UPS નું પૂરું નામ “Uninterruptible Power Supply” અથવા “Uninterruptible Power Source” છે.
UPS વિશે જાણકારી
- UPS એક ડિવાઇસ હોય છે જે તમને કમ્પ્યુટર, ડેટા સેન્ટર અથવા બીજા સાધનોને બેકઅપ પાવર આપવા માટે ઉપયોગી થાય છે.
- ઉદાહરણ તરીકે તમે એક ડેસ્કટોપ કમ્પ્યુટર ચલાવો છો અને ઘરમાં વીજળી બંધ થઈ ગઈ તો તે વખતે UPS જો કમ્પ્યુટર સાથે જોડાયેલુ હશે તો UPS તમારા કમ્પ્યુટરને એટલી વીજળી પ્રદાન કરશે કે જેના દ્વારા તમે તમારા કમ્પ્યુટરમાં થતાં કામોને સેવ કરી શકો છો અને કમ્પ્યુટરને સારી રીતે શટ ડાઉન કરી શકો છો.
- એક UPS વીજળી બંધ થયા પછી કેટલા સમય સુધી સિસ્ટમને વીજળી આપશે એ દર UPS ના આકાર અને તેની ડિઝાઇન પર આધારિત હોય છે.
- જ્યારે તમારા ઘરમાં વીજળી ડિમ હોય અથવા તેના વૉલ્ટેજમાં ઘટાડો – વધારો જોવા મળે ત્યારે પણ આ UPS ખૂબ ઉપયોગી થાય છે.
- જો લેપટોપમાં તમે જોવો તો તેમાં એક બેટરી હોય છે અને વીજળી બંધ થાય તો પણ બેટરીને કારણે લેપટોપ ચાલુ રહે છે અને બેટરીમાં પાવર પૂરો થતાં લેપટોપ બંધ થાય છે તો આવી રીતે ડેસ્કટોપ કમ્પ્યુટરમાં UPS એક બેટરી જેવુ કામ કરે છે.

UPSનો ઉપયોગ શું છે?
જ્યારે કમ્પ્યુટર ચાલુ હોય અને તરત વિજળી બંધ થઈ જાય છે ત્યારે UPS થોડા સમય માટે કમ્પ્યુટરને વિજળી પ્રદાન કરતું રહે છે અને ત્યાં સુધી કમ્પ્યુટર યુઝર તેનો જરૂરી ડેટા સેવ કરીને પોતાના કમ્પ્યુટરને બંધ કરી શકે છે.
UPSનો અર્થ શું છે?
UPS એટલે એવું ડિવાઇસ જે એક કમ્પ્યુટરને બેટરી બેક-અપ આપે છે, કમ્પ્યુટર જ્યારે ચાલુ હોય અને અચાનક વિજળી બંધ થાય અથવા વૉલ્ટેજ લેવલમાં ઘટાડો આવે ત્યારે UPS તે કમ્પ્યુટરને બેટરી બેકઅપ આપે છે. આનાથી કમ્પ્યુટર સુરક્ષિત રહે છે.
મિત્રો આશા છે કે આજે તમને આ UPS વિશે નવું જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે પણ આ જાણકારી શેર કરજો જેથી બધા જ લોકોને UPS વિશે જાણવા મળશે.
અન્ય પોસ્ટ પણ વાંચો:
- Mobile નું ફુલ ફોર્મ શું છે? જાણો..!!
- DOS નું ફુલ ફોર્મ શું? જાણો સરળ રીતે
- PPT નું પૂરું નામ શું છે? જાણો PPT વિશે..!!
- SSDનું ફુલ ફોર્મ શું છે? SSD વિશે બેઝિક જાણકારી
- SMPSનું ફુલ ફોર્મ શુ છે? SMPS વિશે બેઝિક જાણકારી