જીઓ ₹ 1 રૂપિયાનો રિચાર્જ પ્લાન કેમ આપી રહી છે? જાણો કારણ.!!

જીઓ 1 રૂપિયાનો રિચાર્જ પ્લાન કેમ આપી રહી છે?

મિત્રો તમને બધાને ખબર છે કે હમણાં જીઓ, એરટેલ જેવી વગેરે ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાનના ભાવમાં 25% જેટલા ભાવ વધારા કર્યા છે.

જે લોકો મોંઘા રિચાર્જ પ્લાન નથી ખરીદી શકતા તેમણે ઘણી તકલીફ પડતી હોય છે તેને કારણે જીઓ હવે 1 રૂપિયાનો રિચાર્જ પ્લાન લઈને આવ્યો છે.

આ 1 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં તમને 30 દિવસની વેલિડિટી અને 100 MB ઇન્ટરનેટ ડેટા મળે છે, બાકી તમને કોલિંગ અને SMS ની સુવિધા નથી મળતી, બસ 100 MB ડેટા જે 30 દિવસ સુધી ચાલશે.

100 MB ડેટા પૂરો થશે એટલે તમારી ઇન્ટરનેટ સ્પીડ 64 Kbps જેટલી થઈ જશે.

આ પ્લાન તમને My Jio એપમાં રિચાર્જ પ્લાનમાં Value સેક્શનમાં જોવા મળશે. વેબસાઇટ પર આ પ્લાન જોવા નહીં મળે.

હવે Jio લાવ્યું 1 રૂપિયાનુ રિચાર્જ પ્લાન..!!#Jio #Telecom pic.twitter.com/I6C1WQWP4J

— Rushi Patel (@rushi_patel_123) December 15, 2021

હાલમાં જીઓ એવી પ્રથમ કંપની છે આપણાં દેશમાં જેનો આટલો સસ્તો 1 રૂપિયા વાળો પ્રિપેડ પ્લાન છે.

આ પ્લાન લાવવા પાછળનું એક કારણ દેખાય છે કે લોકો હવે પોતાના મોબાઇલ નંબર જીઓમાથી બીજા કોઈ સિમમાં પોર્ટ ન કરાવી લે એ માટે હોય શકે છે, કારણ કે હવે બધે ભાવ મોંઘો જ છે તો લોકો હવે સારી ઇન્ટરનેટ સ્પીડ જોઈને સિમ પસંદ કરતાં હોય છે.

ઘણા યુઝર BSNL તરફ પણ જતાં હોય છે, લોકો જીઓ છોડીને બીજા કોઈ ટેલિકોમ કંપનીમાં પોતાનો નંબર પોર્ટ ન કરાવે એ માટે જીઓએ હવે આ પ્લાન લોન્ચ કર્યું હશે.

1 રૂપિયાનો પ્લાન તમે 10 વખત કરાવશો તો તમને 1 GB ડેટા મળશે, હવે તમે તમારી જરૂરિયાત પ્રમાણે ઇન્ટરનેટ ડેટાને ખરીદી શકો છો.

જીઓ પોતાના ગ્રાહકોનું હમેશા વિચારતી હોય છે અને ભારતમાં મોટા ભાગના યુઝર મોંઘા ઇન્ટરનેટને ખરીદી નથી શકતા એ જીઓને ખૂબ સારી રીતે ખબર છે.

આ કારણને લીધે કદાચ જીઓ આ સસ્તું પ્લાન લઈને આવી હશે, તમારા શું વિચારો છે એ જરૂર નીચે કમેંટમાં જણાવજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો :