મિત્રો ટ્વિટરમાં આપણે ઘણા ટ્વિટ અને કમેંટ કરતાં હોઈએ છીએ અને ટ્વિટરમાં આપણને ટ્વિટ એનાલિટીક્સ (Tweet Analytics) પણ જોવા મળે છે.
ટ્વિટરના એક પ્રોડક્ટ ડિઝાઇનર Julius Elias Sohn એ જણાવ્યુ કે તેઓ હવે એક નવું ટ્વિટ એનાલિટીક્સ લાવી રહ્યા છે જેનો સ્ક્રીનશોટ પણ તેમણે શેર કર્યો હતો.
Today we start rolling out the new Tweet Analytics!
This is the first of many updates to analytics tools available on the platform— Julius Elias Sohn (@juliussohn) November 17, 2021
ટ્વિટ એનાલિટીક્સ દ્વારા તમે જોઈ શકો છો કે તમારી ટ્વિટ કેટલા લોકોની સ્ક્રીન પર ગઈ છે, તેમાં કેટલા કમેંટ અને લાઈક છે? એ ટ્વિટ દ્વારા કેટલા લોકોએ તમારી પ્રોફાઇલની મુલાકાત લીધી,
તમે જો કોઈ લિન્ક શેર કરી હોય તો તે લિન્ક પર કેટલા ક્લિક થયા તેવા વગેરે ડેટા તમને ટ્વિટ એનાલિટીક્સ દ્વારા જોવા મળે છે.
“આના પરથી તમને ખબર પડે છે કે તમારા ફોલોવર્સ તમારી કઈ ટ્વિટ અને કેવા પ્રકારની ટ્વિટને વધારે પસંદ કરે છે અને તેવી રીતે તમે તમારી ટ્વિટર પ્રોફાઇલને પણ આગળ વધારી શકો છો.”
આ ટ્વિટ એનાલિટીક્સ બધા માટે જ હશે અને ટ્વિટરની વેબસાઇટ અને મોબાઇલ એપમાં તમને આ અપડેટ કદાચ ડિસેમ્બરના મધ્ય સુધી જોવા મળી જશે. (ઘણા મિત્રોને આ ઓપ્શન મળી ગયું છે.)
તમે જ્યારે ટ્વીટ કરો છો તો તમારા ટ્વિટમાં નીચે એક એનાલિટીક્સ બટન જોવા મળશે, તેના પર ક્લિક કરશો તો તમને તમારા ટ્વિટનો એનાલિટીક્સ જોવા મળશે.
આશા છે કે તમને આ ટેક સમાચાર પસંદ આવ્યા હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-