ટેલિગ્રામ પર કોઈ પણ વ્યક્તિને બ્લોક કેવી રીતે કરવું? (6 પગલાં)

મિત્રો આજે આપણે જાણીશું કે ટેલિગ્રામ પર કોઈ વ્યક્તિ તમને વગર કામના મેસેજ કરે, જબરદસ્તીથી પોતાના પ્રોડક્ટનું વેચાણ કરવા ઘડીએ ઘડીએ મેસેજ કરીને તમને હેરાન કરે તો તેના માટે ટેલિગ્રામ પર કોઈ પણ વ્યક્તિને બ્લોક કેવી રીતે કરવું? તેનું આપણે એક-એક પગલું જાણીશું.

ટેલિગ્રામ પર કોઈ પણ વ્યક્તિને બ્લોક કરવાની રીત

ટેલિગ્રામ પર કોઈ પણ વ્યક્તિને બ્લોક કરવાની રીત

મોબાઇલમાં ટેલિગ્રામ એપ ખોલો

  • સૌપ્રથમ મોબાઇલમાં ટેલિગ્રામ એપ ખોલો.


ટેલિગ્રામ પર 3 આડી લીટી પર ક્લિક કરો.

  • હવે ડાબી બાજુ ઉપર 3 ☰ આડી લીટી પર ક્લિક કરો.


ટેલિગ્રામમાં કોન્ટેક્ટ લિસ્ટ ખોલો

  • હવે Contacts પર ક્લિક કરો અને તમારે જે વ્યક્તિને ❌ બ્લોક કરવાનો છે તેમનો સંપર્ક શોધીને તેને ખોલો.


ટેલિગ્રામમાં ચેટ વિન્ડો ખોલો

  • હવે ચેટ વિન્ડોમાં તે વ્યક્તિના નામ પર ક્લિક કરો.


ટેલિગ્રામ યુઝરને બ્લોક કરવો

  • હવે જમણી બાજુ ઉપરથી 3 ፧ ટપકા પર ક્લિક કરો અને Block user પર ક્લિક કરો.


ટેલિગ્રામ યુઝર બ્લોક થઈ ગયો

  • હવે ફરી BLOCK USER પર ક્લિક કરીને કન્ફર્મ કરો એટલે તે વ્યક્તિ બ્લોક થઈ જશે.


આવી રીતે તમે કોઈ પણ તમને હેરાન કરતાં વ્યક્તિઓના નંબરને ટેલિગ્રામ પર બ્લોક કરી શકો છો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-