
આજે દુનિયાના સૌથી વધારે સબ્સક્રાઇબર ધરાવતા યુટ્યુબરને બધા જ લોકો જાણતા હશે જેમનું નામ “મિસ્ટર બિસ્ટ (MrBeast)” છે.
તેમના યુટ્યુબ ચેનલ પર આજની તારીખમાં 132 મિલ્યન જેટલા સબ્સક્રાઇબર છે. ઇન્સ્ટાગ્રામ પર 23 મિલ્યન, ટ્વિટર પર 18 મિલ્યન અને ટિક ટોક પર 75 મિલ્યન જેટલા ફોલોવર્સ છે.
મિસ્ટર બિસ્ટના વિડિયો પર કરોડોમાં વ્યૂઝ આવતા હોય છે. સોશિયલ મીડિયાના સમયમાં સામાન્ય વ્યક્તિ ફિલ્મ એક્ટરથી પણ વધારે લોકપ્રિય થવા માંડ્યા છે.
પણ શું તમને ખબર છે કે જો આપણે મિસ્ટર બિસ્ટના બધા જ સોશિયલ મીડિયા એકાઉન્ટને જોડીને તેમના કન્ટેન્ટની પહોચ વિશે વાત કરીએ તો તે કેટલી થશે??
હમણાં મિસ્ટર બિસ્ટએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં યુટ્યુબ સ્ટુડિયોનો એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો જેમાં “Unique Viewers” નો આંકડો બતાવવામાં આવ્યો હતો.
![]() |
Tweet by @MrBeast |
આ આંકડો છેલ્લા 90 દિવસમાં 616.9M હતો મતલબ લગભગ 61 કરોડની આજુબાજુમાં છે.
આનો અર્થ એ થયો કે મિસ્ટર બિસ્ટના યુટ્યુબ ચેનલના વિડિયો છેલ્લા 90 દિવસમાં 61 કરોડ જેટલા અલગ -અલગ લોકો સુધી પહોચ્યા છે જે તેમના અનુસાર દુનિયાના લગભગ 10% લોકો થાય છે.
![]() |
Tweet by @MrBeast |
આ જ ટ્વિટમાં એક બીજા વ્યક્તિને જવાબ આપતા મિસ્ટર બિસ્ટએ જણાવ્યુ કે તેમના જો બધા જ સોશિયલ મીડિયા એકાઉન્ટ જેમ કે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ટિક ટોકને એક સાથે જોઈએ તો તેમનું કન્ટેન્ટ લગભગ 1.1 અબજ અલગ-અલગ લોકો સુધી પહોચે છે.
તો આ હતી મિસ્ટર બિસ્ટના કન્ટેન્ટની પહોચ!!
મિસ્ટર બિસ્ટ એક અમેરિકન યુટ્યૂબર છે જેમની ઉંમર 24 વર્ષ છે. તેઓ ખૂબ મોટા પરોપકારી પણ છે. તેઓ તેમના વિડિયો દ્વારા લોકોને સારા કામો કરવા માટે પણ પ્રેરણા આપે છે અને અલગ-અલગ સ્ટંટ પણ કરતાં હોય છે.
આશા છે કે આ જાણકારીમાં મજા આવી હશે. તમારો ખૂબ આભાર.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: