ટ્વિટર શું છે? Twitter વિશે જાણકારી

મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વિશે જે ઘણું લોકપ્રિય છે અને તે ટોપમાં પણ છે જેનું નામ ટ્વિટર (Twitter) છે.

ટ્વિટર એક માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ તરીકે ઓળખાય છે અને આજે આપણે ટ્વિટર વિશે માહિતી જાણીશું.

Twitter વિશે જાણકારી

ટ્વિટર શું છે? – Twitter in Gujarati

ટ્વિટર એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે જેમાં તમે પોતાના વિચારો માત્ર થોડા શબ્દોની અંદર બીજા લોકો સાથે શેર કરી શકો છો, તમે બીજાના વિચારોને જાણી શકો છો.

તમે નવા-નવા લોકો સાથે ટ્વિટર દ્વારા જોડાઈ શકો છો, તમે પોતાની વાત મોટી હસ્તીઓ સુધી પહોચાડી શકો છો.

ટ્વિટર પર તમે 280 અક્ષરોની અંદર કોઈ પણ લખાણ લખીને તેને પબ્લિશ કરી શકો છો.

તમે ટ્વિટર પર જે પણ પોસ્ટ કરો છો તે ટ્વિટ તરીકે ઓળખાય છે, તમે વિડિયો, ફોટો કે GIF ફોટો ટ્વિટના માધ્યમ દ્વારા શેર કરી શકો છો.

ટ્વિટર પર તમે એક-બીજાને ફોલો કરી શકો છો જેથી સામેવાળાની નવી ટ્વિટ તમને જલ્દી જોવા મળે છે, ટ્વિટર પર લોકો કયા વિષય પર વધારે ચર્ચા કરી રહ્યા છે તેના વિશે પણ તમે ટ્રેંડિંગ હેશટેગ દ્વારા જાણી શકો છો.

ટ્વિટર એક એવું પ્લૅટફૉર્મ છે જ્યાં તમે થોડા-થોડા શબ્દો દ્વારા લોકો સાથે જોડાયેલા રહી શકો છો.

ટ્વિટરની શરૂઆત ક્યારે થઈ હતી?

ટ્વિટરની શરૂઆત 21 માર્ચ 2006, સેન ફ્રેન્સિસ્કો, કેલિફોર્નિયા, અમેરીકામાં થઈ હતી.

ટ્વિટરની શરૂઆત કોણે કરી હતી?

ટ્વિટરની શરૂઆત એક સાથે ઘણા લોકોએ કરી હતી જેમનું નામ છે Jack Dorsey, Evan Williams, Biz Stone, Noah Glass.

ટ્વિટરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?

ટ્વિટરનો ઉપયોગ તમે તેને પોતાના મોબાઇલમાં એપ્લિકેશન દ્વારા અને ડેસ્કટોપમાં વેબસાઇટ દ્વારા ઉપયોગ કરી શકો છો.

તમારે ટ્વિટરમાં એક એકાઉન્ટ બનાવવું પડે છે અને ત્યારબાદ તમે ટ્વિટરને એક્સેસ કરી શકો છો.

તમે ટ્વિટરમાં કોઈ પણ ટ્વિટને લાઈક, કમેંટ અને શેર કરી શકો છો, તમે ટ્વિટને રીટ્વિટ પણ કરી શકો છો.

ટ્વિટરમાં તમે તમારી પ્રોફાઇલને સરખી રીતે બનાવી શકો છો.

ટ્વિટરના ફીચર્સ

ટ્વિટરના ઘણા ફીચર્સ છે જેમ કે…

  • તમે ટ્વિટ કરી શકો છો.
  • તાજેતરમાં શું ચાલે છે તે જાણી શકો છો.
  • તમે બીજા લોકો સાથે ડાઇરેક્ટ મેસેજ દ્વારા વાત-ચિત કરી શકો છો.
  • તમે અલગ-અલગ વિષયોને અનુસરી શકો છો જેથી તમને તે વિષયને લગતા ટ્વિટ વાંચવા મળશે.
  • તમે મોટી-મોટી હસ્તીઓને પણ અનુસરી શકો છો અને તેમના વિચાર જાણી શકો છો.
  • તમે તમારી વાત કોઈને ટેગ કરીને જણાવી શકો છો.
  • તમે ટ્વિટરમાં અલગ-અલગ વસ્તુઓ સર્ચ કરી શકો છો.
  • તમે ટ્વિટરના ટ્વિટને કોઈ વેબપેજમાં એમ્બેડ કરી શકો છો.

આવા ઘણા બધા ફીચર્સ તમને ટ્વિટર પર જોવા મળે છે.

મોટી-મોટી હસ્તીઓ કેમ ટ્વિટરને પસંદ કરે છે?

ભારત અને દુનિયાની ઘણી મોટી-મોટી હસ્તીઓ ટ્વિટરનો ઉપયોગ પસંદ કરે છે કારણ કે ટ્વિટર દ્વારા તેઓ પોતાના ચાહકો સાથે વધારે જોડાઈ શકે છે અને પોતાની કોઈ નવી વસ્તુની માર્કેટિંગ તરત કરી શકે તેના માટે પણ તેઓ ટ્વિટરનો ઉપયોગ કરે છે.

મિત્રો આશા છે કે તમને ટ્વિટર વિશે નવી જાણકારી જાણવા મળી હશે.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-