ટ્વિટર (Twitter) વિશે જાણવા જેવી રસપ્રદ માહિતી

ટ્વિટર એક ખૂબ જ લોકપ્રિય માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે જ્યાં યુઝર પોતાનું અકાઉંટ બનાવીને પોતાના મનના વિચારો ટ્વિટના માધ્ય દ્વારા પોસ્ટ કરી શકે છે અને ત્યાં બીજા યુઝર તે ટ્વિટને લાઈક, રી-ટ્વિટ અને તેમાં ટિપ્પણી પણ મૂકી શકે છે.

આજે આપણે ટ્વિટર વિશે ચર્ચા કરીશું અને ટ્વિટર વિશે ઘણી રસપ્રદ જાણકારી જાણવાનો પ્રયાસ કરીશું જે તમે જાણશો તો તમને જરૂર કઈક નવું જાણવા મળશે.

ટ્વિટર વિશે રસપ્રદ જાણવા જેવી જાણકારી

ટ્વિટર વિશે રસપ્રદ જાણકારી

  • શું તમને ખબર છે Tweet નો ગુજરાતી અર્થ શું થાય? Tweet નો ગુજરાતીમાં અર્થ “ચી ચી કરવું” એમ થાય છે. (એટલે જ્યારે તમે ટ્વીટ કર્યું તો તેનો અર્થ તમે ‘ચી ચી કર્યું’ એમ થશે.)
  • ટ્વિટરનો ઉપયોગ રજીસ્ટર થયેલા યુઝર કરી શકે છે પણ જે લોકોએ ટ્વિટરમાં અકાઉંટ નથી બનાવ્યું તેઓ ખાલી ટ્વિટ વાંચી શકે છે.
  • ટ્વિટરની સર્વિસ Twitter, Inc. દ્વારા પ્રદાન કરવામાં આવે છે જે San Francisco, California બેસ્ડ કોર્પોરેશન છે અને તેના પૂરી દુનિયામાં 25થી પણ વધારે ઓફિસ છે.
  • ટ્વિટર પર પહેલા 140 અક્ષરોની લિમિટ હતી પણ હવે ટ્વિટર પર 280 જેટલા અક્ષર લખીને ટ્વિટ કરી શકીએ છીએ.
  • ટ્વિટર Jack Dorsey, Noah Glass, Biz Stone અને Evan Williams દ્વારા માર્ચ 2006માં બનાવવામાં આવ્યું હતું અને તે જ વર્ષના જુલાઈ માહિનામાં ટ્વિટરને લોન્ચ કરવામાં આવ્યું હતું.
  • 2012માં 100 મિલ્યન યુઝર દ્વારા એક દિવસમાં 340 મિલ્યન ટ્વિટ પોસ્ટ થયા હતા.
  • 2013માં ટ્વિટર ટોચની 10 સૌથી વધારે મુલાકાત લેવાયેલી વેબસાઇટની લિસ્ટમાં હતી અને તેને “the SMS of the Internet” દ્વારા વર્ણવામાં આવ્યું હતું.
  • 2019ના પ્રથમ ક્વાર્ટરમાં ટ્વિટર પાસે 330 મિલ્યન જેટલા મહિનાના યુઝર હતા.
  • ટ્વિટર પર સૌથી મોટા ભાગના ટ્વિટ આપણાં જેવા સામાન્ય યુઝર દ્વારા લખાય છે.
  • Twitter નું જૂનું નામ “Twttr” હતું.
  • જ્યારે અમેરિકન ગાયક “માઈકલ જેક્સન” મૃત્યુ પામ્યા હતા ત્યારે ટ્વિટરના સર્વર ક્રેશ થઈ ગયા હતા કારણ કે લોકો પોતાનું સ્ટેટસ અપડેટ કરતાં હતા અને તે સમયએ ટ્વિટ થવાનો આકડો 1 લાખ પ્રતિ કલાક થયો હતો.

તો મિત્રો આશા છે કે આજે તમને ટ્વિટર વિશે કઈક નવી અને રસપ્રદ માહિતી જાણવા મળી હશે, શું તમે પણ ટ્વિટર વાપરો છો? તો તમે તમારો અનુભવ પણ જણાવી શકો છો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: