ડિજિટલ રૂપી શું છે? UPI હોવા છત્તા ડિજિટલ રૂપીની જરૂર કેમ? ભારત સરકારનું ઉદેશ્ય શું છે? જાણો સંપૂર્ણ જાણકારી

ભારતમાં અત્યારે અબજો ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થાય છે અને UPI એ ભારતમાં ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ લાવી છે.

હવે UPI ની આટલી મોટી સફળતા બાદ ભારત સરકારે હવે “ડિજિટલ રૂપી (Digital Rupee)” ની રજૂઆત કરી છે.

UPI આટલું સરસ ચાલી રહ્યું છે તો ભારત સરકારે કેમ ડિજિટલ રૂપી લોન્ચ કર્યું? ડિજિટલ રૂપી શું છે? તે કેવી રીતે કામ કરે છે? આવા ઘણા સવાલ છે જે આજે આપણે જાણીશું.

ચાલો જાણીએ ડિજિટલ રૂપી વિશે માહિતી.

ડિજિટલ રૂપી શું છે?

ડિજિટલ રૂપી શું છે? – What is Digital Rupee?

જે રીતે આપણે ભૌતિક સ્વરૂપમાં રૂપિયાના સિક્કા અને 100, 200, 500 રૂપિયાની નોટ કેશમાં રાખીએ છીએ એ જ રીતે ડિજિટલ રૂપી પણ આ કેશ નોટ અને સિક્કાઓનું એક ડિજિટલ રૂપ છે.

ડિજિટલ રૂપી આપણાં ભારતીય રૂપિયાનું એક ડિજિટલ રૂપ છે. આ ડિજિટલ રૂપીને ભારતીય રિઝર્વ બેંક દ્વારા પ્રદાન કરવામાં આવશે.

આ ડિજિટલ રૂપી બ્લોકચેન ટેક્નોલોજી ઉપર આધારિત છે જેના દ્વારા ખૂબ જ સુરક્ષિત રીતે આ ડિજિટલ રૂપીને સ્ટોર કરવામાં આવશે.

આ ડિજિટલ રૂપીને સેંન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (Central Bank Digital Currency) પણ કહેવામાં આવે છે.

સેંન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી શું છે? – What is CBDC?

સેંન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) એટલે એવું ચલણ જે કોઈ પણ દેશની સેંન્ટ્રલ બેન્ક દ્વારા પ્રદાન (Issue) કરવામાં આવે છે.

આ ડિજિટલ રૂપી પણ એક ડિજિટલ ચલણ છે જે ભારતની સેંન્ટ્રલ બેન્ક “ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of Inda – RBI)” દ્વારા જારી કરવામાં આવશે. 

Reserve Bank of India

આ કારણે તેને સેંન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) કહેવાય છે.

ડિજિટલ રૂપી ક્યારે લોન્ચ થશે? – Digital Rupee Launch Date

હાલમાં ડિજિટલ રૂપીને 1 નવેમ્બર 2022એ હૉલસેલ માર્કેટમાં ટેસ્ટિંગ માટે લોન્ચ કરવામાં આવ્યું છે અને રીટેલ માર્કેટમાં ટેસ્ટિંગ માટે 1 ડિસેમ્બર 2022 લોન્ચ કરવામાં આવ્યું છે.

હાલમાં આ ડિજિટલ રૂપી માત્ર ટેસ્ટિંગ માટે અમુક લોકો માટે જ અને અમુક લોકેશન માટે જ લોન્ચ થયેલું છે.

ડિજિટલ રૂપી કેવી રીતે કામ કરશે? – How will Digital Rupee work?

ડિજિટલ રૂપી તમને RBI દ્વારા તમારા સ્માર્ટફોનમાં એક વોલેટ એપ દ્વારા આપવામાં આવશે. તમે એક વોલેટ એપમાંથી તમારા મિત્રની વોલેટ એપમાં ડિજિટલ રૂપી ટ્રાન્સફર કરી શકશો.

આ ડિજિટલ રૂપી બ્લોકચેન ઉપર આધારિત છે જેના કારણે તમે આના ઉપર વિશ્વાસ કરી શકો છો.

ડિજિટલ રૂપી દ્વારા પૈસાની લેવડ-દેવડ કરવાથી તમારે ભૌતિક રૂપમાં સિક્કાઓ કે કેશ નોટ પોતાના ખિસ્સામાં નહીં રાખવું પડે.

ડિજિટલ રૂપી ખૂબ સરળ રીતે કામ કરે છે, બસ RBI ના વોલેટ એપ દ્વારા એક વોલેટમાંથી બીજા વોલેટમાં ટ્રાન્સફર કરવાનું રહેશે. આમાં પેમેન્ટ કરવા માટે QR કોડ અને વોલેટ એડ્રેસનો પણ ઓપ્શન જોવા મળશે.

ડિજિટલ રૂપી અને UPI માં શું તફાવત છે? – Difference between Digital Rupee and UPI

INR Cash Notes

ડિજિટલ રૂપી આપણાં ભારતીય રૂપિયા અને કેશ નોટનું એક ડિજિટલ સ્વરૂપ છે અને UPI એક માધ્યમ છે જેના દ્વારા તમે તમારા બઁકમાં સુરક્ષિત રાખેલા ભૌતિક કેશ નોટને બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો.

ડિજિટલ રૂપીનું કનેક્શન ડાઇરેક્ટ ભારતની સેંન્ટ્રલ બેન્ક RBI સાથે છે, તમે અત્યાર સુધી જે બઁકમાં ખાતું ખોલાવેલું હશે જેમ કે બઁક ઓફ બરોડા, HDFC વગેરે તો આ બૅન્કો સાથે ડિજિટલ રૂપીનું કોઈ કનેક્શન નહીં હોય.

તમે ડિજિટલ રૂપી દ્વારા જે પણ ટ્રાન્ઝેક્શન કરશો એ RBI દ્વારા થશે અને જે તમે UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો એ તમે જે બેન્કમાં ખાતું ખોલાવેલું છે એના દ્વારા થાય છે.

ડિજિટલ રૂપીને તમારે પોતાના બઁક અકાઉંટ સાથે કનેક્ટ કરવાની જરૂર પણ નહીં પડે, જે ટ્રાન્ઝેક્શન કરશો એ બઁક અકાઉંટ વગર થશે.

તમારે બસ શરૂઆતમાં તમારા ભૌતિક રૂપિયા કે કેશને ડિજિટલ રૂપીમાં કન્વર્ટ કરવા પડશે.

ભારતમાં UPI હોવા છત્તા ડિજિટલ રૂપીની જરૂર કેમ પડી? – Why do we need Digital Rupee in India?

જ્યારે આપણે UPI દ્વારા પૈસા ટ્રાન્સફર કરીએ છીએ તો દર એક ટ્રાન્ઝેક્શન ઉપર UPI માં ખર્ચો થતો હોય છે. હવે આપણે તો UPI માં પૈસા મફત ટ્રાન્સફર કરીએ છીએ પણ આ દરેક ટ્રાન્ઝેક્શનનો ખર્ચો સરકાર દર વર્ષે કરોડો રૂપિયામાં ચૂકવે છે.

હવે આ ખર્ચાને MDR (Merchant Discount Rate) કહેવાય છે. હાલમાં તો UPI ઉપર પૈસા ટ્રાન્સફર કરવાનો કોઈ ચાર્જ નથી લાગતો પણ ભવિષ્યમાં જરૂર લાગી શકે છે.

આ MDR ચાર્જ બેન્ક લેતી હોય છે જે આપણાં UPI પેમેન્ટને પ્રોસેસ કરવાનું કામ કરે છે. જે આપણે પૈસા ટ્રાન્સફર કરીએ છીએ એમાંથી જ અમુક ટકા % ચાર્જ દર ટ્રાન્ઝેક્શન ઉપર કપાય છે પણ હાલમાં સરકાર જ યુઝરની જગ્યાએ આ બધો ચાર્જ ચૂકવે છે.

હાલમાં UPI ટ્રાન્ઝેક્શન ઉપર જો પૈસા ટ્રાન્સફર કરતી વખતે ચાર્જ કપાય તો લોકો કેશમાં જ પૈસા આપવાનું ચાલુ રાખે પણ સરકાર ઈચ્છે છે કે લોકો વધારેમાં વધારે પેમેન્ટ ડિજિટલ માધ્યમ UPI દ્વારા કરે આ કારણે UPI ઉપર યુઝર માટે કોઈ MDR ચાર્જ નથી લાગતો.

હવે આ કારણે ડિજિટલ રૂપી સરકારે બહાર પાડ્યું જેમાં સરકારે વચ્ચેની બેન્કોને હટાવીને ડાઇરેક્ટ RBI દ્વારા ટ્રાન્ઝેક્શનનો વ્યવહાર કરવાનું વિચાર્યું જેથી MDR નો ચાર્જ ન ચૂકવવો પડે.

ડિજિટલ રૂપીમાં MDR નો કોઈ ચાર્જ નહીં લાગે કારણ કે આમાં તો બેન્ક સાથે લોકોએ કોઈ વ્યવહાર નહીં કરવો પડે, ડાઇરેક્ટ બ્લોકચેન દ્વારા જ એક વોલેટમાંથી બીજા વોલેટમાં ડિજિટલ રૂપી ટ્રાન્સફર કરી શકાશે.

ડિજિટલ રૂપી ક્રિપ્ટોકરન્સીથી કેવી રીતે અલગ છે? – How is the Digital Rupee different from Cryptocurrency?

Rupee Coins

ક્રિપ્ટોકરન્સીની જ્યારે આપણે વાત કરીએ તો ડિજિટલ રૂપી તેનાથી અલગ જ છે.

બંનેમાં સમાનતા એક છે કે આ બંને ચલણ બ્લોકચેન ઉપર કામ કરે છે પણ ક્રિપ્ટોકરન્સીને કોઈ એક સંસ્થા કંટ્રોલ નથી કરતું, ક્રિપ્ટોકરન્સીને કોઈ જ કંટ્રોલ નથી કરતું અને તેના કારણે 1 રૂપિયા બરાબર ક્રિપ્ટોકરન્સીની વેલ્યૂ ખૂબ જ અચાનક વધી અને ઘટી જાય છે.

જ્યારે આપણે ડિજિટલ રૂપીની વાત કરીએ તો તે RBI ને દેખરેખમાં જ હશે જેનાથી તેની વેલ્યૂમાં કોઈ વધ-ઘટ જોવા નહીં મળે અને તે સુરક્ષિત રહેશે.

જે આપણો એક રૂપિયાનો સિક્કો હોય તો ડિજિટલ રૂપીમાં પણ તેની વેલ્યૂ એક સરખી જ હશે.

જો 100 રૂપિયાની એક નોટ હોય તો ડિજિટલ રૂપીમાં પણ તેની વેલ્યૂ 100 રૂપિયા હશે.

ડિજિટલ રૂપી ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલું એક કાનૂની ટેન્ડર છે જેના લીધે આ ચલણ ઉપર પૂરો વિશ્વાસ કરી શકાય છે.

જે રીતે ભારતમાં ક્રિપ્ટોકરન્સી માટે 30% ટેક્સ લાગે છે તેમ ડિજિટલ રૂપીમાં તમને કોઈ ટેક્સ જોવા નથી મળતો.

ડિજિટલ રૂપીમાં તમને કોઈ પણ પ્રકારનું વ્યાજ પણ નહીં મળે.

ડિજિટલ રૂપીના ફાયદાઓ – Advantages of Digital Rupee

 • ડિજિટલ રૂપીની ટેક્નોલોજી બ્લોકચેન ઉપર આધારિત અને RBI ની દેખરેખમાં હશે જેના લીધે તે સુરક્ષિત છે.
 • ડિજિટલ રૂપીને કારણે આપણે ભૌતિક કેશ પોતાની પાસે નહીં રાખવો પડે.
 • જો વધારે લોકો ડિજિટલ રૂપીનો ઉપયોગ કરશે તો સરકારે કેશ નોટ નહીં છાપવી પડે અને તેનું પ્રિંટિંગ, સાચવવું, ટ્રાન્સપોર્ટેશન વગેરેનો ઘણો બધો ખર્ચો બચી જશે.
 • તમારા પૈસા નીચે પડીને ખોવાઈ જાય એવું પણ નહીં બને.
 • આમાં કોઈ MDR ચાર્જ નહીં લાગે જેના લીધે ફ્રીમાં તેનો ઉપયોગ કરી શકાશે.
 • ભારતના લોકો ટેક્નોલોજીના માધ્યમથી વધારે આગળ વધી શકશે.
 • ભારતમાં ડિજિટલ ઈકોનોમીને સારો વિકાસ મળશે.
 • ડિજિટલ રૂપીનો ઉપયોગ કરવું ખૂબ જ સરળ રહેશે.
 • ભારતની બહાર પણ ઉપયોગ કરી શકાશે.
 • ફ્રોડ પેમેન્ટને થતાં રોકાશે.
 • બઁક અકાઉંટ ખોલાવવાની જરૂર પણ નહીં પડે.
 • જે રીતે આપણી પૈસાની નોટ ફાટી જાય છે એવું આ ડિજિટલ રૂપીમાં જોવા નહીં મળે.

ડિજિટલ રૂપી પાછળ ભારત સરકારનું ઉદેશ્ય શું છે?

Indian Rupee

ડિજિટલ રૂપી પાછળ ભારત સરકારનું ઉદેશ્ય એ જ છે કે લોકો વધારેમાં વધારે ડિજિટલ ચલણનો ઉપયોગ કરે અને ભારત સરકારે વધારે પૈસાને કેશમાં પ્રિન્ટ ન કરવું પડે.

જ્યારે સરકાર કેશ નોટને પ્રિન્ટ કરે છે તો તેને પ્રિંટિંગ કરવું, સાચવવું, અલગ-અલગ બેન્કો સુધી પહોચાડવું, ફાટેલી નોટને બદલવી જેવા વગેરે કામો માટે બીજા વધારે પૈસા ખર્ચ કરવા પડે છે.

આપણો ભારત દેશ 140 કરોડ જેટલા લોકોની વસ્તી ધરાવે છે અને કેશમાં ખૂબ વધારે પૈસાની જરૂર પડતી હોય છે, જો લોકો ડિજિટલ રૂપીનો ઉપયોગ કરે તો ઘણા મોટા ખર્ચાઓને ખતમ કરી શકાય છે.

આનાથી લોકો UPI થી જે પૈસા ટ્રાન્સફર કરે છે એ પણ છોડીને ડિજિટલ રૂપી દ્વારા પૈસા ટ્રાન્સફર કરશે તો MDR ચાર્જ પણ સરકારે નહીં ચૂકવવો પડે.

ડિજિટલ રૂપીને કારણે લોકોને બેન્ક અકાઉંટ પણ ખોલાવાની જરૂર નહીં પડે. ડિજિટલ રૂપીના ખૂબ ફાયદાઓ છે.

આ રીતે ડિજિટલ રૂપી પાછળ સરકારના ઘણા ઉદેશ્યો છે.

મિત્રો આશા છે કે ડિજિટલ રૂપી વિશેના ઘણા સવાલો તમારા દિમાગમાં હતા જે હવે દૂર થઈ ગયા હશે. તમારા સવાલો તમે અમને 7600940342 વોટ્સએપ નંબર પર મોકલી શકો છો.

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે. તમારો ખૂબ આભાર!

અમારી અન્ય પોસ્ટ: