ડિજિટલ માર્કેટિંગ (Digital Marketing) એટલે કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસની ઓનલાઇન ઇન્ટરનેટ દ્વારા માર્કેટિંગ કરવી. તમે જે પણ પ્રોડક્ટ કે સર્વિસ જોવો છો જેમ કે કોઈ બિસ્કિટ, ઠંડુ પીણું, લેપટોપ, મોબાઇલ, કોચિંગ સેન્ટર, સોફ્ટવેર, એપ્લિકેશન વગેરેની જાહેરાત ઇન્ટરનેટ પર કરવી અથવા ઇન્ટરનેટ દ્વારા તેની અલગ – અલગ રીતે માર્કેટિંગ કરવી.
આજે આપણે ડિજિટલ માર્કેટિંગ વિશે ઘણી રસપ્રદ જાણવા જેવી જાણકારી જાણીશું જેમાં તમને જરૂર મજા આવશે.
ડિજિટલ માર્કેટિંગ વિશે રસપ્રદ માહિતી
- મિત્રો શું તમને ખબર છે કે 93% લોકો કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ઓનલાઇન લોકો દ્વારા લખાયેલા રિવ્યૂ વાંચે છે.
- દુનિયાનું 91% જેટલું સર્ચ એંજિન માર્કેટ ગૂગલ કંપનીના હાથમાં છે.
- જો કોઈ બ્રાન્ડ પોતાની ડિજિટલ જાહેરાત કરાવે છે તો તે પોતાના બ્રાન્ડની જાગૃતિ 80% જેટલી વધારી શકે છે.
- ગૂગલ એડ્સમાં બધી ઈન્ડસ્ટ્રીમાં જોઈએ તો લગભગ CTR 18% જેટલું હોય છે.
- શું તમે જાણો છો કે 80 અબજ ડોલર જેટલી વેલ્યુ માત્ર SEO ઈન્ડસ્ટ્રીની છે.
- મોટી કંપનીઓ 10 હજાર ડોલરથી 20 હજાર ડોલર સુધી દર મહિને SEO પર ખર્ચે છે.
- 93% જેટલા બિઝનેસ ફેસબુક પર એક્ટિવ છે.
- હાલ 55 મિલ્યન જેટલી કંપનીઓ LinkedIn પર છે, ઇન્સ્ટાગ્રામ પર 200 મિલ્યન જેટલા બિઝનેસ એકાઉન્ટ છે, Snapchat પર 30 મિલ્યન બિઝનેસ છે.
- 2020 પૂરી દુનિયામાં ડિજિટલ માર્કેટિંગનું પૂરું માર્કેટ 350 અબજ ડોલરનું હતું અને 2026 સુધી જોવામાં આવે છે કે તેનું મૂલ્ય 786 અબજ ડોલર જેટલું થશે.
- રિપોર્ટ પ્રમાણે ઈમેલ માર્કેટિંગ દ્વારા જો 1 ડોલર ખર્ચ કરવામાં આવ્યો હોય તો 36 ડોલર પાછા મળ્યા છે.
- 48% યુઝર જણાવે છે કે જો કોઈ કંપનીની બિઝનેસ વેબસાઇટ મોબાઇલમાં બરાબર નથી દેખાતી તો યુઝર એવું માને છે કે તે કંપનીને પોતાના ગ્રાહકની ચિંતા નથી.
- એવું કહેવાય છે કે જો કોઈ બિઝનેસ પોતાનું ઓનલાઇન માર્કેટિંગ નથી કરતું તો તે પોતાનો બિઝનેસ તો ચલાવે છે પણ કોઈને કહેતા નથી કે અમારો આ બિઝનેસ છે.
વિજ્ઞાપન
મિત્રો આશા છે કે આજે તમને ડિજિટલ માર્કેટિંગ વિશે કઈક નવું જાણવા મળ્યું હશે, અમે મળીશું તમારી સાથે નવી પોસ્ટમાં, તમારો ખૂબ ખૂબ આભાર.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:
- જીમેલ વિશે જાણવા જેવી રસપ્રદ જાણકારી
- વેબ ડેવલોપમેન્ટ વિશે જાણવા જેવી જાણકારી
- એમેઝોન (Amazon) કંપની વિશે રસપ્રદ વાતો
- ઇન્ટરનેટની ટોપ 10 વેબસાઇટ જે તમને કામ લાગશે..!!
- ગૂગલ પર આ 8 વસ્તુઓ સર્ચ કરો અને પછી જોવો કમાલ
- માઇક્રોસોફ્ટ બિંગ સર્ચ એંજિન વિશે 10 જાણવા જેવી વાતો