ટેલિગ્રામ એપમાં પ્રોફાઇલ ફોટો કેવી રીતે સેટ કરવો? (માત્ર 9 સ્ટેપ)

ટેલિગ્રામ એક ઇંસ્ટંટ મેસેંજિંગ એપ છે અને તમે તમારા મિત્રો સાથે ખૂબ મજાથી વાતચિત કરી શકો છો, આજે આપણે ટેલિગ્રામમાં પ્રોફાઇલ ફોટો સેટ કરવાની રીત જાણીશું જેથી તમે જાતે જ ટેલિગ્રામમાં પ્રોફાઇલ ફોટો સેટ કરી શકશો.

ટેલિગ્રામ એપમાં પ્રોફાઇલ ફોટો કેવી રીતે લગાવવો?

ટેલિગ્રામ એપમાં પ્રોફાઇલ ફોટો કેવી રીતે લગાવવો?

ટેલિગ્રામ એપમાં ફોટાને લગાવવા માટે Telegram એપ ખોલો.
 1. સૌપ્રથમ તમારા મોબાઇલમાં Telegram એપ ખોલો.


ટેલિગ્રામમાં ફોટો સેટ કરવા માટે ટેલિગ્રામ ખૂલ્યા બાદ જમણી બાજુ 3 આડી લીટી પર ક્લિક કરો.

 1. ટેલિગ્રામ ખૂલ્યા બાદ તમને ડાબી બાજુ ઉપર ખૂણામાં 3 આડી લીટી ☰ દેખાશે તો તે ત્રણ લીટી પર ક્લિક કરો.

ટેલિગ્રામમાં પ્રોફાઇલ ફોટો સેટ કરવા માટે તમારા પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.

 1. હવે તમારા નામની ઉપર જ પ્રોફાઇલ આઇકન હશે તો તેના પર ક્લિક કરો.

ટેલિગ્રામ એપમાં ફોટો લગાવવા માટે Set Profile Photo પર ક્લિક કરો.

 1. હવે Set Profile Photo પર ક્લિક કરો અને ત્યારબાદ નીચેથી ગેલેરી સેક્શન ખુલશે.

નવું ગેલેરી સેક્શન ખૂલસે તેમાથી તમે ફોટો સિલેક્ટ કરી શકો છો.

 1. હવે આ ગેલેરી સેક્શનને તમે ઉપર ખસેડો.
 1. તમે અહીથી તમારો મનપસંદ કોઈ પણ ફોટો સિલેક્ટ કરો.


અહી ફોટાને એડિટ પણ કરી શકો છો અને પછી સાચુંની નિશાની દબાવો

 1. તમે અહીથી ફોટામાં નાના-મોટા ફેરફાર પણ કરી શકો છો અને જ્યારે ફેરફાર થઈ જાય તો સાચાની (✅) નિશાની પર ક્લિક કરો.


હવે તમારો પ્રોફાઇલ ફોટો સેટ થઈ જશે.

 1. હવે તમારો ફોટો સેટ થઈ જશે અને તમે ઉપરથી નીચે ખસેડશો તો તમને તમારો પ્રોફાઇલ ફોટો મોટો દેખાશે.


ટેલિગ્રામમાં તમે અહીથી પોતાના પ્રોફાઇલ ફોટોને ડિલીટ અને બદલી પણ શકો છો.

 1. ઉપરથી નીચે ખસેડયા બાદ તમને પ્રોફાઇલ ફોટો મોટો દેખાશે.
 1. ઉપર 3 ટપકા (፧) પર ક્લિક કરશો તો તમને વધારે ઓપ્શન જોવા મળશે.
 2. Set new photo પર ક્લિક કરશો તો તમે આ પ્રોફાઇલ ફોટાની જગ્યાએ નવો ફોટો લગાવી શકશો.
 3. Delete પર ક્લિક કરશો તો તમે તમારો આ પ્રોફાઇલ ફોટો ડિલીટ કરી શકશો.


તો મિત્રો આશા છે કે તમને આ રીત પસંદ આવી હશે, અંત સુધી વાંચવા માટે તમારો ખૂબ આભાર. આજે આપણે સરળ રીતે જાણ્યું કે કેવી રીતે આપણે ટેલિગ્રામમાં પ્રોફાઇલ ફોટો સેટ કરી શકીએ છીએ.

અમારી અન્ય પોસ્ટ:-

 1. ટેલિગ્રામમાં નાઇટ મોડ કેવી રીતે ચાલુ કરવો?
 2. મોબાઇલને કમ્પ્યુટરમાં માઉસ તરીકે કેવી રીતે વાપરવું?
 3. ગૂગલ પ્લેસ્ટોરમાં કોઈ પણ એપ કેવી રીતે અપડેટ કરવી?
 4. મોબાઇલમાં સોફ્ટવેર અપડેટ કેવી રીતે કરવું? (સ્ક્રીનશોટ સાથે)
 5. ટેલિગ્રામ ચેટના અમુક મેસેજ ઓટોમેટિક અદ્રશ્ય થઈ જાય તો શું કરવું?