જીમેલમાં આવતા વગર કામના ઈમેલને બ્લોક કેવી રીતે કરવું?

મિત્રો આપણાં બધા પાસે જીમેલ આઈડી ઉપલબ્ધ છે જેના કારણે આપણે ગૂગલની અલગ-અલગ સર્વિસનો ઉપયોગ કરીએ શકીએ છીએ, ઘણી વખત આપણાં જીમેલ આઈડી પર વગર કામના ઈમેલ આવતા હોય છે.

તમને ઓફર કે સ્પેમ વગેરે જેવા ઈમેલ આવતા હશે પણ આજે આપણે જાણીશું કે તમે કઈ રીતે તે વગર કામના ઈમેલને બ્લોક કરી શકો છો જેથી તમને તે ઈમેલ એડ્રેસ પરથી બીજા ઈમેલ નહીં આવે.

તમે જો એક ઈમેલને બ્લોક કરશો એ જેમને ઈમેલ મોકલ્યો હશે તેનું ઈમેલ એડ્રેસ બ્લોક થઈ જશે અને તમને તે ઈમેલ એડ્રેસ પરથી ફરી ઈમેલ નહીં મળે.

ઈમેલ બ્લોક કરવાની રીત

ઈમેલને બ્લોક કરવાની સરળ રીત:

આ રીત Android સ્માર્ટફોનને ધ્યાનમાં રાખીને જણાવવામાં આવી છે.

Gmail એપ ખોલો
  • સૌપ્રથમ Gmail એપ ખોલો.


કોઈ પણ ઈમેલ ખોલો

  • હવે કોઈ પણ ઈમેલ ખોલો જેને તમારે બ્લોક કરવાનો છે.


ઈમેલ ખોલીને 3 ટપકા પર ક્લિક કરો

  • હવે ત્રણ ટપકા પર ક્લિક કરો.


ઈમેલને બ્લોક કરો

  • હવે Block પર ક્લિક કરો.


આ સિમ્પલ અને સરળ રીત દ્વારા તમે કોઈ પણ ઈમેલ એડ્રેસને બ્લોક કરી શકો છો અને ઈમેલ એડ્રેસ બ્લોક કરવાથી ઈમેલ પણ બ્લોક થઈ જશે.

આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે, તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો, ખૂબ આભાર..!!

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: