મિત્રો આજે આપણે ટેલિગ્રામ એપમાં ટૂ સ્ટેપ વેરીફિકેશન (Two Step Verification) ચાલુ કરવાની રીત જાણીશું.
ટેલિગ્રામમાં તમારે ટૂ સ્ટેપ વેરીફિકેશનને ચાલુ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે અત્યારે ઘણા લોકોના એકાઉન્ટ હેક થતાં હોય છે જેને લીધે જો તમે તમારા ટેલિગ્રામ એકાઉન્ટમાં ટૂ સ્ટેપ વેરીફિકેશન ઓપ્શન ચાલુ કરશો તો આ પગલું તમારા માટે ફાયદાકારક ગણાશે.
ટેલિગ્રામમાં ટૂ સ્ટેપ વેરીફિકેશન ચાલુ કરતી વખતે તમારે એક નવો પાસવર્ડ ઉમેરવાનો હોય છે અને એક રિકવરી ઈમેલ આઈડી પણ ઉમેરવાનો હોય છે જે ઈમેલ આઈડી ચાલુ હોવી જોઈએ કારણ કે તેમાં વેરીફિકેશન કોડ ટેલિગ્રામ તરફથી મોકલવામાં આવશે.
ટૂ સ્ટેપ વેરીફિકેશન ચાલુ કર્યા પછી જો કોઈ વ્યક્તિ તમારા ટેલિગ્રામ એકાઉન્ટને તેના પોતાના મોબાઇલમાં ખોલવાનો પ્રયન્ત કરશે તો ટેલિગ્રામ તેની પાસે પાસવર્ડ અને રિકવરી ઈમેલ આઈડી માંગશે અને આ પાસવર્ડ અને રિકવરી ઈમેલ આઈડી માત્ર તમને જ ખબર હોવાથી તે તમારું ટેલિગ્રામ એકાઉન્ટ નહીં ખોલી શકે.
તો ચાલો આપણે જાણીએ કે ટેલિગ્રામ એકાઉન્ટમાં ટૂ સ્ટેપ વેરીફિકેશન સેટ કરવાની સરળ રીત.
ટેલિગ્રામમાં ટૂ સ્ટેપ વેરીફિકેશન ચાલુ કરવાની રીત
- સૌપ્રથમ મોબાઇલમાં ટેલિગ્રામ એપ ખોલો. (Android)
- હવે ડાબી બાજુ ઉપર ખૂણામાં 3 આડી લાઇન પર ક્લિક કરો.
- હવે Settings પર ક્લિક કરો.
- હવે નીચે Privacy and Security પર ક્લિક કરો.
- હવે થોડુંક જ સ્ક્રોલ કરો અને Two-Step Verification પર ક્લિક કરો જે તમારે Off હશે.
- હવે Set Password પર ક્લિક કરો.
- હવે અહી તમારો નવો પાસવર્ડ બનાવીને ઉમેરો જે મજબૂત હોવો જોઈએ.
- હવે અહી પણ તમારો પાસવર્ડ ફરી ઉમેરો જે તમે હમણાં જ ઉમેરયો હતો જેથી તે કન્ફર્મ થઈ શકે.
- હવે Password Hint માં એવું વસ્તુ લખો જ્યારે તમે પાસવર્ડ ભૂલી જાવો અને તમને આ લખેલી વસ્તુ જોઈને તમારો પાસવર્ડ યાદ આવી જાય.
- હવે Recovery Email માં તમારો ઈમેલ આઈડી ઉમેરો જેમાં એક વેરીફિકેશન કોડ મોકલવામાં આવશે.
- હવે તમારું ઈમેલ આઈડી ચેક કરો અને તેમાં આપેલો વેરીફિકેશન કોડ ટેલિગ્રામ એપમાં ઉમેરો જે ઓપ્શન રિકવરી ઈમેલ ઉમેર્યા બાદ તમને આપવામાં આવ્યો હશે.
- હવે પાસવર્ડ સેટ થઈ જશે અને તમારું ટૂ સ્ટેપ વેરીફિકેશન ચાલુ થઈ જશે.
આવી રીતે તમે ટેલિગ્રામ એપમાં એકાઉન્ટની સુરક્ષા માટે આ પગલું જરૂર ભરો જેથી તમારા ટેલિગ્રામ એકાઉન્ટની સુરક્ષા વધશે. આ માહિતી જરૂર બીજા મિત્રો સુધી પહોચાડો જેથી તેઓ પણ પોતાનું ટેલિગ્રામ એકાઉન્ટ હેક થતાં બચાવી શકે અને ટેલિગ્રામની એપની સુરક્ષા વધારી શકે.
અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો:-