અત્યારે મેસેંજિંગ પ્લૅટફૉર્મમાં ટેલિગ્રામ એપ ખૂબ લોકપ્રિય થઈ રહી છે કારણ કે તેમાં ખૂબ નવા નવા આધુનિક ફીચર હોય છે જેને લીધે યુઝર ટેલિગ્રામ એપ તરફ વધારે આકર્ષાય છે. આજે આપણે ટેલિગ્રામ એપના એવા ફીચર વિશે વાત કરવાના છીએ જે તમને ઘણું કામ લાગશે.
આજે આપણે ટેલિગ્રામ એપના સાઈલેંટ મેસેજ (Silent Messages) ફીચર વિશે વાત કરીશું કે આ ફીચર શું છે? અને સાઈલેંટ મેસેજનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણીશું.
ટેલિગ્રામમાં સાઈલેંટ મેસેજ શું છે?
ટેલિગ્રામમાં સાઈલેંટ મેસેજ એક એવું ફીચર છે જેના દ્વારા તમે કોઈ પણ વ્યક્તિને મેસેજ મોકલો તો તે મેસેજના નોટિફિકેશનનો અવાજ સામેવાળા યુઝરને નહીં સંભળાય. મેસેજની નોટિફિકેશન તો પહોચશે પણ તે નોટિફિકેશનનો અવાજ નહીં સંભળાય.
જો તમારો મિત્ર ભણવા બેઠો હોય અથવા અડધી રાત્રે તમારે મેસેજ મોકલવો હોય તો તમને આ ફીચર ઘણું ઉપયોગી થશે.
ટેલિગ્રામમાં સાઈલેંટ મેસેજ મોકલવાની રીત
તમારે જે વ્યક્તિને સાઈલેંટ મેસેજ મોકલવો છે તેની ચેટ વિન્ડો ખોલો.
હવે તમારો કોઈ પણ મેસેજ લખો, પછી ભૂરા કલરનું Send બટન દબાવી રાખો અને “Send without sound” પર ક્લિક કરો.
હવે તમારો મેસેજ સામેવાળા યુઝરને પહોચી જશે પણ તેને તે મેસેજની નોટિફિકેશનનો અવાજ નહીં સંભળાય.
આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે. તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તેઓ પણ તમને ડિસ્ટર્બ કર્યા વગર આવા સાઈલેંટ મેસેજ મોકલી શકે.
અમારી અન્ય પોસ્ટ:-
- ટેલિગ્રામ એપમાં એનિમેશન કેવી રીતે ચાલુ-બંધ કરી શકાય?
- ટેલિગ્રામ એપમાં પ્રોફાઇલ ફોટો કેવી રીતે સેટ કરવો? (માત્ર 9 સ્ટેપ)
- ટેલિગ્રામમાં નાઇટ મોડ કેવી રીતે ચાલુ કરવો? [સ્ક્રીનશોટ સાથે રીત]
- ટેલિગ્રામ ચેટના અમુક મેસેજ ઓટોમેટિક અદ્રશ્ય થઈ જાય તો શું કરવું? [સોલ્યુશન]
- ટેલિગ્રામ પર એક્ટિવ ન રહો તો તમારું અકાઉંટ ઓટોમેટિક ડિલીટ થઈ જાય એ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?