મિત્રો આપણે વોટ્સએપ પર જ્યારે ફોટા મોકલીએ છીએ ત્યારે તે સામેવાળા વ્યક્તિ સુધી પહોચતા-પહોચતા કંપ્રેસ થઈ જાય છે એટલે કે તેની ક્વોલિટી ઘટી જાય છે.
વોટ્સએપમાં ફોટાની ક્વોલિટી ના ઘટે તેના માટે આપણે તેને ડોકયુમેંટ ફાઇલમાં મોકલીએ છીએ પણ ટેલિગ્રામમાં આપણને ફોટાની ક્વોલિટી ન ઘટે તે માટે એક મસ્ત ફીચર આપવામાં આવે છે.
ટેલિગ્રામ પર ફોટાને તમે ક્વોલિટી ઘટે ના તે રીતે પણ અને ફોટાની ક્વોલિટી ઘટે, આવી 2 રીતથી ફોટાને મોકલી શકો છો.
આજે આપણે એવી રીત જાણીશું જેનાથી તમે પોતાના ફોટાને સામેવાળા વ્યક્તિ સુધી ફુલ ક્વોલિટીમાં મોકલી શકશો.
ટેલિગ્રામ પર ફોટાને ફુલ ક્વોલિટીમાં મોકલવાની રીત
- સૌથી પહેલા તમારા મોબાઇલમાં ટેલિગ્રામ એપ ખોલો.
- હવે ટેલિગ્રામમાં જેને ફોટો મોકલવાનો હોય તો તેમની ચેટ વિન્ડો ખોલો.
- હવે ત્યાં મીડિયા આઇકન પર ક્લિક કરજો જ્યાથી તમે ફોટા સિલેક્ટ કરી શકો.
- હવે તમારે જે ફોટો મોકલવાનો તે સિલેક્ટ કરો અને 3 ટપકા પર ક્લિક કરજો.
- હવે 3 ટપકા પર ક્લિક કર્યા બાદ Send without compression પર ક્લિક કરો અને તમારો ફોટો સામેવાળાને ક્વોલિટી ઘટ્યા વિના પહોચી જશે.
આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.
અમારી દર નવી પોસ્ટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર જરૂર Hii મેસેજ કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-