જો તમને લાગે છે કે ફેસબુક હવે આગળ નહીં વધે તો તમે ખોટા છો! ચાલો જાણીએ કેમ?

2022નું વર્ષ મેટા કંપની માટે ઘણું ખરાબ રહ્યું હતું જેની અંદર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે.

અત્યારે ઘણા મિત્રોને એવું લાગે છે કે ફેસબુકનો ઉપયોગ ઘટી ગયો છે અને તેનું ભવિષ્ય હવે જોખમમાં છે પણ જો તમે હાલનો ડેટા જોશો તો તમને ઘણું આશ્ચર્ય થશે.

Facebook Meta

Appfigures વેબસાઇટના ડેટા મુજબ 2022માં જે એપ સૌથી વધારે ડાઉનલોડ થઈ હતી તેમાં ફેસબુક એપ પણ હતી. 2022માં ફેસબુક એપના 50 કરોડ ડાઉનલોડ થયા છે.

લોકોએ 2022માં ફેસબુકને ખૂબ ડાઉનલોડ કરી છે.

સૌથી વધારે ફેસબુક એપ ભારતમાં ડાઉનલોડ થઈ છે જેમાં 13 કરોડથી પણ વધારે વખત તે ભારતમાંથી 2022માં ડાઉનલોડ થઈ ચૂકી છે અને એ પણ મોટા ભાગે ગૂગલ પ્લે પરથી.

Facebook Downloads Data by AppFigures

ફેસબુક એપને 2022માં સૌથી વધારે ભારત, ઇન્ડોનેશિયા, અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો વગેરે દેશોમાં ડાઉનલોડ કરવામાં આવી છે.

હાલમાં 2023ની વાત કરીએ તો ફેસબુકની પેરેંટ કંપની મેટાના સ્ટોકનો ભાવ પણ ધીમે-ધીમે વધી રહ્યો છે.

આશા છે કે ફેસબુક વિશે આ જાણકારી તમને ઉપયોગી થશે અને તમને પણ જાણવા મળ્યું હશે કે ફેસબુક હજુ પણ આગળ જ વધી રહ્યું છે.

તમારો ખૂબ ધન્યવાદ.

આવી જ ઉપયોગી પોસ્ટ મેળવવા માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અથવા તમે અમને 7600940342 વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો છો જ્યાં અમે તમને ગ્રુપની લિન્ક મોકલી દઇશું.

અમારી અન્ય પોસ્ટ: