જે લોકો પોતાના કમ્પ્યુટર કે લેપટોપમાં ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે તેમણે પોતાના બ્રાઉઝરમાં નવા ફીચર્સ માટે ક્રોમ એક્સટેન્શનનો ઉપયોગ જરૂર કર્યો હશે.
ગૂગલ ક્રોમમાં ઘણા બધા એક્સટેન્શન છે જેને ક્રોમ બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ કરવાથી તમે વધારાના ફીચર્સ અથવા અલગ-અલગ સુવિધાઓનો લાભ લઈ શકો છો.
આજે આપણે જાણીશું કે 2021માં એવા કયા ક્રોમ એક્સટેન્શન હતા જે ગૂગલ ક્રોમના પણ મનપસંદ છે.
ગૂગલ ક્રોમના મનપસંદ ક્રોમ એક્સટેન્શન 2021
- Loom – તમે આ એક્સટેન્શન દ્વારા સ્ક્રીન કેપ્ચર કરીને તે વિડિયો મોકલી શકો છો અને વિડિયો મેસેજ પણ મોકલી શકો છો, તમારી ટિમને પણ ઉમેરી શકો છો.
- Mote – તમે ખૂબ ઝડપી રીતે વોઇસ મેસેજ અથવા વોઇસ નોટ્સ બનાવીને મોકલી શકો છો.
- Wordtune – તમે ઇંગ્લિશમાં જે લખો છો તેને સરળ અને ક્લિયર રીતે લખવા માટે આ તમને ખૂબ મદદરૂપ રહેશે.
- Forest – આ એક્સટેન્શન તમારી પ્રોડક્ટિવિટી વધારવા માટે ખૂબ ઉપયોગી છે.
- Dark Reader – આ એક્સટેન્શન તમારા લાંબા કામના સમય માટે તમારી આંખને સુરક્ષિત રાખવામાં ખૂબ મદદરૂપ છે.
- Tab Manager Plus – તમારા અલગ-અલગ ટેબને મેનેજ કરવા માટે આ એક્સટેન્શન ખૂબ ઉપયોગી થશે.
- Nimbus Screenshot & Screen Video Recorder – ખૂબ ઝડપથી સ્ક્રીનશોટ અને કન્ટેન્ટને રેકોર્ડ કરવા માટે
- Kami – ખૂબ સરસ ઓનલાઇન શીખવા માટેની જગ્યા જે વિધ્યાર્થી અને શિક્ષકો માટે ઉપયોગી છે.
- Insert Learning – ખૂબ સરળ રીતે નોટ્સ લેવા માટે જેને તમે ગૂગલ ક્લાસરૂમમાં પણ ઈંટીગ્રેટ કરી શકો છો.
- Toucan – ઇન્ટરનેટ પર બ્રાઉઝિંગ કરતાં કરતાં નવી ભાષા શીખવા માટે
- Rememberry – ઇન્ટરનેટ પર બ્રાઉઝિંગ કરતાં કરતાં શબ્દો અથવા શબ્દસમૂહોને અનુવાદ કરવા માટે ઉપયોગી.
- Stylus – તમારી મનપસંદ વેબસાઇટ માટે અલગ-અલગ કસ્ટમ થિમ્સ અને સ્કીન માટે ઉપયોગી એક્સટેન્શન.
- Rakuten – ઓનલાઇન શોપિંગ માટે કેશબેકની શોધખોળ માટેનું એક્સટેન્શન.
મિત્રો આ હતા 2021ના ગૂગલ ક્રોમના મનપસંદ એક્સટેન્શન જેનો ઉપયોગ તમે કમ્પ્યુટર કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર ઉપયોગ કરતી વખતે ઇન્સ્ટોલ કરી શકો છો.
તમારા મિત્રો સાથે આ લિસ્ટ જરૂર શેર કરજો જેથી તેમને પણ આ રસપ્રદ જાણકારી જાણવા મળે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો :