ટેલિગ્રામ ચેટના અમુક મેસેજ ઓટોમેટિક અદ્રશ્ય થઈ જાય તો શું કરવું? [સોલ્યુશન]

મિત્રો, ઘણી વખત આપણે ટેલિગ્રામ પર કોઈ વ્યક્તિ સાથે ચેટિંગ કરતાં હોઈએ છે અને એમાં ઘણી વખત આપણાં મેસેજ ગાયબ થઈ જાય છે એટલે આપણે તે મેસેજને કઈ ના કર્યું હોય તો પણ તે ડિલીટ થઈ જાય તો શું કરવું? એના વિશે આપણે વાત કરવાના છીએ.

તમારી ભૂલ ન હોય અને તેની જાતે જ અમુક મેસેજ અદ્રશ્ય થઈ જાય તો એનું આજે હું તમને 2 સોલ્યુશન બતાવવાનો છુ જે તમારા માટે જરૂર કારગર સાબિત થશે તો ચાલો આજની આ સોલ્યુસન પોસ્ટમાં જાણી લઈએ કે ટેલિગ્રામ ચેટના અમુક મેસેજ ઓટોમેટિક અદ્રશ્ય થઈ જાય તો શું કરવું. 

મારા ટેલિગ્રામ મેસેજ તેની જાતે અદ્રશ્ય થઈ ગયા તો શું કરું

ટેલિગ્રામમાં ચેટના અમુક મેસેજ ઓટોમેટિક ગાયબ થઈ જાય તો તેનું સોલ્યુશન

સોલ્યુસન નંબર 1

જ્યારે આવું થાય તો તમારે કઈ પણ નથી કરવાનું, બસ તમારી ટેલિગ્રામ એપમાથી તમારું અકાઉંટ લોગ આઉટ કરી દેવાનું છે અને ફરી તમારા અકાઉંટને ટેલિગ્રામમાં લોગ ઇન કરો એટલે આનાથી જો કોઈ બગને કારણે તમારા મેસેજ અદ્રશ્ય થઈ ગયા હોય તો તેનાથી મેસેજ તમને ફરી દેખાવા માંડશે.

સોલ્યુસન નંબર 2

જો પહેલા નંબરના સોલ્યુસન દ્વારા તમારા મેસેજ પાછા ન આવે તો તમારે ટેલિગ્રામ એપને તમારા ડિવાઇસમાથી અનઇન્સ્ટોલ કરવાની છે અને ફરી તેને ઇન્સ્ટોલ કરવાની છે, તો આવી રીતે તમારા ગાયબ થયેલા મેસેજ પાછા તમને દેખાવા માંડશે.

જો તમે જાતે જ પોતાની Chat History ક્લિયર કરી છે તો તેના માટે તમને આ રીત કામ નહીં લાગે, એટલે જો તમે જાતે ચેટ ક્લિયર ન કરી હોય અને તેની જાતે જ અમુક મેસેજ અદ્રશ્ય થઈ ગયા હોય તો આ પોસ્ટ દ્વારા તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.

ટેલિગ્રામ એપને લોગ આઉટ અને અનઇન્સ્ટોલ કરવાથી તેના મેસેજ પાછા કેવી રીતે આવે છે?

તમને બધાને ખબર હશે કે ટેલિગ્રામ એપ ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ છે એટલે તમારા મેસેજ તેમના ક્લાઉડ સર્વરમાં સુરક્ષિત રીતે સ્ટોર રહે છે અને તેને કારણે તમે તમારા રજીસ્ટર નંબર દ્વારા કોઈ પણ ડિવાઇસમાં ટેલિગ્રામ લોગિન કરો તો તમને તમારા બધા જ મેસેજ એવા ને એવા જ દેખાશે કારણ કે તે તેમના ક્લાઉડ સર્વરમાં સુરક્ષિત રીતે સ્ટોર હોય છે.

આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે, જો તમારા મિત્રને આવો કોઈ પ્રોબ્લેમ ટેલિગ્રામ એપમાં દેખાય તો તેને પણ આ પોસ્ટ જરૂર શેર કરો.

  • અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:- 

ટેલિગ્રામમાં નાઈટ મોડ કેવી રીતે ચાલુ કરવો?

વોટ્સએપ પર પ્રોફાઇલ ફોટો કેવી રીતે સેટ કરવો?

મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં કેવી રીતે ચલાવી શકાય?

વોટ્સએપમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?

વોટ્સએપ વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ