આજના સમયમાં ઘણા લોકોને ખબર નથી હોતી કે મોબાઇલ કે કમ્પ્યુટરમાં જીમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતે બદલવો? આજે આપણે આના વિશે પૂરી માહિતી સ્ટેપ પ્રમાણે જાણીશું.
અત્યારના સમયમાં 70 થી 75 ટકા સ્માર્ટફોનમા ગૂગલનું Android ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે કારણ કે Android ઓપરેટિંગ સિસ્ટમનું માર્કેટ શેર ખૂબ મોટું છે. જે ફોનમાં Android નું ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેમાં ગૂગલની બધી જ સર્વિસ ઉપલબ્ધ હોય છે જેમ કે જીમેલ, યૂટ્યૂબ, ક્રોમ બ્રાઉજર, ગૂગલ ડ્રાઇવ વગેરે.
જે લોકોના Android ફોનમાં ઇન્ટરનેટ વપરાય છે તેમના ફોનમાં એક જીમેલ આઈડી તો હોય જ છે કારણ કે તે જીમેલ આઈડી દ્વારા ગૂગલની બધી સર્વિસ સહેલાઇથી વપરાય છે.કોઈ દિવસ આપની આ જીમેલ આઈડી હેક થઈ જાય તો આપણી બધી જ પર્સનલ જાણકારી બીજા પાસે પહોચી શકે છે.
તમારે તમારી જીમેલ આઇડીનો પાસવર્ડ સમયસર બદલવો જોઈએ કારણ કે જો તમારો પાસવર્ડ કોઈને ખબર પડી ગયો પણ જો તમે સમયસર પાસવર્ડ બદલતા રહો તો તમારી જીમેલ આઈડી હેક થતાં બચી શકે છે. તમારે 2 થી 3 મહિના વચ્ચે એક વખત જીમેલ આઈડીનો પાસવર્ડ બદલવો જોઈએ અને એક નવો મજબૂત પાસવર્ડ રાખવો જોઈએ.
હવે આપણે જાણીએ કે મોબાઇલ અને કમ્પ્યુટરમાં જીમેલ આઈડીનો પાસવર્ડ કઈ રીતે બદલી શકાય.
જીમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતે બદલાય?
જીમેલ આઈડીનો પાસવર્ડ બદલવાનું કામ 2 મિનિટનું છે ખાલી તમને આવડવું જોઈએ અને હું તમને બતાવીશ.
સૌપ્રથમ હું કમ્પ્યુટર વિશે વાત કરીશ અને પછી મોબાઇલ વિશે બતાવીશ.
કમ્પ્યુટરમાં જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલાય?
તમારે સૌથી પહેલા તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં બ્રાઉજર ખોલવાની જરૂર છે અને તમે કોઈ પણ બ્રાઉજર ખોલી શકો જેમ કે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ બ્રાઉજર, માઇક્રોસોફ્ટ એજ વગેરે.
- તમારે બ્રાઉજરના URL માં www.google.com લખવાનું છે.
- ત્યાર બાદ તમને જમણી બાજુ એક ખૂણામાં આઇકોન દેખાશે તેના પર ક્લિક કરવું અને ત્યાર બાદ ManageYour Google Account પર ક્લિક કરવું.
સૂચના: જો તમે Sign in નહી કર્યું હોય તો તમને Sign in નું બટન દેખાશે અને તે દબાવીને Email id અને પાસવર્ડ નાખીને Sign in કરી લેવું.
- ત્યાર બાદ તમને ડાબી બાજુ Home ના બટનની નીચે Personal Info પર ક્લિક કરીને વચ્ચે Profile વાળા સેક્શનમાં છેલ્લે Password વાળા બટન પર ક્લિક કરવાનું રહેશે.
- તમારે હવે તમારો અત્યારનો પાસવર્ડ નાખવાનો અને પછી નીચે Next બટન દબાવવુ.
- હવે તમારે એક નવો મજબૂત પાસવર્ડ બનાવવાનો છે અને અને બંને જગ્યાએ લખીને Change Password પર ક્લિક કરવાનું છે.
હવે તમારો પાસવર્ડ બદલાઈ જશે અને જો કોઈ તકલીફ હશે તો તમને બતાવશે.
હવે આપણે મોબાઇલ વિશે વાત કરીએ.
ઈમેલ એટલે શું? ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?
મોબાઇલમાં જીમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતે બદલી શકાય?
મે તમને ઉપર કમ્પ્યુટરમાં સ્ક્રીનશૉટ સાથે સ્ટેપ બતાવ્યા તે જોઈને તમે મોબાઇલમાં પાસવર્ડ બદલી શકો. પણ જો તમને ઉપર બતાવ્યા મુજબ સ્ટેપ મોબાઇલમાં ન ફાવે તો આ સ્ટેપ તમારે ફોલો કરવાના રહેશે.
- તમારા મોબાઇલમાં Gmail એપ ખોલો.
- તેના જમણી બાજુ ઉપર ખૂણામાં તમને જીમેલ આઈડીનું તમને ચિત્ર (આઇકન) દેખાશે તેના પર ક્લિક કરવું.
- ત્યાર બાદ Manage Your Google Account પર ક્લિક કરવું.
- ત્યાર બાદ તમારે Home બટનની જમણી બાજુમાં Personal Info પર ક્લિક કરવું.
- Personal Info ની નીચે તમને એક Profile નું સેક્શન દેખાશે અને તેમાં નીચે Password પણ દેખાશે. તમારે Password પર ક્લિક કરવું.
- ત્યાર બાદ તમારે અત્યારનો ચાલુ પાસવર્ડ લખીને Next દબાવવું.
- હવે તમારે નવો પાસવર્ડ બનાવીને બંને બોક્સમાં લખીને Change Password પર ક્લિક કરવું.
હવે તમારો પાસવર્ડ મોબાઇલમાં પણ બદલાઈ જશે.
જીમેલ આઈડીનો પાસવર્ડ બદલ્યા બાદ શું પ્રોબ્લેમ આવશે?
તમે જીમેલ આઈડીનો પાસવર્ડ બદલી નાખ્યો હશે તો તમારા જેટલા પણ ડિવાઇસમાં તમારું એ જીમેલ આઈડી Sign in હશે તો તે Sign Out થઈ જશે. પછી તમારે ફરીથી બધા ડિવાઇસમાં Sign in કરવું પડશે.
Sign in કરતી વખતે જો તમારા એ જીમેલ આઈડીમાં Two Step Verification ચાલુ હશે તો તમારા નંબર પર એક OTP આવશે અને એ OTP તમારે લખવો પડશે.
હવે તમને કોઈ તકલીફ પડતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવો જેથી હું તમારી મદદ કરી શકું.
મને આશા છે કે જીમેલ આઈડીનો પાસવર્ડ કઈ રીતે બદલાય? તેના વિશે તમને પૂરી માહિતી મળી હશે.