ટેલિગ્રામ એપ એક ઇંસ્ટંટ મેસેંજિંગ એપ છે અને તેમાં ઘણા એવા ફીચર્સ રહેલા છે જેના વિશે આપણને ખબર નથી હોતી, આજે આપણે ટેલિગ્રામના રિમાઈન્ડર (Reminders) ફીચર વિશે વાત કરીશું કે ટેલિગ્રામ એપમાં રિમાઈન્ડર કેવી રીતે સેટ કરવું? તો ચાલો રીત જાણીએ.
ટેલિગ્રામ એપમાં રિમાઈન્ડર લગાવવાની રીત
- સૌપ્રથમ ટેલિગ્રામ એપ ખોલો અને સર્ચ બટન પર ક્લિક કરો.
- હવે સર્ચ બટનમાં “Saved” સર્ચ કરો અને Saved Messages પર ક્લિક કરો.
- તમારે રિમાઈન્ડર તરીકે જે મેસેજ લખવો હોય તે તમે અહી લખો.
- હવે ભૂરા કલરના Send બટનને દબાવી રાખો અને “Set a reminder” પર ક્લિક કરો.
- હવે અહી તમારે રિમાઈન્ડર સમય પસંદ કરવાનો છે, અહી તમે જે સમય પસંદ કરશો એટલા સમયે રિમાઈન્ડર નોટિફિકેશન તમને મળશે.
- હવે તમારું રિમાઈન્ડર સેટ થઈ જશે.
આવી રીતે તમે ટેલિગ્રામ એપમાં એક રિમાઈન્ડર સેટ કરી શકો છો. શું તમને આ ફીચર વિશે ખબર હતી? તે નીચે કમેંટમાં જરૂર જણાવજો. અંત સુધી વાંચવા માટે ખૂબ આભાર.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- ટેલિગ્રામ એપ વિશે જાણવા જેવી રસપ્રદ જાણકારી
- ટેલિગ્રામ એપમાં એનિમેશન કેવી રીતે ચાલુ-બંધ કરી શકાય?
- ટેલિગ્રામ એપમાં પ્રોફાઇલ ફોટો કેવી રીતે સેટ કરવો? (માત્ર 9 સ્ટેપ)
- ટેલિગ્રામમાં નાઇટ મોડ કેવી રીતે ચાલુ કરવો? [સ્ક્રીનશોટ સાથે રીત]
- ટેલિગ્રામ ચેટના અમુક મેસેજ ઓટોમેટિક અદ્રશ્ય થઈ જાય તો શું કરવું? [સોલ્યુશન]