જાણો shaadi.com વિશે રોચક જાણકારી

આજના સમયમાં બધુ જ ડિજિટલ થઈ રહ્યું છે, મોબાઇલમાં ઇન્ટરનેટ ચાલુ કરતાં જ આપણે ડિજિટલ દુનિયામાં પહોચી જઈએ છીએ.

હવે તો લોકો ઇન્ટરનેટ પર જ પોતાના જીવનસાથીને શોધતા હોય છે અને તેમની સાથે લગ્ન પણ કરતાં હોય છે.

અત્યારે ઇન્ટરનેટ પર ઘણી બધી ડેટિંગ વેબસાઇટ અને પોતાનો લાઈફ પાર્ટનર શોધી આપે તેવી ઘણી વેબસાઇટ છે જેમાં એક ભારતની લોકપ્રિય વેબસાઇટ છે જેનું નામ છે શાદી ડોટ કોમ (Shaadi.com).

આજે આપણે shaadi.com વિશે ઘણી રસપ્રદ જાણકારી જાણવાના છીએ જેમાં તમને પણ કઈક નવું જાણવા મળશે.

shaadi.com વિશે રસપ્રદ જાણકારી

જાણો shaadi.com વિશે રોચક જાણકારી

 • shaadi.com એક ઇન્ટરનેટ વેબસાઇટ છે જે તમને ઓનલાઇન જીવનસાથી શોધવામાં મદદ કરે છે. તમે shaadi.com ની વેબસાઇટ અથવા મોબાઇલ એપ દ્વારા એકાઉન્ટ બનાવીને પોતાનો લાઈફ પાર્ટનર શોધી શકો છો.
 • Shaadi.com પર તમારે પોતાના વિશે માહિતી આપવાની હોય છે જેમ કે તમારું “ભણતર, તમે શું કામ કરો છો, તમારી અટક, તમારી જાતિ, તમે શાકાહારી છો કે માંસાહારી” જેવી વગેરે વ્યક્તિગત માહિતી ઉમેરવાની હોય છે અને તમારી એક પ્રોફાઇલ બને છે અને તે પ્રોફાઇલના આધારે બીજા વ્યક્તિઓ તમારી પસંદગી કરી શકે અને તમે બીજા પ્રોફાઇલની પણ પસંદગી કરી શકો.
 • Shaadi.com ની શરૂઆત 1997માં થઈ હતી, shaadi.com ની શરૂઆત કરનાર “અનુપમ મિત્તલ” નું કહેવું છે કે “અમે shaadi.com ની શરૂઆત એ વખતે કરી હતી કે જ્યારે ભારતમાં ઇન્ટરનેટ જ એટલું ન હતું.”
 • Shaadi.com નો આઇડિયા અનુપમ મિત્તલને પોતાના પિતાના ઓફિસ પર આવ્યો હતો, ત્યાં એક પંડિત આવ્યા હતા જે અનુપમ માટે છોકરીઓની લિસ્ટ લઈને આવ્યા હતા અને અનુપમને તે વખતે લગ્ન ન કરવું હતું તેથી અનુપમએ પંડિત જીને કહ્યું કે તમે આ છોકરીઓનું લિસ્ટ ઇન્ટરનેટ પર કેમ નથી મુક્તા, આ વાત પરથી shaadi.com નો આઇડિયા અનુપમ મિત્તલને આવ્યો હતો.
 • Shaadi.com ની પહેલા અનુપમ મિત્તલએ ઘણા કામો કર્યા હતા અને અમેરીકામાં પણ નોકરી કરી હતી, શરૂઆતમાં તેમણે sagaai.com નામ રાખ્યું હતું પણ એક સારું બ્રાન્ડ નામ માટે તેમણે 25 લાખ રૂપિયામાં shaadi.com ડોમેન નેમ ખરીધ્યું હતું.
 • શરૂઆતમાં ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો હોવાથી shaadi.com ને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો પણ ધીમે ધીમે તેમની વેબસાઇટ વધારે લોકો દ્વારા ઉપયોગ થવા માંડી હતી. 2008માં shaadi.com એશિયાના લોકો માટે દુનિયાની સર્વોત્તમ મેટ્રીમોનિયલ (Matrimonial) વેબસાઇટ બની ગઈ હતી.
 • મેટ્રિમોનિયલ વેબસાઇટ એટલે એવી વેબસાઇટ જે લગ્ન અને ડેટિંગ માટે ઉપયોગ થાય છે. 2011 માં shaadi.com પાસે 20 મિલ્યન જેટલા યુઝર હતા. હાલ 35 મિલ્યનથી પણ વધારે પ્રોફાઇલ છે.
 • ઓનલાઇન વેબસાઇટની સાથે shaadi.com ના 100 થી પણ વધારે જેટલા લગ્ન માટેના સેન્ટર છે જ્યાં લગ્નને લગતી સેવાઓ આપવામાં આવે છે, પ્રથમ સેન્ટર તેમણે 2004 મુંબઈમાં ખોલ્યું હતું.
 • 2009માં shaadi.com એ Star Plus સાથે મળીને ભારતનો પહેલો લગ્ન આધારિત રિઆલિટી ટેલિવિઝન શો પણ બનાવ્યો હતો.
 • 2012માં shaadi.com એ “Angry Brides” નામની એક ફેસબુક ગેમ પણ બનાવી હતી જે દહેજને લગતી સમસ્યાઓ પ્રત્યે જાગરુકતા ફેલાવવા માટેનો પ્રયાસ છે.
 • shaadi.com એ ઘણા એવા કેમ્પેન ચલાવ્યા છે જેના દ્વારા સમાજમાં લગ્નને લગતા સારા સકારાત્મક સંદેશા પહોચે તે માટેના ઘણા પ્રયાસો કરેલા છે.
 • આ ઉપરાંત shaadi.com ને ઘણા ઍવોર્ડ પણ મળી ચૂક્યા છે જેમ કે 2007માં Business Today દ્વારા ભારતના ટોપ 10 બેસ્ટ માર્કેટરમાથી એક એવો એવોર્ડ, તેમની ગેમ માટે પણ એવોર્ડ મળી ચૂક્યા છે.
આશા છે કે આજની આ shaadi.com વિશે તમને ઘણી જાણકારી જાણવા મળી હશે, તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેમણે પણ કઈક નવું જાણવા મળશે.