જાણો ગૂગલ મેપ્સ વિશે..!!

 

ગૂગલ મેપ્સ શું છે?

ગૂગલ મેપ્સ ઈન્ટરનેટ પર એક એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા તમે તમારા કમ્પ્યુટર કે મોબાઈલ જેવા ડિવાઇસમાં નકશા જોઈ શકો છો. તમે પુરી દુનિયાનો નકશો અલગ-અલગ ફોર્મેટમાં જોઈ શકો છો. તમારા એરિયામાં આવેલી બધી દુકાનો, તળાવ, નદીઓ, ગ્રાઉન્ડ, હાઇવે, ડેપો, રેલવે સ્ટેશન જેવા બધા જ સ્થળો જોઈ શકો છો.

ગૂગલ મેપ્સ દ્વારા રોડ પર કેટલું ટ્રાફિક હશે એ પણ તમે જોઈ શકો છો, તમે કોઈ સ્થળના ફોટા અને વિડિઓ, રિવ્યૂ, 3D વ્યૂ વગેરે જોઈ શકો છો.

ગૂગલ મેપ તમને સૌથી વધારે મુસાફરી કરતા માટે, કોઈ નવી જગ્યાએ જવા માટે, કોઈ એડ્રેસ પર જવા માટે અને અન્ય ઘણા કામો માટે ખુબ જ ઉપયોગી રહે છે.

ગૂગલ મેપની શરૂઆત

ગૂગલ મેપ્સની જયારે શરૂઆત થઇ હતી ત્યારે તે માત્ર એક C++ માં લખાયેલો ડેસ્કટોપ પ્રોગ્રામ હતો અને તેની કંપનીનું નામ “Where 2 Technologies” હતું.

પણ પછી આ કંપનીએ પોતાનો આઈડિયા ગૂગલ મેનેજમેન્ટને જણાવ્યો હતો અને ત્યારબાદ ઓક્ટોમ્બર 2004માં આ કંપની ગૂગલ દ્વારા ખરીદી લેવામાં આવી.

ત્યારબાદ આ પ્રોગ્રામને વેબ એપ્લિકેશનમાં ફેરવવામાં આવ્યો, ગૂગલએ ઘણી બધી કંપનીઓને ગૂગલ મેપ્સ માટે ખરીદી હતી અને ત્યારબાદ ગૂગલ મેપ્સની શરૂઆત કરવામાં આવી.

ગૂગલ મેપ્સને ફેબ્રુઆરી, 2005માં લોન્ચ કરવામાં આવ્યું.