ટેલિગ્રામ એપ વિશે જાણવા જેવી રસપ્રદ જાણકારી

મિત્રો આજે આપણે એક એવી આધુનિક ઇંસ્ટંટ મેસેંજિંગ એપ વિશે રસપ્રદ જાણકારી જાણવાના છીએ જેનું નામ તો તમે સાંભળ્યુ જ હશે, હા આજે આપણે ટેલિગ્રામ એપ વિશે ચર્ચા કરીશું.

ટેલિગ્રામ એપ ખૂબ જ સરસ ફીચર્સ વાળી મેસેંજિંગ એપ છે અને આ એપ ક્લાઉડ બેસ્ડ છે તેને કારણે તમારો બધો જ ડેટા એપ ડિલીટ થયા બાદ પણ સુરક્ષિત સ્ટોર રહે છે તો ચાલો જાણી લઈએ ટેલિગ્રામ એપ વિશે રસપ્રદ માહિતી.

ટેલિગ્રામ એપ વિશે જાણવા જેવી રસપ્રદ જાણકારી

ટેલિગ્રામ એપ વિશે રસપ્રદ જાણકારી – Telegram Facts in Gujarati

 • ટેલિગ્રામ એપની શોધ બે ભાઈ Nikolai Durov અને Pavel Durov દ્વારા થઈ હતી અને તેઓ રશિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ VK ના સ્થાપક તરીકે પણ જાણીતા છે.

 • ટેલિગ્રામ એપ સૌપ્રથમ iOS માટે 14 ઓગસ્ટ 2013માં લોન્ચ થઈ હતી અને ત્યારબાદ ઓક્ટોમ્બર 2013માં એંડ્રોઈડ માટે લોન્ચ થઈ હતી અને અત્યારે આ ટેલિગ્રામ એપ Android અને iOS સાથે Windows, Linux અને macOS માટે પણ ઉપલબ્ધ છે.

 • ટેલિગ્રામ એપ ક્લાઉડ ઉપર આધારિત સર્વિસ છે તેને કારણે તમે જેટલી પણ ચેટિંગ આ એપમાં કરો છો તે ટેલિગ્રામ એપ ડિલીટ કર્યા બાદ પણ તમારો ડેટા ફરી લૉગ ઈન કરતાં તમને મળી જાય છે.

 • ટેલિગ્રામમાં તમારે મોબાઇલ નંબર દ્વારા અકાઉંટ બનાવવાનું હોય છે અને OTP દ્વારા તમારે તેને વેરિફાય કરવાનું હોય છે ત્યારબાદ તમારું અકાઉંટ તૈયાર થઈ જાય છે.

 • તમે ટેલિગ્રામમાં એવું પણ સેટ કરી શકો કે કેટલા મહિના તમે એક્ટિવ ના રહો તો તમારું અકાઉંટ ઓટોમેટિક ડિલીટ થઈ જશે.

 • ટેલિગ્રામ એપમાં તમે ગ્રુપ અને ચેનલ પણ બનાવી શકો છો. ગ્રુપમાં તમે 2 લાખ જેટલા મેમ્બર (સભ્યો) ને ઉમેરી શકો છો અને ચેનલમાં અનલિમિટેડ લોકો જોડાઈ શકે છે.

 • ટેલિગ્રામ એપમાં તમે મેસેજને શેડ્યુલ પણ કરી શકો છો અને સાઇલેંટ મેસેજ પણ મોકલી શકો છો જેથી સામે વાળાને તમારા મેસેજનો નોટિફિકેશન અવાજ નહીં સંભળાય.

 • ઓક્ટોમ્બર 2013માં ટેલિગ્રામના 1 લાખ જેટલા દરરોજના એક્ટિવ યુઝર થયા હતા. 24 માર્ચ 2014માં ટેલિગ્રામના 35 મિલ્યન મહિનાના યુઝર અને 15 મિલ્યન દરરોજના એક્ટિવ યુઝર થયા હતા.

 • ડિસેમ્બર 2014માં ટેલિગ્રામના 50 મિલ્યન એક્ટિવ યુઝર થયા હતા જેના દ્વારા ટેલિગ્રામ પર 1 બિલ્યન મેસેજ દરરોજ થતાં હતા અને તે વખતે દર અઠવાડિયે 1 મિલ્યન યુઝર ટેલિગ્રામ પર અકાઉંટ બનાવતા હતા.

 • જાન્યુઆરી 2021માં ટેલિગ્રામના 500 મિલ્યન મહિનાના એક્ટિવ યુઝર થયા હતા.

 • ટેલિગ્રામ પર પોતાના અકાઉંટમાં યુઝરનેમ પણ સેટ થાય છે જેના દ્વારા ટેલિગ્રામ યુઝર પોતાનો નંબર કોઈને જણાવ્યા વગર એક બીજાને મેસેજ કરી શકે છે.

 • ટેલિગ્રામ પર મોકલેલા મેસેજને 48 કલાક એટલે 2 દિવસ સુધીમાં એડિટ કરી શકાય છે અને મોકલેલા મેસેજને કોઈ પણ સમયએ ડિલીટ કરી શકાય છે.

 • ટેલિગ્રામ પર તમે 2 GB સુધીની ફાઈલો મોકલી શકો છો.

 • ટેલિગ્રામ પર તમે પોતાના ફોટાને કંપ્રેસ કર્યા વગર પણ મોકલી શકો છો જેથી ફોટાની ક્વોલિટીમાં કોઈ પણ અસર દેખાતી નથી.

તો મિત્રો આશા છે કે આજે તમને ટેલિગ્રામ એપ વિશે કઈક નવું જાણવા મળ્યું હશે, જો કઈક નવું જાણવા મળ્યું હોય તો તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તમારા મિત્રોને પણ કઈક નવું જાણવા મળે.


અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: