જાણો QR કોડનું ફુલ ફોર્મ

QR કોડનું પૂરું નામ

QR કોડનું ફુલ ફોર્મ શું છે?

QR કોડનું પૂરું નામ “Quick Response code (ક્વિક રિસ્પોન્સ કોડ)” છે.

QR કોડ વિશે અન્ય જાણકારી

  • QR કોડની શરૂઆત 1994માં થઈ હતી, સૌપ્રથમ 1994માં મેટ્રિક્સ બારકોડને જાપાનની એક “Denso Wave” કંપનીમાં જે વાહનની બનાવટ થતી હતી તેમાં તેના ભાગોને સ્કેન કરવા માટે આ કોડની શરૂઆત થઈ હતી.
  • QR કોડને જ્યારે તમે સ્કેન કરો છો ત્યારે તે QR કોડમાં એક લિન્ક છુપાયેલી હોય છે જેના દ્વારા તેમાં રહેલા કન્ટેન્ટને તમે QR કોડ રીડર દ્વારા એક્સેસ કરી શકો છો, તમે કોઈ પણ QR કોડને Android ફોનમાં “Google Lens” એપમાં સ્કેન કરી શકો છો અને આઇફોનના કેમેરા દ્વારા પણ તમે QR કોડ સ્કેન કરી શકો છો.
  • QR કોડમાં માત્ર તમને કાળા અને સફેદ કલરના પિક્સેલ જોવા મળે છે, આ પિક્સેલ એક પેટર્નમાં ગોઠવાયેલા હોય છે, જો તમારે તેના પૂરા પેટર્ન વિશે જાણવું હોય તો અમે આ વિશે એક પોસ્ટ લખી છે: QR કોડ વિશે માહિતી
  • એક QR કોડને બનાવવું ખૂબ સહેલું છે, બસ તમારે કોઈ QR કોડ બનાવનાર વેબસાઇટ કે એપમાં જવાનું અને તેમાં સરળ ઓપ્શન મળે છે તે પ્રમાણે QR કોડનો ફોટો તે એપ કે વેબસાઇટમાંથી ડાઉનલોડ કરવાનો અને તમે તેને પ્રિન્ટ કરશો એટલે તમારો QR કોડને લોકો સ્કેન કરી શકશે.
  • શું તમને ખબર છે કે જો QR કોડમાં થોડું ડેમેજ થયું હોય તો પણ તેમાં રહેલી જાણકારીને સ્કેન કરીને મેળવી શકાય છે.
  • શું મિત્રો તમને ખબર છે કે તમે QR કોડમાં રહેલા કલરને પણ બદલી શકો છો, જેમ કે તેના પિક્સેલ કલર, તેનું બૅકગ્રાઉન્ડ કલર વગેરે.
  • QR કોડમાં તમે QR કોડની વચ્ચે બ્રાન્ડનો લોગો પણ લગાવી શકો છો.
  • QR કોડમાં ગૂગલ મેપ પણ લિન્ક કરી શકાય છે, જેના દ્વારા જો કોઈ મોટું ઈવેન્ટ કે વગેરે જગ્યાનો એડ્રેસ આપવો હોય તો ગૂગલ મેપ અટેચ કરીને QR કોડને બધા સાથે શેર કરી શકાય છે.
  • QR કોડમાં એપ્લિકેશન ડાઉનલોડ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, મોબાઇલ પેમેન્ટ વગેરે ફીચર ઉપયોગમાં લઈ શકાય છે.

મિત્રો આશા છે કે તમને આજે QR કોડ વિશે ઘણું બધુ જાણવા મળ્યું હશે, અમે મળીશું તમને નવા ટોપિક સાથે ત્યાં સુધી તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: