આજના સમયમાં ઇન્ટરનેટ બધી જ બાજુ ફેલાઈ ગયું છે અને ઓનલાઇન ફોટા કે વિડિયોને એક્સેસ કરવું પણ સરળ થઈ ગયું છે કારણ કે હવે બધા પાસે ફાસ્ટ ઇન્ટરનેટ ડેટા આવી ગયો છે.
આ ફાસ્ટ ઇન્ટરનેટની દુનિયામાં ડાઉનલોડ અને અપલોડ હવે સામાન્ય બની ગયું છે પણ હજુ પણ ઘણા લોકોને આનો સાચો અર્થ નથી ખબર હોતી એટલે જ આપણે આ પોસ્ટમાં જાણીશું કે ડાઉનલોડ અને અપલોડ શું હોય છે? તેની વચ્ચે શું ફરક હોય છે તે જાણીશું.
ડાઉનલોડ શું છે? (Download)
ડાઉનલોડને આપણે ટૂંકમાં કહીએ તો ઇન્ટરનેટ પરથી કોઈ પણ ફાઇલ અથવા ડેટાને આપણાં ડિવાઇસમાં જેમ કે મોબાઇલ, કમ્પ્યુટર, ટેબલેટ વગેરેમાં પ્રાપ્ત અથવા લેવું.
ઇન્ટરનેટ પર તમે જે પણ ડેટા જોવો છો તે કોઈને કોઈ સર્વરમાં સ્ટોર હોય છે.
સર્વરમાં કોઈ પણ ફાઇલ સ્ટોર હોય છે અને તે સર્વર પર રહેલા કોઈ ડેટાને આપણે પોતાના સિસ્ટમમાં લઈએ તો તેને ડાઉનલોડ કહેવાય છે. જ્યારે કોઈ ડેટા ડાઉનલોડ થઈ રહ્યો હોય તો તેને તમે ડાઉનલોડીંગ પણ કહી શકો છો.
આપણે Download શબ્દને છૂટો પાડીને સમજીએ તો ડાઉન (Down)નો અર્થ નીચે અથવા ઉપરથી નીચે થાય છે અને લોડ (Load) એટલે તેને ઉતારવું. આવી રીતે ડાઉનલોડનો સરળ અર્થ નીચે ઉતારવું તમે કહી શકો એટલે ઉપર સર્વરમાં રહેલા ડેટાને આપણાં ડિવાઇસમાં ઉતારવું.
ઇન્ટરનેટ પરથી તમે દરરોજ કઈકને કઈક ડાઉનલોડ કરો છો જેમ કે વોટ્સએપ પરથી ફોટા આવે તો તેને જોવા માટે તેને તમે તે ફોટાને ડાઉનલોડ કરો છો, ફેસબુકમાથી કોઈ ફોટાને મોબાઇલમાં રાખવા માટે તેને ડાઉનલોડ કરો છો. ઓનલાઇન વિડિયો કે ફિલ્મો પણ તમે ડાઉનલોડ કરતાં હોવ છો.
આવી રીતે ઇન્ટરનેટ પર તમે કોઈ પણ વેબસાઇટમાથી કઈક ને કઈક ડાઉનલોડ કરતાં જ હોવ છો, તમે યૂટ્યૂબ પર વિડિયો જોવો છો તો તેને ડાઉનલોડ ન કર્યું કહેવાય, તેને સ્ટ્રીમિંગ કહેવાય છે કારણ કે યૂટ્યૂબના વિડિયો તમારા ડિવાઇસમાં સ્ટોર નથી થતાં.
તમે ઈમેલમાં આવતા અટેચમેંટને પોતાના ડિવાઇસ લો છો તો તેને પણ ડાઉનલોડ કહેવાય છે.
હવે આપણે અપલોડ વિશે વાત કરીએ.
અપલોડ શું છે? (Upload)
અપલોડ એટલે પોતાના ડિવાઇસમાં જેમ કે મોબાઇલ, કમ્પ્યુટર કે ટેબલેટમાથી કોઈ ફાઇલ અથવા ડેટાને ઇન્ટરનેટ પર રહેલા કોઈ સર્વરમાં તે ડેટાને મોકલવો અથવા ત્યાં સ્ટોર કરવો તો તેને અપલોડ કહેવાય છે.
મે તમને આગળ જણાવ્યુ કે ઇન્ટરનેટ પર રહેલો ડેટા કોઈને કોઈ સર્વરમાં સ્ટોર કરેલો હોય છે, આથી તમે પોતાના ડિવાઇસમાથી કોઈ પણ ડેટા ઇન્ટરનેટ પર કોઈ સર્વરમાં મોકલી રહ્યા હોવ અથવા સ્ટોર કરી રહ્યા હોવ તો તેને અપલોડીંગ પણ કહેવાય છે.
તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ ફોટો કે વિડિયો પબ્લિશ કરો છો તો તે તમારો ડેટા જેમાં ફોટો કે વિડિયો છે તે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના સર્વરમાં સ્ટોર થાય છે અને પછી કહેવાય છે કે તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં ફોટો કે વિડિયો અપલોડ કર્યો છે.
Upload શબ્દને આપણે છૂટા પાડીને સમજીએ તો આપણને સરળતાથી ખબર પડશે. અપ (Up) એટલે ઉપર અથવા નીચેથી ઉપર અને લોડ (Load) એટલે ઊતારવું, આનો પૂરો અર્થ કે નીચેથી ઉપર ઉતારવું, એટલે કે તમે જે પણ ફાઇલ પોતાના પર્સનલ સિસ્ટમમાથી બીજા સર્વર મોકલો છો તો તેને કહેવાય કે તમે તે ફાઇલને નીચેથી ઉપર ઉતાર્યો એટલે તેને અપલોડ કર્યો.
તમે ફેસબુક, યૂટ્યૂબ કે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો પબ્લિશ કરો છો તો તે તે વેબસાઇટના સર્વરમાં સ્ટોર થાય છે અને પછી કહેવાય છે કે તમે તે વિડિયોને ફેસબુક, યૂટ્યૂબ કે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો.
ડાઉનલોડ અને અપલોડની વચ્ચે શું ફરક છે?
હવે આપણે જાણીએ કે ડાઉનલોડ અને અપલોડ વચ્ચે શું ફરક હોય છે, તે બંને વચ્ચેનું અંતર જાણીશું.
- ડાઉનલોડમાં તમે કોઈ ડેટાને બીજા કોઈ સર્વરમાથી પોતાના ડિવાઇસમાં લો છો અને અપલોડમાં તમે પોતાના ડિવાઇસમાથી કોઈ ડેટાને બીજા કોઈ સર્વરમાં સ્ટોર કરો છો.
- અપલોડ કરેલો ડેટા જો પબ્લિક હોય તો તેને કોઈ પણ એક્સેસ કરી શકે છે અને ડાઉનલોડ કરેલો ડેટા તે ડિવાઇસનો માલિક જ એક્સેસ કરી શકે છે.
- અમુક અવિશ્વાશું વેબસાઇટ પરથી ડેટા ડાઉનલોડ કરીએ તો એમાં આપણાં કમ્પ્યુટર કે મોબાઇલમાં વાઇરસ કે અન્ય ખતરો પણ આવી શકે છે, જો તમે કોઈ અયોગ્ય સર્વર કે વેબસાઇટ પર ડેટા અપલોડ કરો તો તે હેકરના હાથમાં પણ જઈ શકે છે.
- ડેટા ડાઉનલોડ કરવાની સ્પીડ વધારે હોય છે પણ ડેટાને અપલોડ કરવાની સ્પીડ ડાઉનલોડ સ્પીડ કરતાં ઓછી હોય છે.
હવે તમને ડાઉનલોડ અને અપલોડ શું છે અને તેના વચ્ચેનો ફરક સમજણમાં આવી ગયો હશે, તમે પોતાના મિત્રો સાથે પણ આ પોસ્ટ વોટ્સએપ અને ફેસબુક દ્વારા શેર કરો જેથી તેમને પણ ડાઉનલોડ અને અપલોડનો અર્થ ખબર પડે. આ પોસ્ટને અંત સુધી વાંચવા માટે તમારો દિલથી ધન્યવાદ.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-