અત્યારે વોટ્સએપને કોઈ ટક્કર આપે એવી કોઈ એપ હોય તો તેનું નામ ટેલિગ્રામ (Telegram) એપ છે. ટેલિગ્રામ એપ ખૂબ જ સ્માર્ટ ઇંસ્ટંટ મેસેંજિંગ એપ છે જેમાં આપણને ઘણા એવા ફીચર જોવા મળે છે જે આપણને બીજી કોઈ મેસેંજિંગ એપમાં જોવા નથી મળતા.
અત્યાર સુધી બધા જ લોકોને ખબર છે કે આપણે ટેલિગ્રામ એપનો ઉપયોગ એક બીજાને મેસેજ કરવા માટે કરી શકીએ છે પણ તેના સિવાય ટેલિગ્રામનો બીજો શું-શું ઉપયોગ થઈ શકે છે તેના વિશે આજે આપણે જાણીશું.
ટેલિગ્રામના વિવિધ ઉપયોગ
તો ચાલો આપણે ટેલિગ્રામના વિવિધ અલગ-અલગ ઉપયોગ વિશે જાણીએ.
મેસેંજિંગ માટે
સામાન્ય રીતે તમે ટેલિગ્રામનો ઉપયોગ એક-બીજા વ્યક્તિને મેસેજ કરવા માટે કરી શકો છો અને આ ટેલિગ્રામમાં સામાન્ય છે જે બધા જ લોકોને ખબર હોય છે.
ક્લાઉડ સ્ટોરેજ તરીકે
મિત્રો તમે ટેલિગ્રામનો ઉપયોગ ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મની જેમ પણ કરી શકો છો.
ઉદાહરણ તરીકે તમે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ જરૂર કરતાં હશો અને તેમાં તમે અલગ-અલગ પ્રકારની ફાઈલો કે ડેટા જરૂર સ્ટોર કરતાં હશો તો તમે ટેલિગ્રામને પણ ગૂગલ ડ્રાઇવની જેમ ઉપયોગ કરી શકો છો.
તમે ટેલિગ્રામમાં એક પ્રાઇવેટ ચેનલ બનાવીને પોતાના અલગ-અલગ ડેટા સ્ટોર કરી શકો છો અને આ ફાઈલોની તમને જ્યારે જરૂર પડે ત્યારે તમે ટેલિગ્રામને બીજા ડિવાઇસમાં લૉગ ઇન કરીને તે ડેટાને એક્સેસ કરી શકો છો.
તમે જ્યારે પોતાના ટેલિગ્રામ અકાઉંટને કોઈ પણ ડિવાઇસમાં જેમ કે કમ્પ્યુટર, ટેબલેટ વગેરેમાં લૉગ ઇન કરશો તો તમને તમારો અપલોડ કરેલો ડેટા તમારી પ્રાઇવેટ ચેનલમાં જોવા મળશે. તો આવી રીતે તમે ટેલિગ્રામનો ઉપયોગ એક ક્લાઉડ સ્ટોરેજની જેમ ઉપયોગ કરી શકો છો.
આ પોસ્ટ પણ જરૂર વાંચો: શું ટેલિગ્રામને ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મની જેમ ઉપયોગ કરી શકાય?
નોટ્સ બનાવવા માટે
તમે ટેલિગ્રામનો ઉપયોગ નોટ્સ બનાવવા માટે પણ કરી શકો છો.
આના માટે પણ તમારે એક ચેનલ બનાવવી પડશે. તમે જેમ સામાન્ય મેસેજ લખીને મોકલો છો તેવી જ રીતે તમે નોટ્સને પણ મેસેજ તરીકે ચેનલમાં લખીને મોકલી દો અને આ ચેનલ પ્રાઇવેટ રાખો જેથી તે ચેનલને તમારા સિવાય કોઈ પણ વ્યક્તિ એક્સેસ ન કરી શકે.
તમારે જે પણ નોટ્સ બનાવવી હોય તે તમે પ્રાઇવેટ ચેનલમાં લખીને મોકલી દો અને તેમાં તમને તારીખ પ્રમાણે જોવા મળશે કે કઈ નોટ્સ તમે કયા સમયે અને કઈ તારીખે બનાવી હતી.
તમે તેમાં વિડિયો કે અન્ય સ્ત્રોત પણ ઉમેરી શકો છો.
આવી રીતે તમે ટેલિગ્રામને નોટ્સ તરીકે ઉપયોગ કરી શકો છો.
ફાઇલ શેર કરવા માટે
જો તમારે પોતાનો ડેટા મોબાઇલમાથી કમ્પ્યુટરમાં લાવવો હોય તો તમને ઘણી તકલીફ પડે છે.
ઉદાહરણ તરીકે તમારે કોઈ ફોટો મોબાઇલમાંથી કમ્પ્યુટરમાં લાવવો હોય તો તમે USB કેબલનો ઉપયોગ કરો છો અથવા જીમેલનો પણ ઉપયોગ કરો છો પણ ટેલિગ્રામની મદદથી આ સરળ છે.
તમે કમ્પ્યુટરમાં પણ ટેલિગ્રામની ડેસ્કટોપ વર્ઝન એપ ડાઉનલોડ કરો અને મોબાઇલમાં પણ ડાઉનલોડ કરો.
બંને ડિવાઇસમાં ટેલિગ્રામનું એક જ અકાઉંટ લૉગ ઇન કરો. હવે ટેલિગ્રામમાં Saved Messages નામની એક ચેટ વિન્ડો આવે છે તો તમે તેમાં કોઈ પણ ફોટો મોકલો જેથી તમારો તે ફોટો ટેલિગ્રામમાં સ્ટોર થઈ જશે અને હવે કમ્પ્યુટરમાં ટેલિગ્રામ ખોલો અને તેમાં પણ Saved Messages ખોલો.
હવે કમ્પ્યુટરમાં તે ફોટો પર જમણું ક્લિક કરીને તેને Save કરી લો જેથી તે તમારો ફોટો મોબાઇલમાથી કમ્પ્યુટરમાં આવી જશે.
આ એક ખૂબ સરળ ટેક્નિક છે.
રિમાઈન્ડર મૂકવા માટે
ટેલિગ્રામનો ઉપયોગ તમે Reminder મૂકવા માટે પણ કરી શકો છો.
ઉદાહરણ તરીકે તમને કોઈ વસ્તુ યાદ નથી રહેતી તો તમે ટેલિગ્રામમાં એક એવો મેસેજ સેટ કરી શકો છો અને તે મેસેજ તમારે જ્યારે લાવવો હોય એ સમય પણ સિલેક્ટ કરી શકો છો.
ત્યારબાદ તમે સેટ કરેલા સમય પણ તમને તે મેસેજ મળી જશે.
તમે અમારી આ પોસ્ટ જરૂર વાંચો જેમાં અમે ટેલિગ્રામમાં Reminder લગાવવાની સરળ રીત બતાવી છે.
પોર્ટફોલિઓ બનાવવા માટે
તમે ટેલિગ્રામનો ઉપયોગ એક પોર્ટફોલિઓ બનાવવા માટે પણ કરી શકો છો.
ઉદાહરણ તરીકે તમે એક ફોટોગ્રાફર છો. તો તમે તમારા ફોટો એક ટેલિગ્રામ ચેનલ બનાવીને તેમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે કોઈ તમારું કામ જોવા માંગે તો તમે તે ટેલિગ્રામ ચેનલની લિન્ક તે વ્યક્તિને આપી દો જેથી એ તમારા બધા જ ફોટો જોઈ શકશે.
જો તમે અલગ-અલગ વેબસાઇટ બનાવો છો તો જેટલી વેબસાઇટ તમે જાતે બનાવી છે એ તમે ટેલિગ્રામ ચેનલમાં મૂકી શકો અને કોઈને બતાવવું હોય તો તેની ડાઇરેક્ટ તમારે લિન્ક જ શેર કરવાની રહેશે.
જો તમે એક લેખક છો તો તમે તમારી સામગ્રી એક ટેલિગ્રામ ચેનલમાં સ્ટોર કરી શકો અને જ્યારે કોઈને તમારું કામ બતાવવું હોય તો તમારે ડાઇરેક્ટ તે ટેલિગ્રામ ચેનલની લિન્ક જ શેર કરવાની રહે છે.
માર્કેટિંગ અને પ્રમોશન માટે
જો તમારો પોતાનો એક ધંધો હોય તો તમે ટેલિગ્રામ દ્વારા પણ તેનું માર્કેટિંગ અથવા પ્રમોશન કરી શકો છો.
તમે ટેલિગ્રામ પર પોતાની કેટેગરી પ્રમાણેની ચેનલ પર જઈને મફત અથવા પૈસા ખર્ચીને પોતાના ધંધા વિશેની જાણકારી બધાને જણાવી શકો છો.
તમે કોઈ મોટી ટેલિગ્રામ ચેનલના એડમીનની પરવાનગી સાથે કોઈ પ્રોડક્ટ કે અન્ય વસ્તુનું માર્કેટિંગ કરો તો તમને અહી ઘણી પહોચ મળી શકે છે.
તો મિત્રો આવી રીતે તમે ટેલિગ્રામનો વિવિધ કામ માટે કરી શકો છો. ટેલિગ્રામ એપ માત્ર મેસેંજિંગ સુધી સિમિત નથી. ટેલિગ્રામ અત્યારના સમયમાં મફત છે એટલે તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- ટેલિગ્રામ એપમાં એનિમેશન કેવી રીતે ચાલુ-બંધ કરી શકાય?
- ટેલિગ્રામ એપમાં રિમાઈન્ડર કેવી રીતે લગાવવું? (6 પગલાં)
- ટેલિગ્રામ પર કોઈ પણ વ્યક્તિને બ્લોક કેવી રીતે કરવું? (6 પગલાં)
- ટેલિગ્રામમાં સાઈલેંટ મેસેજ શું છે? સાઈલેંટ મેસેજ કેવી રીતે મોકલવો?
- શું ટેલિગ્રામને ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મની જેમ ઉપયોગ કરી શકાય?