ટેલિગ્રામમાં તમે ઘણું ચેટિંગ કરતાં હશો અને ઘણી વખત તમને કંટાળો પણ આવી જતો હશે. ટેલિગ્રામમાં તમે ચેટના બૅકગ્રાઉન્ડમાં એક ફોટો પણ સેટ કરી શકો છો અને આજે આપણે આના વિશે જ જાણીશું કે તમે ટેલિગ્રામમાં ચેટનો બૅકગ્રાઉન્ડ ફોટો કેવી રીતે બદલી શકો છો.
ટેલિગ્રામમાં ચેટનો બૅકગ્રાઉન્ડ ફોટો બદલવાની રીત
- સૌપ્રથમ ટેલિગ્રામ એપ ખોલો અને તેમાં 3 આડી લીટી પર ક્લિક કરો.
- હવે Settings પર ક્લિક કરો.
- હવે Chat Settings પર ક્લિક કરો.
- હવે Change Chat Background પર ક્લિક કરો.
- હવે તમે અહી સ્ક્રોલ કરીને સરસ-સરસ બૅકગ્રાઉન્ડ ફોટો લગાવી શકો છો, Select from Gallery પર ક્લિક કરીને તમે પોતાના મોબાઇલ ગેલેરીમાથી ફોટો પસંદ કરી શકો છો અને Set a color પરથી તમે કોઈ કલર પસંદ કરી શકો છો.
- કોઈ બૅકગ્રાઉન્ડ ફોટો પર ક્લિક કર્યા બાદ હવે નીચે આપેલું SET BACKGROUND પર ક્લિક કરો એટલે તમારા ચેટ વિન્ડોમાં એક નવું બૅકગ્રાઉન્ડ ફોટો સેટ થઈ જશે.
હવે તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે ટેલિગ્રામ પર ચેટિંગ કરશો તો તમને બૅકગ્રાઉન્ડમાં તે ફોટો દેખાશે. આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે, અંત સુધી વાંચવા માટે તમારો ખૂબ આભાર.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-