ટોપ 10 સર્ચ એન્જીન લિસ્ટ અને તેની બેઝિક જાણકારી

મિત્રો તમારા જીવનમાં તમે આ 2 વસ્તુનો ઉપયોગ જરૂર કરો છો જેમાં મોબાઇલ અને ઈન્ટરનેટ છે. તમારે ઇન્ટરનેટ પરથી માહિતી શોધવી હોય તો તમે શું કરશો? સર્ચ એન્જીનનો જ ઉપયોગ કરીને માહિતી શોધશો ને. તો આજે અમે તમારા માટે દુનિયાના ટોપ 10 સર્ચ એન્જીનની લિસ્ટ અને તેની બેઝિક જાણકારી લઈને આવ્યા છીએ.

સર્ચ એંજિનમાં તમે કોઈ પણ શબ્દ લખીને શોધો છો તો તે તમને તેના લગતા પરિણામ વેબ પરથી તમને શોધીને આપે છે, અત્યારે સર્ચ એંજિન નામ તમે સાંભળો તો મગજમાં ગૂગલનું જ ચિત્ર આવતું હશે કારણ કે અત્યારે માર્કેટમાં તમને ગૂગલ જેવુ ફાસ્ટ અને બેસ્ટ પરિણામ કોઈ નહીં આપતું હોય પણ બધા જ સર્ચ એંજિનની અલગ-અલગ વિશેષતા હોય છે એટલે આજે અમે તમને ગૂગલ જેવા અન્ય સર્ચ એંજિન વિશે પણ જાણકારી આપીશું.

દુનિયાના ટોપ સર્ચ એંજિન | Top Search Engine List in Gujarati

ટોચના 10 સર્ચ એંજિન (Top 10 Best Search Engine List in Gujarati)


ગૂગલ (Google Search Engine – www.google.com)

ગૂગલ સર્ચ એંજિન | Google Search Engine Gujarati

ગૂગલ નામથી બધા લોકો પરિચિત છે. ગૂગલ એક સર્ચ એન્જીન છે. જે લોકો ઇન્ટરનેટની દુનિયા વિશે અથવા નવી ટેક્નોલોજી વિશે નથી જાણતા તેઓ ગૂગલને બ્રાઉઝર તરીકે ઓળખતા હોય છે પણ મિત્રો હું તમને જણાવુ કે ગૂગલ સર્ચ એન્જીનની સ્થાપના 1998માં લેરી પેજ અને સર્ગે બ્રિનએ કરી હતી.

દુનિયામાં ગૂગલ સર્ચ એન્જીન બધા સર્ચ એન્જીન કરતા આગળ છે. અત્યારના સમયમાં ગૂગલ સર્ચ એન્જીન સૌથી લોકપ્રિય છે. દુનિયામાં 80-90% ટકાથી પણ વધારે લોકો ગૂગલ સર્ચ એંજિનનો ઉપયોગ કરે છે.

જો તમે એલેક્સામાં આ ગૂગલ સર્ચ એન્જીનનો રિપોર્ટ ચેક કરશો તો આ વેબસાઈટ દુનિયામાં સૌથી વધુ જોવાયેલી અને ઉપયોગમાં લેવાયેલ વેબસાઇટ છે. ગૂગલ સર્ચ એન્જીનનું ઇન્ટરફેસ એટલું સરળ અને સર્વિસ પણ સારી છે. હંમેશા ગૂગલ એના સર્ચ એન્જિનને અપડેટ કરીને સતત પ્રયત્નશીલ રહે છે. એ પણ સાચું છે કે ગૂગલ સર્ચ એન્જિનની સાથે બીજા સર્ચ એન્જીન છે પણ અત્યારે ગૂગલથી આગળ કોઈ નથી.


માઇક્રોસોફ્ટ બિંગ (Bing Search Engine – www.bing.com)

માઇક્રોસોફ્ટ બિંગ સર્ચ એંજિન

માઇક્રોસોફ્ટ બિંગ સર્ચ એંજિન ગૂગલ પછીનું બીજા નંબરનું સર્ચ એન્જીન છે. બિંગ સર્ચ એન્જીનનો માર્કેટશેર Statista.com અનુસાર ફેબ્રુઆરી 2021 સુધી 6.7% ટકા છે અને statcounter.com અનુસાર મે, 2021 સુધી 2.28% ટકા છે.

માઇક્રોસોફ્ટ બિંગના કેટલાક રસપ્રદ ફીચર્સ વિશે વાત કરીએ તો સ્પોર્ટ્સ સ્કોર, ઇવેન્ટ, બિંગ એડ, બિંગ ફાયનાન્સ, કેલ્ક્યુલશન, ફ્લાઈટ ટ્રેકિંગ, ટ્રાન્સલેટ, કન્વર્ઝન, સ્પેલ ચેક, પ્રોડક્ટ શોપિંગ, વગેરે છે. બિંગ સર્ચ એંજિન માઇક્રોસોફ્ટ કંપનીનું છે.


યાહૂ (Yahoo Search Engine – www.yahoo.com)

યાહૂ સર્ચ એંજિન | Yahoo Search Engine Gujarati

યાહૂ સર્ચ એન્જિન ઘણું જૂનું સર્ચ એંજિન છે. statista.com અનુસાર ફેબ્રુઆરી 2021 સુધી યાહૂ સર્ચ એંજિનનો માર્કેટ શેર 2.71% ટકા હતો. 

યાહૂએ 2011માં બિંગ સર્ચ એન્જીન સાથે પાર્ટનરશીપ કરી લીધી અને ત્યારપછી તે બિંગ સર્ચ એન્જીનનો ઉપયોગ કરીને લોકો સુધી માહિતી પહોંચાડવામાં મદદ કરે છે. યાહૂની અંદર તમને વેધર, ફાયનાન્સ, યાહૂ જવાબ, યાહૂ લોકલ, વગેરે ઓપ્શન જોવા મળે છે. અત્યારે યાહૂમાં તમને બિંગ સર્ચ એંજિનના જ પરિણામ જોવા મળે છે.


બાઇડુ (Baidu Search Engine – www.baidu.com)

બાઇડુ સર્ચ એંજિન

બિંગ અને યાહૂ પછી આ બાઇડુ ત્રીજું સર્ચ એન્જીન છે જેનો ઉપયોગ લોકો કરે છે. આ સર્ચ એન્જીનનો ઉપયોગ ચાઇનામાં સૌથી વધારે લોકો કરે છે. આ સર્ચ એન્જીન ચાઇનામાં સૌથી વધારે લોકપ્રિય છે. બાઇડુ સર્ચ એન્જીનને 2000ના વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સર્ચ એન્જીનનો એલેક્સા રેન્ક અત્યારે 5 છે પણ આ આકડો આગળ પાછળ થયા કરે છે. આ સર્ચ એન્જીન આગળ વધી રહ્યું છે અને તે લોકોને ઓડિયો ફાયલ, ફોટો વગેરે વિશે જાણકારી આપે છે.


આસ્ક (Ask Search Engine – www.ask.com)

આસ્ક સર્ચ એંજિન

આસ્ક સર્ચ એન્જિન એક પ્રકારનું સવાલ જેની અંદર ઘણા બધા જવાબ ભેગા કરીને આ વેબસાઈટમાં મૂકવામાં આવે છે અને એમાંથી જે સારા જવાબ હોય એને સૌથી ઉપર દેખાડવામાં આવે છે. જો તમને મગજમાં કોઈપણ સવાલ હોય અને તમે આ સર્ચ એન્જીનમાં જઈને પૂછો એટલે તેના આધારિત તમને બીજા ઘણા બધા સવાલ અને જવાબ બંને દેખાય છે. જે સવાલનો સરખો જવાબ નથી તેવા સવાલ માટે તમને આ સર્ચ એન્જિન ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે.


અમેરિકા ઓનલાઇન (AOL Search Engine – search.aol.com)

અમેરિકા ઓનલાઇન સર્ચ એંજિન

આ AOL માસ મીડિયા કંપની છે. આ સર્ચ એન્જીનનો ઘણો મોટો ઇતિહાસ છે. આ કંપનીની શોધ 1983માં કંટ્રોલ વિડિયો કોર્પોરેશન તરીકે થઈ હતી. ત્યારબાદ આ કંપનીએ 1991માં પોતાનું નામ બદલી નાખ્યું અને નવું નામ અમેરિકા ઓનલાઈન રાખી દીધું. ત્યારબાદ કંપનીએ 2009 માં AOL INC નામ રાખીયું.


ડક ડક ગો (Duckduckgo Search Engine – duckduckgo.com)

ડક ડક ગો સર્ચ એંજિન

જો તમે ઈન્ટરનેટ પર તમારી પ્રાઈવસીને લઈને ચિંતિત છો તો તમારે આ ડક ડક ગો સર્ચ એન્જીનનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ સર્ચ એન્જિન તમારી હિસ્ટ્રીને ટ્રેક નથી કરતું. આ સર્ચ એન્જીનનું ઇન્ટરફેસ એકદમ સરળ છે.

આ સર્ચ એન્જીનમાં તમે બોલીને કોઈ પણ માહિતી શોધી શકો છો. આ સર્ચ એન્જિન બિંગ અને યાન્ડેક્સ સર્ચ એન્જીન કરતા સારું છે કારણ કે એની સર્વિસ સૌથી પહેલા બિંગ અને યાન્ડેક્સ સર્ચ એન્જિનને જોડે છે અને ત્યારબાદ તે લોકોની સામે તેની સર્ચ કરેલી માહિતી રાખે છે. જો તમે તમારી પ્રાઈવસીને બચાવીને રાખવા માંગો છો તો તમે આ ડક ડક ગો સર્ચ એન્જીનનો ઉપયોગ કરી શકો છો.


વોલફ્રામઆલ્ફા (WolframAlpha Search Engine – www.wolframalpha.com)

વોલફ્રામઆલ્ફા સર્ચ એંજિન | WolframAplha

આ સર્ચ એન્જીનની શોધ 2009માં થઈ હતી. આ સર્ચ એન્જિન બીજા સર્ચ એન્જીનથી ઘણું અલગ છે. આ સર્ચ એન્જિનને કોમ્પ્યુટેશનલ નોલેજના નામથી પણ ઓળખી શકાય છે કારણ કે આ મેથેમેટિક્સ પર આધારિત છે. આ સર્ચ એન્જીન મેથેમેટિક્સના ડેટા અને તેના ફેક્ટઝની માહિતી તમને આપે છે, બીજા સર્ચ એન્જીન તમને વેબ પેજ પરનો ડેટા આપે છે.

જો તમે આ સર્ચ એંજિનમાં “Gujarat” સર્ચ કરશો તો તમને આ સર્ચ એંજિન ગુજરાતની વસ્તી, તેનો નક્શો, તેનો એરિયા, તેના મોટા શહેર વગેરે વિશે માહિતી આપશે.


યાન્ડેક્સ (Yandex Search Engine – yandex.com)

યાંડેક્સ સર્ચ એંજિન

યાન્ડેક્સ રશિયાનું સૌથી લોકપ્રિય સર્ચ એન્જીન છે. આ સર્ચ એન્જિનની સર્વિસની વાત કરીએ તો યાન્ડેક્સ બ્રાઉઝર, ટ્રાન્સલેટ, મની, માર્કેટ, યાન્ડેક્સ ડિસ્ક, ઇમેજ, મેલ, વિડિઓ, મેપ્સ, વગેરે છે. જેમ ગૂગલનું વેબમાસ્ટર ટૂલ છે જેનો ઉપયોગ તમે વેબસાઈટને ઈન્ડેક્સ કરવા માટે કરો છો તેવી જ રીતે યાન્ડેક્સનું પણ વેબમાસ્ટર ટૂલ છે જેમાં પણ તમે તમારી વેબસાઈટને ઈન્ડેક્સ કરાવી શકો છો. જેમ ગૂગલ તમને જાહેરાત બતાવે છે તેવી જ રીતે યાન્ડેક્સ પણ જાહેરાત બતાવે છે.


ડોગપાઈલ (Dogpile Search Engine – www.dogpile.com)

ડોગપાઇલ સર્ચ એંજિન

ડોગપાઈલ એક મેટા સર્ચ એન્જીન છે. આ સર્ચ એન્જીનનું રિઝલ્ટ તમને ગૂગલ, યાહૂ, બિંગ સર્ચ એન્જીનમાંથી સૂચના લઈને મળે છે. આ સર્ચ એન્જિનને 1995માં લોન્ચ કરવામાં આવ્યું હતું.


મિત્રો જો તમને આ માહિતીમાંથી કઈક નવું શીખવા મળ્યું હોય તો તમે અમને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય આપી શકો છો. આ માહિતીને બીજા લોકો સુધી પહોંચાડો જેથી બધા જ લોકોનું નોલેજ વધે.

  • અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

એડ્રેસ બાર શું છે?

ડાઉનલોડ અને અપલોડ શું છે?

ડિજિટલ માર્કેટિંગ એટલે શું?

ડોમેન નેમ એટલે શું?

WWW એટલે શું?