જીમેલમાં Spam શું છે?

જીમેલમાં Spam શું છે?

મિત્રો કમ્યુનિકેશન માટે ઈમેલ ખૂબ સરળ રીત છે જેના દ્વારા તમે કોઈ પણ કંપનીઓ અથવા પ્રોફેશનલ વ્યક્તિઓનો સંપર્ક કરી શકો છો.

ઈમેલ માટે આપણે Gmail નો ઉપયોગ કરીએ છીએ જે ગૂગલની સર્વિસ છે અને આપણાં જે પણ ઈમેલ હોય છે તે મોટા ભાગે આપણે Gmail દ્વારા મોકલતા અથવા લેતા હોઈએ છીએ.

જીમેલમાં તમે એક Spam સેક્શન જરૂર જોયું હશે, તેને Spam ફોલ્ડર પણ કહેવાય છે.

આ એક એવું સેક્શન હોય છે જ્યાં એવા ઈમેલને રાખવામાં આવે છે જે શંકાસ્પ્રદ છે, જીમેલના સિસ્ટમને એવા ઈમેલ અસુરક્ષિત લાગે, એવા ઈમેલ જેનાથી યુઝરને કોઈ નુકસાન થાય, તો આવા ઈમેલને સ્પેમ સેક્શનમાં ખસેડવામાં આવે છે.

જો કોઈ ઈમેલમાં ખતરનાક વાઇરસવાળી ફાઈલો, લિન્ક, બનાવટી વસ્તુઓ વગેરે હોય તો આવા ઈમેલ સ્પેમ ફોલ્ડરમાં ખસેડાય છે.

સ્પેમ ફોલ્ડર દ્વારા યુઝરને ખબર પડી જાય છે કે આ ઈમેલ વગર કામના છે અને તેને તરત ડિલીટ કરવા જોઈએ.

જીમેલના સ્પેમ લેબલનું આ જ કામ છે કે યુઝરને વગર કામના ઈમેલથી બચાવવું.

આશા છે કે આજની આ શોર્ટ પોસ્ટમાં તમને જીમેલમાં આવતા Spam સેક્શન વિશે બરાબર રીતે જાણવા મળ્યું હશે, અમે લાંબી પોસ્ટની સાથે આવી શોર્ટ પોસ્ટ પણ તમારા માટે લાવતા રહીશું.

અન્ય પોસ્ટ પણ વાંચો: