ઇન્સ્ટાગ્રામ પર તમે એક Collab ફીચર જરૂર જોયું હશે જેની મદદથી તમે તમારા મિત્રોને પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ટેગ કરીને તે એક જ પોસ્ટને બંનેના એકાઉન્ટમાં મુખ્ય ફીડમાં તે ફોટો અપલોડ કરી શકો છો.
હવે ટ્વિટર પણ આવા જ એક ફીચર પર કામ કરી રહ્યું છે જેમાં તમે તમારા ટ્વિટર પરના અન્ય મિત્રો સાથે Collab કરીને ફોટો અથવા ટ્વિટને એક સાથે પોતાની પ્રોફાઇલમાં અપલોડ કરી શકો છો.
#Twitter is working on tweet collaboration 👀 pic.twitter.com/usDuQWqqBj
— Alessandro Paluzzi (@alex193a) December 11, 2021
તમે ઉપર સ્ક્રીનશૉટમાં જોઈ શકો છો, એક વ્યક્તિએ ટ્વિટ કરી છે જેમાં બીજા વ્યક્તિને પણ ઉમેરી શકાય છે.
આ ફીચર પર હજુ હાલ કામ ચાલી રહ્યું છે પણ Alessandro Paluzzi નામના એક વ્યક્તિ જે એક રિવર્સ એંજીનિયર છે તેમને આના કોડ દ્વારા આ ફીચરની જાણકારી મેળવી છે.
ભવિષ્યમાં આ ફીચર કેવું આવશે એની કોઈ ચોક્કસ માહિતી ટ્વિટર તરફથી મળી નથી.
આ પોસ્ટ પણ વાંચો :