જાણો 15 એવી ટિપ્સ જે તમારા મોબાઇલની બેટરીનું આયુષ્ય વધારશે

મોબાઈલથી ઘેરાયેલું આ જીવન છે. ટેકનોલોજીથી આગળ વધી રહેલી આ દુનિયા અને લોકોને મોબાઈલ વાપરવાની વધતી ટેવ, આ બધી વસ્તુઓ આપણે આજના યુગના માણસોમાં જોઈએ છીએ પણ બધા લોકો મોબાઈલ તો વાપરે છે પણ તેને દરેક દિવસ બેટરીની સમસ્યા આવી રહી છે એટલે આજે એ સમસ્યા દૂર કરવા માટે અમે એક મહત્વની જાણકારી લઈને આવ્યા છીએ.

અમે તમને 15 એવી ટિપ્સ બતાવીશુ જે તમે અનુસરશો તો તે તમારા મોબાઇલની બેટરી લાઈફમાં જરૂર સુધારો લાવશે અને તમે મોબાઇલનો થોડો સમય વધારે ઉપયોગ કરી શકશો.

This 15 Tips Increase Your Battery Life Gujarati

મોબાઇલની બેટરીનું જીવન વધારવા માટે આ 15 ટિપ્સ


ઓટો બ્રાઇટનેશ【Auto Brightness】

તમે તમારા મોબાઈલમાં 🔆 ઓટો બ્રાઈટનેસનું ઓપ્શન જોયેલું જ હશે. બધાને જાણકારી ન હોવાથી તે લોકો આ ઓપ્શનને હંમેશા ઓટો મોડમાં જ રાખે છે. જો મિત્રો તમે આવું કરશો તો હંમેશા તમારે બેટરીનો વપરાશ છે તે વધતો રહેશે કારણ કે તમારું સેન્સર તમારા આજુબાજુના પ્રકાશને સેન્સ કરતું હોય છે તેને લીધે તે પાવર પણ વાપરે છે એટલે તમારે મોબાઇલની બ્રાઇટનેસને જાતે જ ઓછી-વધારે કરવી જોઈએ અને ઓટો બ્રાઇટનેસને બંધ કરવું જોઈએ.


સ્ક્રીન ટાઈમ આઉટ【Screen TimeOut】

આ ઓપ્શનને મોબાઈલની ભાષામાં સ્લીપ ટાઈમ કહેવામાં આવે છે પણ એનો મતલબ એવો થાય છે કે તમે તમારા મોબાઈલની સ્ક્રીન કેટલા સમય પછી બંધ કરવા માંગો છો. 

જો તમે સ્ક્રીન બંધ કરવાનો સમય ઓછામાં ઓછો રાખો છો તો તમારી બેટરીનું આયુષ્ય વધી શકે છે. ઘણી વાર એવું થાય છે કે તમે જો સ્ક્રીન બંધ થવાનો સમય વધારે રાખ્યો હોય અને તમે મોબાઇલની સ્ક્રીન બંધ કરવાનું ભૂલી જાવ તો તમારે તે સમય સુધી મોબાઈલ ચાલુ રહેશે અને બેટરી વપરાતી રહેશે.


પાવર સેવિંગ મોડ【Power Saving Mode】

તમે બધાએ જ પાવર સેવિંગ મોડનું નામ સાંભળેલું હશે. આ ફીચર અત્યારના લેટેસ્ટ ફોનમાં આપેલું જ હોય છે.

જ્યારે તમારા ફોનમાં 20% ચાર્જિંગ હોય ત્યારે તમે ફોન વધારે સમય સુધી ચલાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. આ ઓપ્શનનો ઉપયોગ કરવા માટે તમારે ફોનમાં પાવર સેવિંગ મોડનું ફીચર ચાલુ કરવાનું હોય છે. આ મોડ તમારા ફોનમાં જે જરૂરી ન હોય તેવી ઓપ્શન અને બેકગ્રાઉન્ડ એપને બંધ કરી દે છે જેથી બેટરી વધારે સમય ચલાવી શકાય. 

આનો મુખ્ય ફાયદો એ છે કે તમારી પાસે ચાર્જર ના હોય તો તમે લાંબા સમય સુધી ફોનને વાપરી શકો છો.  


બેટરી 100% ફુલ ચાર્જ કરવી નહી

અપૂરતા નોલેજને લીધે ઘણા લોકો હંમેશા પોતાના ફોનની બેટરી 100% સુધી ફુલ ચાર્જ કરે છે પણ મિત્રો તમારે આવું ન કરવું જોઈએ. કોઈ પણ બેટરી હોય તેની એક ચાર્જિંગ સાયકલ હોય છે અને આ ચાર્જિંગ સાયકલ 0% થી 100% સુધી તમે ચાર્જ કરો એટલે એક સાયકલ તમારી પુરી થઈ જાય છે. 

ઘણા બધા તારણ પરથી એવુ સાબિત થયુ છે કે બેટરી કોઈ દિવસ ફૂલ ચાર્જ ન કરવી જોઈએ. જો તમે આવું કરો છો તો લાંબા સમયે તમારી બેટરીનું આયુષ્ય ઓછું થઈ જાય છે. 

ચાર્જિંગ ઓછું થઈને 20% આવે એટલે તમારે મોબાઇલ ચાર્જ કરવાનું ચાલુ કરવું જોઈએ અને 90 થી 95% સુધી ચાર્જ તમે કરી શકો છો.

અમુક ફોનમાં એવા ફીચર પણ આવે છે જેનાથી જો તમારો ફોન 100% ફુલ ચાર્જ થઈ જાય તો તે તેની જાતે જ અંદરથી ચાર્જિંગ બંધ કરી થઈ જાય છે પણ આવું તમારા ફોનમાં ફીચર છે કે નહીં એ જાણવું મુશ્કેલ છે એટલે તમારે 100% ચાર્જિંગ તો ન જ કરવું જોઈએ.


એપની જગ્યાએ વેબસાઇટ વાપરો

તમે એવી ઘણી બધી એપ જોઈ હશે જે તમારા મોબાઇલની રેમ અને સ્ટોરેજનો ખૂબ જ ઉપયોગ કરે છે જેમ કે ફેસબુક, આ ફેસબુક એપ પણ તમારા મોબાઇલનો ખૂબ વધારે રિસોર્સ લેતી હોય છે પણ હવે આપણે તે એપનો ઉપયોગ તો ના ટાળી શકીએ.

એટલે હું તમને સલાહ આપીશ કે તમે પોતાના બ્રાઉઝરમાં ફેસબુક જેવી એપનો ઉપયોગ તેની વેબસાઇટ દ્વારા કરી શકો છો, તમે તેની Facebook Lite એપનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો તમને એવું થાય કે મારે રેમ અને સ્ટોરેજનો ઉપયોગ વધારે થવા નથી દેવો તો તમે કોઈ પણ એપની વેબસાઇટનો જ ઉપયોગ બ્રાઉઝરમાં કરી શકો છો.

આનાથી તમારે બધી જ એપ ડાઉનલોડ નહીં કરવી પડે અને તમે બ્રાઉઝર દ્વારા જ આવી એપનો ઉપયોગ વેબસાઇટ દ્વારા કરી શકો છો.


બેટરીને તેના ઓરિજિનલ ચાર્જરથી જ ચાર્જ કરો

તમે ઓફીસમાં હોય કે ઘરે પણ જો તમારી પાસે ચાર્જર નથી તો તમે બીજા કોઈ પણ ચાર્જરનો ઉપયોગ કરવા લાગી જાવ છો. પણ મિત્રો શુ તમને ખબર છે કે આપણે આપણા મોબાઈલ સાથે જે ચાર્જર આપેલું હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે બધા ચાર્જરના આઉટપુટ સરખા ના હોય,

અમુક ચાર્જર ધીમું ચાર્જિંગ કરતું હોય તો અમુક ફાસ્ટ ચાર્જિંગ કરતું હોય એટલે એને અનુરૂપ જ મોબાઈલનું હાર્ડવેર અને એની બેટરી સેટ કરેલી હોય છે. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારી બેટરી લાઈફમાં સુધારો તો જરૂર જોવા મળશે.


તમારા મોબાઈલમાં ડાર્ક થીમ અથવા ડાર્ક વોલપેપરનો ઉપયોગ કરવો

ઘણા બધા અત્યારના લેટેસ્ટ મોબાઈલ એવા આવે છે કે તેની અંદર જે ડિસ્પ્લે આપેલી હોય છે તે AMOLED છે. તો આવા મોબાઈલમાં જો તમે ડાર્ક થીમ અથવા ડાર્ક વોલપેપરનો ઉપયોગ કરશો તો તમારી બેટરીનું આયુષ્ય જરૂર વધી જશે. 

આનું એક માત્ર કારણ એ છે કે આ ડિસ્પ્લે કલર વાળી થીમ કે પછી કલર વાળું વોલપેપરના સ્ક્રીન કલર પિક્સેલ દેખાડવા માટે લાઈટનો ઉપયોગ કરે છે જેમાં બેટરીનો ખર્ચ વધારે થાય છે. 

માટે તમારે બેટરી બચાવી હોય તો તમે મોબાઇલમાં ડાર્ક વોલપેપર અથવા ડાર્ક થીમ સેટ કરી શકો છો.


વાઈફાઈ અને બ્લૂટૂથને જરૂર ના હોય તો બંધ કરી ને રાખો

તમારે પોતાના મોબાઇલના વાઈફાઈ અને બ્લૂટૂથને કામ વગર ચાલુ ન કરવું જોઈએ કારણ કે એના લીધે તમારા મોબાઈલની બેટરીનો વપરાશ પણ થયા કરે છે. 

હવે આપણે થોડું વિસ્તારમાં સમજી લઈએ, જો તમારા મોબાઈલમાં વાઈફાઈ ચાલુ હશે તો તે આજુ બાજુનું નેટવર્ક સર્ચ કર્યા કરશે જેના લીધે બેટરીનો ખર્ચ થતો રહે છે. બ્લ્યુટૂથનું કામ પણ વાઈફાઈ જેવું જ છે બ્લ્યુટૂથ પણ બીજા ડીવાઈસ સાથે કનેક્ટ થવા માટે સર્ચ કર્યા કરે છે જેને લીધે બૅકગ્રાઉન્ડમાં બેટરીનો વપરાશ ચાલુ જ રહે છે.

એટલે જરૂર વગર વાઈફાઈ અને બ્લટૂથ તમારે બંધ જ રાખવું જોઈએ.


લોકેશન ટ્રેકિંગ બંધ રાખો

મિત્રો તમારા મોબાઈલમાં એવી ઘણી બધી એપ હશે જે વારંવાર તમારા મોબાઈલનું લોકેશન ઍક્સેસ કર્યા કરતી હોય છે તો આનાથી સતત તમારા મોબાઈલની બેટરી ખર્ચ થતી હોય છે.

મિત્રો તમને ખબર નહિ હોય પરંતુ હું તમને જણાવું કે લોકેશન ટ્રેકિંગ તમારા મોબાઈલની બેટરી ઝડપથી ખત્મ કરી નાખે છે. હવે જો તમારે તમારા મોબાઈલમાં લોકેશન ટ્રેકિંગ બંધ કરવું હોય તો તેના આઇકન પર લાંબુ પ્રેસ કરો અને બંધ કરી દો અથવા Settingsમાં જઈને Location સર્ચ કરો અને તેમાં જઈને તેને off કરી દો.


ઓટો સિંક્રોનાઇઝ ફીચરને બંધ રાખો (Auto Sync)

આ ફીચર સારું માનવામાં આવે છે પણ આ ફીચરનો ઉપયોગ કરવો તે બેટરી માટે બરાબર ન સાબિત થાય એમ છે. જો તમારે બધી પુશ નોટિફિકેશન જોઈએ છે તો તમારે આમાં કોઈપણ ફેરફાર કરવાની જરૂર નથી. હવે જો તમારે બેટરી બચાવી છે અને આ નોટિફિકેશનથી પરેશાન છો તો તમારે આને સેટિંગમાં જઈને Auto Sync બંધ કરી દેવું જોઈએ. આ કરવાથી હવે તમારા મોબાઈલની બેટરીની લાઈફ બચી જશે.


એરપ્લેન મોડ (Airplane Mode)

જો તમારા મોબાઈલની અંદર નેટવર્ક ન આવતું હોય તો તમારો ફોન કોઈ પણ નેટવર્ક શોધવા માટે સર્ચ કર્યા કરશે એટલે બેટરીનો ઉપયોગ વધારે થાય છે. આવું જ્યારે પણ થાય ત્યારે તમારે એરપ્લેન મોડને ચાલુ કરવાનો રહેશે. જો તમારા મોબાઈલની બેટરી ઘણી ઓછી હોય ત્યારે આ મોડનો ઉપયોગ કરો તો તમારી બેટરી જરૂર બચી જશે.


જે એપની સાઈઝ નાની હોય તેવી એપનો ઉપયોગ કરવો

જો તમારે મોબાઈલની અંદર વધારે MB વાળી એપ અથવા ગેમ રાખેલી હોય તો તેને અન ઇન્સ્ટોલ કરી નાખો. પ્લે સ્ટોરમાં ઘણી બધી એવી એપ આવે છે જેનું વર્ઝન લાઈટ એટલે કે ઓછી સાઈઝમાં હોય છે. એપ જેમ કે તમે ફેસબુક, મેસેન્જર, સ્કાયપે, ટ્વિટર વગેરેની તમે લાઈટ એપ વાપરી શકો છો.


લાઈવ વોલપેપર, વિઝયુઅલ ઇફેક્ટ અને વિજેટને બંધ રાખો

તમે મોબાઈલની સ્ક્રીન પર લાઈવ વોલપેપર રાખો છો જેમ કે માછલી તરતી હોય, પહાડોમાંથી પાણી પડતું હોય, તો મિત્રો આ બેકગ્રાઉન્ડમાં સતત ચાલુ રહે છે જેથી તમારી બેટરી વપરાતી રહે છે અને આનાથી તમારું ચાર્જિંગ જલ્દી પૂરું થાય છે. 

વધારે વિઝયુઅલ ઇફેક્ટ પણ સ્ક્રીનમાં પાવર વધારે લે છે તેને લીધે બેટરી જલ્દી પૂરી થાય તેના લીધે તમારે વિઝયુઅલ ઓછા અથવા તેની જગ્યાએ સાદા ઇફેક્ટ વાપરવા જોઈએ અને તમારી સ્ક્રીન પર વિજેટને પણ હટાવી નાખજો કારણ કે વિજેટ જે-તે એપનો એક ભાગ હોય છે અને તે વિજેટ તેની એપમાથી ડેટા ફેચ કરતી હોય છે અને રિફ્રેશ પણ થતી હોય છે એટલે બેટરી વપરાશ વધે છે.


શક્ય હોય તો Paid એપ વાપરો.

જો મિત્રો તમે જોયું હશે કે પ્લે સ્ટોરમાં એપ હંમેશા ફ્રી પણ મળે છે અને પૈસા આપીને પણ વાપરવા મળે છે તો મારો આગ્રહ એ છે કે તમે શક્ય હોય તો પૈસા આપીને વપરાય તેવી એપ વાપરો કારણ કે જો તમે ફ્રી એપ વાપરશો તો તેમાં તમને એડ વધારે જોવા મળશે જે તમારા મોબાઈલની બેટરીની ખપત અને એની ઉર્જા પણ વાપરે છે તે તેને લીધે તમારે એવી એપ વાપરવાની જેનાથી તમે પૈસા આપીને વગર એડ એપને વાપરી શકો. 


ચાર્જિંગ કરતી વખતે મોબાઈલ નો ઉપયોગના કરવો

મિત્રો આ સૌથી મહત્વનો મુદો છે. જરા ધ્યાનથી વાંચજો. આપણે બધાને ખબર છે કે આપણે ફ્રી સમયમાં મોબાઈલ વગર રહી નથી શકતા ત્યારે આપણા હાથમાં મોબાઈલ સીધો આવી જાય છે. 

જ્યારે મોબાઇલની બેટરી ઓછી હોય છે ત્યારે તમે તેને ચાર્જિંગમાં મૂકો છો અને મોબાઇલ વગર તમે રહી ના શકો એટલે તમે મોબાઇલને ચાલુ ચાર્જિંગમાં પણ ઉપયોગ કરો છો પણ તમારે આવું ન કરવું જોઈએ કારણ કે મોબાઇલને તમે એક બાજુ ચાર્જિંગ કરો અને બીજી બાજુ તેનો વપરાશ કરીને તમે તેને ડિસ્ચાર્જ કરો છો.

આવી રીતે તમારી બેટરી પર વધારે લોડ આવે છે તેને લીધે બેટરીનું આયુષ્ય ઘટવા માંડે છે.

દાખલા તરીકે જો તમે બીમાર પડો છો તો તમે સાજા થવા માટે દવા લો છો. હવે જો તમે આરામ નથી કરતા અને કામ જ કરો છો તો તમે દવાના પાવરથી સાજા એટલે ચાર્જ થાવ છો અને કામના પાવરને લીધે બીમાર એટલે ડિસ્ચાર્જ થાય છો. એટલે જલ્દી તમે સાજા નથી થતા. બસ એવું જ કામ બેટરી નું છે. તો મિત્રો આ ટિપ્સ જરૂર ફોલો કરજો.

બીજું એક કારણ એ પણ છે કે ચાર્જ કરતી સમયે મોબાઈલ ગરમ થાય છે જો તમે તેનો વપરાશ કરો છો તો તે વધારે ગરમ થાય છે જેના લીધે મોબાઈલ ફાટે પણ છે અથવા તો ખરાબ થઈ જાય છે.


તો મિત્રો આશા રાખું છું કે આજની આ જાણકારીથી તમે સંતુષ્ટ થયા હશો. જો આ માહિતી તમને કામ આવે એવી લાગી હોય તો સોશ્યલ મીડિયા પર જઈને અન્ય લોકો સાથે શેયર પણ કરી શકો છો.

  • અમારી અન્ય પોસ્ટ:-

ક્લબહાઉસ એપ શું છે? – તેના વિશે પૂરી જાણકારી

મોબાઇલને કમ્પ્યુટરમાં માઉસ તરીકે કેવી રીતે વાપરવું?

મોબાઇલમાં રિવર્સ ચાર્જિંગ શું હોય છે?

મોબાઇલ હેંગ થવાના કારણો અને તેના ઉપાયો

સેફ મોડ એટલે શુ?