ટેલિગ્રામની મદદથી નંબર સેવ કર્યા વગર કોઈને વોટ્સએપ મેસેજ કેવી રીતે કરવો?

મિત્રો ઘણી વખત તમારે ઘણા અજાણ્યા વ્યક્તિને વોટ્સએપ પર મેસેજ કરવાની જરૂર પડે છે, ઉદાહરણ તરીકે તમે કોઈ ઝેરોક્ષ મશીનની દુકાન પર ડોકયુમેંટ પ્રિન્ટ કરવા માટે ગયા અને દુકાનદારે તમને જણાવ્યુ કે એ ડોકયુમેંટ મારા વોટ્સએપ નંબર પર મોકલો એટલે અમે ડાઇરેક્ટ કમ્પ્યુટરથી પ્રિન્ટ કરી દઇશું,

આવી રીતે તમારે તે નંબર પર મેસેજ કરવાની જરૂર પડે છે અને તમારે તે દુકાનદારનો વોટ્સએપ નંબર સેવ નથી કરવાનો હોતો કારણ કે તે દુકાનદાર વ્યક્તિ તમારા માટે અજાણ્યા છે

તો આવી પરિસ્થિતીમાં તમારે એવી ટેક્નિકની જરૂર પડે છે કે તમે તેમનો વોટ્સએપ નંબર સેવ કર્યા વગર તેમણે ડાઇરેક્ટ વોટ્સએપ પર ડોકયુમેંટ મોકલી શકો

તો આજે અમે તમારા માટે એવી રીત લાવ્યા છે કે તમે ટેલિગ્રામ બોટની મદદથી કોઈ પણ વોટ્સએપ નંબરને સેવ કર્યા વગર તેમાં મેસેજ મોકલી શકશો તો ચાલો જાણીએ.

Send WhatsApp Message Without Saving Mobile Number Using Telegram Bot

મોબાઇલ નંબર સેવ કર્યા વગર ટેલિગ્રામની મદદથી કોઈ વ્યક્તિને વોટ્સએપ મેસેજ કેવી રીતે મોકલવો?

મિત્રો સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં ટેલિગ્રામ એપ ઇન્સ્ટોલ હોવી જોઈએ અને આજે આપણે એક ટેલિગ્રામ બોટની મદદ લઈશું એટલે તમારું કામ સરળ થશે.

Search Telegram Bot

  • હવે તમે ટેલિગ્રામમાં સર્ચ બટન પર ક્લિક કરીને “open in WhatsApp” સર્ચ કરો અને ઉપર ફોટામાં બતાવ્યા પ્રમાણેના બોટ પર ક્લિક કરો.

 Start or Restart Telegram bot

  • હવે તમે નીચે આપેલા “Start” અથવા “Restart” બટન પર ક્લિક કરો એટલે બોટ ચાલુ થઈ જશે.

 Open in WhatsApp

  • હવે તમે આપણાં ભારત દેશના કોડ (91) સાથે વોટ્સએપ નંબર લખીને મોકલો, ઉદાહરણ તરીકે 917600940342 જેમાં તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે, આ નંબર મોકલ્યા પછી સામેથી એક લિન્ક આવશે તો તેના પર ક્લિક કરો અને તેને OPEN કરો.

 Techzword WhatsApp Chat Window

  • હવે વોટ્સએપની એપ ખુલશે અને તેમાં તે વોટ્સએપ નંબરની ચેટ વિન્ડો ખૂલી જશે અને તમે તે વોટ્સએપ નંબર પર મેસેજ મોકલી શકો છો.

મિત્રો આશા છે કે આ રીત તમને ખૂબ ઉપયોગી થશે, અમે આ જ સમસ્યા પર બીજી પોસ્ટ પણ લખી છે જેમાં અલગ રીત બતાવેલી છે પણ તે પણ તમે નીચેથી વાંચી શકો છો.

ખૂબ આભાર.