ટિક ટોક (Tik Tok) એવું વિડિયો પ્લૅટફૉર્મ છે જેને મોટા-મોટા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ, સ્નેપચેટ વગેરેને હલાવી દીધું છે.
જ્યારે 60 સેકન્ડના ઊભા વિડિયોની વાત આવે ત્યારે ટિક ટોકનું નામ કેમ ભૂલાય? હાલ ભારતમાં ટિક ટોક પર પ્રતિબંધ છે.
વિશ્વ લેવલ પર તમે જોશો તો ટિક ટોક ખૂબ લોકપ્રિય પ્લૅટફૉર્મ બની રહ્યું છે, આજે આપણે આ ટિક ટોક વિશે ઘણી રસપ્રદ જાણકારી જાણવાના છીએ.
ટિક ટોક વિશે રસપ્રદ જાણકારી
- સૌપ્રથમ તમને જણાવી દઈએ કે ટિક ટોક (Tik Tok) એક મોબાઇલ એપ છે જેમાં 60 સેકન્ડના ઊભા વિડિયો એક-પછી-એક સ્ક્રોલ કરીને આંગળી ફેરવતા જ જોઈ શકાય છે.
- ટિક ટોક પૂરી દુનિયામાં 2020 અને 2021ના સમયગાળામાં સૌથી વધારે ડાઉનલોડ થવા વાળી એપ છે.
- 2021માં ટિક ટોક 656 મિલ્યન વખત ડાઉનલોડ થઈ હતી અને ઇન્સ્ટાગ્રામ તે વખતે બીજા નંબરે 545 મિલ્યન વખત ડાઉનલોડ થઈ હતી.
- ટિક ટોક ચીન દેશનું પ્લૅટફૉર્મ છે, સૌથી પહેલા તે 2016માં લોન્ચ થયું હતું, ટિક ટોકને ચીનમાં “Douyin (ડૂઈન)” તરીકે ઓળખવામાં આવે છે.
- 2017માં આ ડૂઈન પ્લૅટફૉર્મ “ટિક ટોક” બનીને બીજા દેશોમાં પણ લોન્ચ થયું હતું.
- ટિક ટોકનો સૌથી વધારે ઉપયોગ યુવાઓ કરે છે જેમની ઉંમર લગભગ 16 થી 24 વર્ષ સુધીની છે, તેઓ આ પ્લૅટફૉર્મ પર વિડિયો પણ બનાવે છે અને વિડિયો જોવે પણ છે.
- પહેલા Musical.ly નામની એપ હતી જે 2014માં લોન્ચ થઈ હતી અને તેમાં લોકો શોર્ટ વિડિયો અપલોડ કરતાં હતા પણ પછી આ એપ ટિક ટોક સાથે મર્જ થઈને 2017માં પૂરી વિશ્વ સ્તરે લોન્ચ થઈ.
- 2017માં ટિક ટોકના સ્થાપકોએ આ Musical.ly ને 1 અબજ ડોલરમાં ખરીદ્યું હતું, પછી 2018માં Tik Tok ના યુઝર અને Musical.ly ના યુઝરના એકાઉન્ટ એક જ પ્લૅટફૉર્મમાં મર્જ કરવામાં આવ્યા હતા.
- શું તમને ખબર છે કે ટિક ટોક એપ ચીન દેશ સિવાય બીજા બધા જ દેશો માટે ઉપલબ્ધ છે પણ ચીનમાં ટિક ટોકનું જ વર્ઝન “ડૂઈન (Douyin)” ઉપયોગ કરવામાં આવે છે.
- 2019માં ટિક ટોક દ્વારા તેમના પ્લૅટફૉર્મમાં એવી ઘણી જાહેરાતો કરવામાં આવી હતી કે યુઝર એપમાં વિડિયો જ ન જોયા કરે, સાથે પાણી પણ પીવે, પેટપુજા પણ કરે અને થોડો બ્રેક પણ લે જેથી તેમનું સ્વસ્થ્ય જળવાયુ રહે.
- ભારતમાં ટિક ટોક 611 મિલ્યન કે તેનાથી વધારે વખત ડાઉનલોડ થયું હતું જે પૂરી દુનિયામાં ટિક ટોક ડાઉનલોડ થવાની સંખ્યાનો 30% ભાગ હતો, આ ડેટા 2020 નો છે.
- જૂન 29, 2020માં ટિક ટોક પ્લૅટફૉર્મને ભારતમાંથી બેન કરવામાં આવ્યું હતું.
- ઘણી રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે ટિક ટોક પર આવતા વિડિયો વારંવાર જોવાથી માણસની એક જ જગ્યા પર ધ્યાન લગાવવાની શક્તિ ઓછી થઇ જાય છે, તે વધારે એકાગ્ર નથી રહી શકતો.
- અમુક વેબસાઇટના ડેટા મુજબ 2019માં ટિક ટોક પર લોકો દરરોજ આશરે 52 મિનિટ જેટલો સમય પસાર કરતાં હતા.
- શું મિત્રો તમને ખબર છે કે ટિક ટોકની કિંમત 2021માં 75 અબજ ડોલર સુધી પહોચી ગઈ છે.
- શું તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામમાં રિલ્સ ફીચર અને યૂટ્યૂબમાં શોર્ટ્સ ફીચર આવવાનું કારણ ટિક ટોક વિડિયોની વધતી જતી લોકપ્રિયતા છે.
તો મિત્રો આશા છે કે આજે Tik Tok વિશે ઘણું નવું-નવું જાણવા મળ્યું હશે, અમે મળીશું તમારી સાથે નવી પોસ્ટમાં ત્યાં સુધી તમારો ખૂબ આભાર.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: