ટેલિગ્રામ શું છે? | Telegram વિશે માહિતી

ટેલિગ્રામ એક મેસેંજિંગ પ્લૅટફૉર્મ છે જેના દ્વારા તમે તમારા મિત્રો કે સબંધીઓ સાથે મેસેજ દ્વારા વાત-ચિત કરી શકો છો, મેસેજની સાથે તમે વિડિયો કોલ અને વોઇસ કોલ પણ કરી શકો છો. ટેલિગ્રામને તમે તમારા મોબાઇલ કે કમ્પ્યુટર બંનેમાં સરળતાથી એપ ઇન્સ્ટોલ કરીને ઉપયોગ કરી શકો છો.

ટેલિગ્રામમાં તમને એન્ડ ટૂ એન્ડ ઇંક્રીપ્શનની પણ સુવિધા મળે છે જેના લીધે તમારા મેસેજ સુરક્ષિત રહે છે અને ટેલિગ્રામ પર તમને ચેનલ અને ગ્રુપનો પણ ફીચર જોવા મળે છે જ્યાં તમે એકથી વધારે ટેલિગ્રામ સભ્યોને જોડી શકો છો.

ટેલિગ્રામ Freemium એપ છે એટલે કે તમને બધા સામાન્ય ફીચર મફત ઉપયોગ કરવા મળે છે અને બીજા ઘણા વધારાના સરસ મજાનાં ફીચર્સ છે જેનો ઉપયોગ કરવા માટે તમારે ટેલિગ્રામને પૈસા આપવા પડે છે.

ટેલિગ્રામ એક ક્લાઉડ મેસેંજિંગ પ્લૅટફૉર્મ છે એટલે કે તમારા બધા જ મેસેજ, ફોટા, વિડિયો કે અન્ય ફાઇલ્સ ક્લાઉડ સ્ટોરેજમાં સ્ટોર થાય છે. જો તમે ટેલિગ્રામને ડિલીટ પણ કરી દો અને એ જ એકાઉન્ટને બીજા મોબાઇલમાં લૉગ ઇન કરીને ખોલો તો તમને તમારા બધા જ ડેટા સચવાયેલા જોવા મળે છે. તમારી બધી જ ચેટ અને ફાઈલો એવી ને એવી જ તમને જોવા મળે છે જેને તમે ડાઉનલોડ કરી શકો છો.

ટેલિગ્રામ એપ વિશે માહિતી

ટેલિગ્રામ કામ કેવી રીતે કરે છે?

ટેલિગ્રામ એક મેસેંજિંગ એપ છે અને બીજા જે પણ મેસેંજિંગ એપ છે જેમ કે વોટ્સએપ, સિગ્નલ વગેરે તો ટેલિગ્રામ પણ એ જ રીતે કામ કરે છે જેમાં તમે મેસેજ, વોઇસ કોલ, વિડિયો કોલ વગેરે કરી શકો છો પણ ઘણા એવા ફીચર્સ છે જેના કારણે ટેલિગ્રામ એક અલગ એપ છે. જેમ કે અનલિમિટેડ ફ્રી ક્લાઉડ સ્ટોરેજની સુવિધા તમને ટેલિગ્રામમાં આપવામાં આવે છે અને આ કારણે તમે તમારો ઘણો બધો ડેટા ઓનલાઇન ટેલિગ્રામમાં સ્ટોર કરી શકો છો.

ટેલિગ્રામના માલિક કોણ છે?

ટેલિગ્રામને 2013માં “Pavel Durov” અને “Nikolai Durov” દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બંને ભાઈ છે અને ટેલિગ્રામની પહેલા 2006માં તેઓ બંનેએ રશિયન સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ “VK” સ્થાપ્યું હતું. 

ટેલિગ્રામના ફીચર્સ

  • ટેલિગ્રામમાં તમે સામાન્ય રીતે મેસેજિંગ, વોઇસ કોલ અને વિડિયો કોલ કરી શકો છો.
  • તમે ચેનલ બનાવી શકો છો જેમાં અન-લિમિટેડ મેમ્બર્સ જોડાઈ શકે છે.
  • ટેલિગ્રામ ગ્રુપ બનાવી શકો છો જેમાં 2 લાખ (200,000) જેટલા લોકો જોડાઈ શકે છે.
  • ટેલિગ્રામમાં તમે અલગ-અલગ કામોને ઓટોમેટ કરવા માટે બોટ બનાવી શકો છો.
  • તમે સિક્રેટ ચેટ દ્વારા અલગ-અલગ લોકો સાથે સુરક્ષિત રીતે મેસેજિંગ કરી શકો છો જેમાં તમારા મેસેજને કોઇ ફોરવર્ડ પણ નહીં કરી શકે અને સ્ક્રીનશૉટ લેશે તો પણ તમને ખબર પડી જશે.
  • તમે ચેટિંગ કરતી વખતે મેસેજ પોતાના ડિલીટ કરી શકો છો અને સાથે સામેવાળાના મેસેજ પણ ડિલીટ કરી શકો છો. (સામેવાળાને ખબર પણ નહીં પડે કે તમે મેસેજ ડિલીટ કર્યો.)
  • તમે ટેલિગ્રામને ક્લાઉડ સ્ટોરેજ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
  • ટેલિગ્રામને તમે અલગ-અલગ ડિવાઇસમાં લૉગિન કરીને પોતાના મેસેજને એક્સેસ કરી શકો છો.
  • તમને ડાર્ક મોડ ફીચર પણ જોવા મળે છે.
  • તમે પોતાનું Last Seen પણ છુપાવી શકો છો, કોને પોતાનું Last Seen બતાવવું કે ન બતાવવું એ પણ કરી શકો છો.
  • જો તમારું ટેલિગ્રામ એકાઉન્ટ 6 મહિના સુધી ઉપયોગમાં ન આવે તો તમારું તે એકાઉન્ટ ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે. (આ ઓપ્શનને તમે સેટિંગમાં જઈને બદલી શકો છો.)
  • ટેલિગ્રામ ચેનલમાં તમને વોટિંગ કરવાવાળું Poll ફીચર પણ જોવા મળે છે.
  • તમે ટેલિગ્રામમાં અલગ-અલગ ફોલ્ડર પણ બનાવી શકો છો જેમાં તમે અલગ-અલગ ચેટને અલગ ફોલ્ડરમાં સાચવી શકો છો.
  • તમને અલગ-અલગ થીમ પણ જોવા મળે છે.
  • તમને ટેલિગ્રામમાં હાઈ ક્વોલિટીમાં સ્ટિકર પણ મળે છે.
  • ટેલિગ્રામમાં તમે કોઈ મેસેજને Schedule પણ કરી શકો છો, તમે કોઈ ખાસ સમય સિલેક્ટ કરશો તો ઓટોમેટિક તે મેસેજ તમે સિલેક્ટ કરેલા સમય પર સામેવાળાને મળી જશે.
  • ટેલિગ્રામમાં તમે ફોટાને Compress થયા વગર પણ મોકલી શકો છો.
  • ટેલિગ્રામમાં તમે અજાણ્યા લોકોને દેખાતો તમારો મોબાઇલ નંબર પણ છૂપાવી શકો છો, તમે પોતાનું યુઝરનેમ એમને શેર કરી શકો છો.
  • ટેલિગ્રામ દ્વારા તમે 2GB સુધીની ફાઇલને શેર કરી શકો છો અને જો તમારી પાસે ટેલિગ્રામ પ્રીમિયમ છે તો તમે 4GB ની ફાઇલને પણ મોકલી શકો છો.

તો મિત્રો આવા ઘણા બધા ફીચર્સ તમને ટેલિગ્રામમાં જોવા મળે છે જેના લીધે ટેલિગ્રામ ખૂબ લોકપ્રિય મેસેંજિંગ એપ બની રહ્યું છે.

અમારી અન્ય પોસ્ટ: