં તમે અલગ અલગ સમાચાર સ્ત્રોત પરથી એક જ જગ્યાએ બધા જ સમાચાર વાંચી શકો છો.
ગૂગલ મીટ (Google Meet)
ગૂગલ મીટ એક વિડિયો કમ્યુનિકેશન સર્વિસ છે જ્યાં ઘણા બધા લોકો એક સાથે વિડિયો કોલ દ્વારા વાત-ચિત કરી શકે છે તેમાં ઓફિસ મિટિંગ કે ઓનલાઇન ક્લાસ વગેરે કરી શકાય છે.
ગૂગલ ડ્રાઈવ (Google Drive)
ગૂગલ ડ્રાઇવ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને ઓનલાઇન 15 GB મફત સ્ટોરેજ મળે છે અને તમે ગૂગલ ડ્રાઇવમાં 15 જીબી સુધીનો ડેટા મફત ઓનલાઇન અપલોડ કરીને સ્ટોર કરી શકો છો અને તમારે વધારે સ્ટોરેજ જોઈએ તો તમે પૈસાથી વધારે સ્ટોરેજ પણ ખરીદી શકો છો.
ગૂગલ ટ્રાન્સલેટ (Google Translate)
ગૂગલ ટ્રાન્સલેટ એક અનુવાદક ટૂલ છે જ્યાં તમે કોઈ પણ ફકરા કે વાક્યો કે શબ્દોને અન્ય ભાષામાં અનુવાદ કરી શકો છો ઉદાહરણ તરીકે કોઈ ઇંગ્લિશ શબ્દને તમે ગુજરાતીમાં ફેરવી શકો છો, કોઈ મરાઠી વાક્યને ગુજરાતી ભાષામાં અનુવાદ કરી શકો છો અને આ સર્વિસ મફત છે.
ગૂગલ ફોટોસ (Google Photos)
ગૂગલ ફોટોસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારા ફોટાને ઓનલાઇન 15 જીબી સુધી લિમિટમાં સ્ટોર કરી શકો છો અને આ સ્ટોરેજ તમારું ગૂગલ ડ્રાઇવ વાળું હોય છે જેથી તમારે વધારે ફોટા સ્ટોર કરવા હોય તો તમે તેમાં વધારે સ્ટોરેજ પણ ખરીદી શકો છો.
યૂટ્યૂબ મ્યુઝિક (Youtube Music)
યૂટ્યૂબ મ્યુઝિક એક મ્યુઝિક સર્વિસ છે જેમાં તમે તમારા મનપસંદ મ્યુઝિક મફત સાંભળી શકો છો.
ગૂગલ ડોક્સ (Google Docs)
ગૂગલ ડોક્સ એક ઓનલાઇન વર્ડ પ્રોસેસર છે જેમાં તમે તમારા ટેક્સ્ટ ફોર્મેટને એડિટ કરી શકો છો અને તેમાથી તેને અલગ-અલગ ફાઇલ સ્વરૂપમાં પણ બનાવીને ડાઉનલોડ કરી શકો છો. જેમ એક તમે તેમાં લખેલા ટેક્સ્ટને ડાઇરેક્ટ PDF સ્વરૂપમાં ડાઉનલોડ કરી શકો છો.
ગૂગલ અર્થ (Google Earth)
ગૂગલ અર્થ એક એવું કમ્પ્યુટર પ્રોગ્રામ છે જેમાં તમે પૃથ્વીના બધા ભાગોને અલગ-અલગ રીતે જોઈ શકો છો અને તેને 3D માં પણ જોઈ શકો છો.
ગૂગલ ફોર્મ્સ (Google Forms)
ગૂગલ ફોર્મ્સ એક વેબ એપ્લિકેશન છે જેમાં તમે ઓનલાઇન ફોર્મ બનાવી શકો છો અને તેના દ્વારા સર્વે પણ કરી શકો છો. તમે તે ફોર્મની લિન્ક પણ શેર કરી શકો છો અને જ્યારે કોઈ ફોર્મ ભરે તો તેનો ડેટા તમને જોવા મળે છે.
ગૂગલ એલર્ટ (Google Alert)
ગૂગલ એલર્ટ એક એવી સર્વિસ છે જે તમને ઈમેલ દ્વારા એલર્ટ કરે છે ઉદાહરણ તરીકે તમારે મોબાઇલ વિશેના સમાચાર જાણવા છે તો ગૂગલમાં કઈ પણ નવા સમાચાર મોબાઇલને લગતા આવશે તો તમને એ ઈમેલ દ્વારા જણાવી દેવાશે પણ એના માટે તમારે ગૂગલ એલર્ટમાં સેટ-અપ કરવું પડે છે.
ગૂગલ ક્લાસરૂમ (Google Classroom)
ગૂગલ ક્લાસરૂમ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં શિક્ષક વિધ્યાર્થીઓને કઈક હોમ વર્ક મોકલી શકે, નોટ્સ, હોમવર્ક અને ટેસ્ટના માર્કસ વગેરે કરી શકે છે ટૂંકમાં ગૂગલ ક્લાસરૂમ એક ભણવા માટેનું પ્લેટફોર્મ છે.
ગૂગલ ડૂઓ (Google Duo)
ગૂગલ ડુઓ એક ખૂબ ઊંચી ક્વોલિટી વાળી વિડિયો કોલિંગ સર્વિસ છે જેમાં તમે તમારા મિત્રો સાથે વિડિયો કોલિંગ કરી શકો છો અને આ સુરક્ષિત અને સરળ હોય છે. તેને તમે Android, iOS અને ટેબલેટ અને વેબ એપ્લિકેશનના રૂપે પણ ઉપયોગ કરી શકો છો.
ગૂગલ ફિટ (Google Fit)
ગૂગલ ફિટ એક હેલ્થ ટ્રેકિંગ પ્લેટફોર્મ છે જે તમારા સ્વસ્થ્યની જાળવણી માટે ખૂબ ઉપયોગી એપ છે.
ગૂગલ ફોંટ્સ (Google Fonts)
ગૂગલ ફોંટ્સ એક ફૉન્ટ લાઈબ્રેરી છે જ્યાં તમને હજારો મફત અને ઓપન સોર્સ ફૉન્ટ મળે છે.
ગૂગલ ઈનપુટ ટૂલ્સ (Google Input Tools)
ગૂગલ ઈનપુટ ટૂલ દ્વારા તમે અલગ-અલગ ભાષાઓમાં લખાણ લખી શકો છો જેમ કે તમારે ગુજરાતી ભાષામાં ટાઈપિંગ કરવું હોય તો આ ટૂલ ખૂબ ઉપયોગી સાબિત થશે.
ગૂગલ વન (Google One)
ગૂગલ વન એક ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે જે તમને સબ્સક્રિપ્શન દ્વારા સર્વિસ આપે છે એટલે તમારે આ સર્વિસનો ઉપયોગ કરવા માટે ચાર્જ આપવો પડે છે.
ગૂગલ પે (Google Pay)
ગૂગલ પે એક ડિજિટલ વોલેટ પ્લેટફોર્મ છે અને એક ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ પણ છે જેના દ્વારા તમે ઓનલાઇન રૂપિયાની લેવડ-દેવડ કરી શકો છો.
ગૂગલ પ્લે બુક્સ (Google Play Books)
ગૂગલ પ્લે બુક્સ એક ઈ-બૂક સર્વિસ છે જેમાં તમે તમારી મનપસંદ ઈ-બૂક વાંચી શકો છો. આ પ્લૅટફૉર્મ પરથી તમે તમારી મનપસંદ ઈ-બૂક ખરીદી શકો છો.
ગૂગલ પ્લે ગેમ્સ (Google Play Games)
ગૂગલ પ્લે ગેમ્સ એક ગેમિંગ સર્વિસ છે જેના દ્વારા તમે તમારી ગેમર પ્રોફાઇલ બનાવીને તેમાં તમારી ગેમની સિદ્ધિઓ સ્ટોર કરી શકો છો અને તેનું એક પબ્લિક લીડરબોર્ડ્સ પણ હોય છે.
ગૂગલ પ્લે મૂવીસ એન્ડ ટીવી (Google Play Movies & TV)
ગૂગલ પ્લે મૂવીસ એન્ડ ટીવી નામ હવે બદલાઈને ગૂગલ ટીવી થઈ ગયું છે. ગૂગલ ટીવી એક વિડિયો ઓન ડિમાંડ સર્વિસ છે જેમાં તમે તમારી મનપસંદ ફિલ્મો અને શો જોઈ શકો છો જેમાં તમારે ફિલ્મો જોવા માટે પૈસા ખર્ચ કરવા પડે છે.
ગૂગલ શોપિંગ (Google Shopping)
ગૂગલ શોપિંગ એક એવી સર્વિસ છે જેમાં તમે કોઈ પણ પ્રોડક્ટને શોધી શકો છો અને તેના ભાવની તુલના પણ કરી શકો છો.
ગૂગલ સ્ટોર (Google Store)
ગૂગલ સ્ટોર એક હાર્ડવેર રીટેલ સ્ટોર છે જેમાં ગૂગલના ડિવાઇસ વેંચવામાં આવે છે જેમ કે ગૂગલના ફોન પિક્સેલ ફોન વગેરે જેવા પ્રોડક્ટ.
ગૂગલ હેંગઆઉટ (Google Hangout)
ગૂગલ હેંગઆઉટ એક ક્રોસ મેસેંજિંગ પ્લૅટફૉર્મ છે જેના દ્વારા તમે ગૂગલના પ્લૅટફૉર્મ પર મેસેંજિંગ કરી શકો છો.
ગૂગલ કીપ (Google Keep)
ગૂગલ કીપ એક એવું પ્લૅટફૉર્મ છે જ્યાં તમે તમારા નોટ્સ બનાવી શકો છો અને તેમાં રીમાઈન્ડર પણ લગાવી શકો છો.
ગૂગલ પોડકાસ્ટ્સ (Google Podcasts)
ગૂગલ પોડકાસ્ટ્સ એક પોડકાસ્ટ્સ સાંભળવાનું પ્લૅટફૉર્મ છે જ્યાં તમે મફત પોડકાસ્ટ્સ સાંભળી શકો છો.
ગૂગલ શીટ (Google Sheet)
ગૂગલ શીટ એક એક્સેલ જેવુ ઓનલાઇન પ્લૅટફૉર્મ છે જ્યાં તમે સ્પ્રેડશીટ બનાવી શકો છો.
ગૂગલ સાઇટ્સ (Google Sites)
ગૂગલ સાઇટ્સ એક એવું ટૂલ છે જેના દ્વારા તમે વેબ પેજ બનાવી શકો છો અને તેને ઓનલાઇન પબ્લિશ પણ કરી શકો છો.
ગૂગલ સ્લાઇડ્સ (Google Slides)
ગૂગલ સ્લાઇડ્સ એક પાવરપોઈન્ટ જેવુ ટૂલ છે જેના દ્વારા તમે અલગ-અલગ સ્લાઇડ્સનું પ્રેસેંટેશન બનાવી શકો છો.
ગૂગલ ટ્રેવલ (Google Travel)
ગૂગલ ટ્રેવલ એક ટ્રીપ પ્લાનિંગ સર્વિસ છે જેના દ્વારા તમારે કોઈ સફર પર જવું હોય એટલે ફરવા જવું હોય તો આ તમને હોટેલ અને ફ્લાઇટ્સ વગેરે માટે ખૂબ મદદરૂપ થાય તેવી સર્વિસ છે.
વેયર ઓ.એસ. બાય ગૂગલ (Wear OS by Google)
વેયર ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલના એન્ડ્રોઇડનું એક વર્ઝન છે જેને સ્માર્ટવોચ માટે બનાવવામાં આવ્યું છે.
યૂટ્યૂબ કિડ્સ (Youtube Kids)
યૂટ્યૂબ કિડ્સ એક બાળકો માટેની વિડિયો એપ છે જેમાં માત્ર બાળકોને જોવા લાયક વિડિયો ઉપલબ્ધ હોય છે.
ગૂગલ પ્લસ (Google+)
ગૂગલ પ્લસ એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ હતું જેને 2019માં જ જાહેર લોકો માટે બંધ કરવામાં આવ્યું છે.
તો મિત્રો આશા છે એક તમને આજે ગૂગલના પ્રોડક્ટ વિશે થોડું ઘણું જાણવા મળ્યું હશે, હજુ પણ ગૂગલના પ્રોડક્ટની લિસ્ટ લાંબી છે પણ જે જાણવા લાયક છે તેના વિશે અહી મે જણાવ્યુ છે પણ આગળ હું આ પોસ્ટને જરૂર અપડેટ કરીશ જેથી તમે વધારે ગૂગલના પ્રોડક્ટ વિશે જાણી શકશો.
- અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-