ડિજિલોકરમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું?

મિત્રો આજે આપણે ડિજીલોકર એપમાં એકાઉન્ટ બનાવવાની સરળ રીત જાણીશું જેમાં અમે તમને સ્ક્રીનશોટ સાથે સમજાવવાનો પ્રયાસ કરીશું જેથી તમે સરળતાથી DigiLocker એપમાં એકાઉન્ટ બનાવી શકો છો.

ડિજીલોકર એપમાં એકાઉન્ટ બનાવવાની સરળ રીત

ડિજીલોકર એપમાં એકાઉન્ટ બનાવવાની સરળ રીત

સૌપ્રથમ DigiLocker એપ ખોલો.

  • સૌપ્રથમ DigiLocker એપ ખોલો.

તમારે DigiLocker એપને Android ડિવાઇસ માટે ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરવું પડશે અને iOS માટે એપસ્ટોર પરથી આ એપને ડાઉનલોડ કરવું પડશે.

તમે ડિજીલોકરની મુખ્ય વેબસાઇટમાં પણ એકાઉન્ટ બનાવી શકો છો.

DigiLocker એપ ડાઉનલોડ થયા બાદ તેને ખોલો.



હવે નીચે Account પર ક્લિક કરો.

  • હવે નીચે Account પર ક્લિક કરો.

ડિજિલોકર એપ ખોલ્યા બાદ તમને જમણી બાજુ નીચે ખૂણામાં એક Account ઓપ્શન દેખાશે તો તેના પર ક્લિક કરો.


હવે Create Account પર ક્લિક કરો.

  • હવે Create Account પર ક્લિક કરો.


ફોર્મમાં માંગ્યા મુજબ માહિતી ભરો

  • હવે ફોર્મમાં માંગ્યા મુજબ માહિતી ભરો

હવે તમારે આ ફોર્મમાં માહિતી ભરવાની છે, કઈ માહિતી તમારે ભરવાની છે એના પગલાં તમને નીચે જણાવવામાં આવ્યા છે.

  1. Full Name (as per Aadhaar): અહી તમારે પોતાનું નામ લખવાનું છે જે તમારા આધાર કાર્ડ પ્રમાણે હોવું જોઈએ.
  2. Date of Birth (as per Aadhaar): તમારા આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે તે અહી તમારે ભરવાની છે.
  3. હવે જો તમે પુરુષ હોય તો Male, મહિલા હોય તો Female, અને અન્ય હોય તો Other પર સિલેક્ટ કરવાનું છે.
  4. ત્યારબાદ તમારે આધાર કાર્ડમાં રજીસ્ટર કરેલો મોબાઈલ નંબર લખવાનો છે.
  5. હવે તમારે 6 આંકડાનો એક નવો ગુપ્ત પિન નંબર સેટ કરવાનો છે જેનાથી બીજા અન્ય લોકો તમારી આ એપ ન ખોલી શકે. (મિત્રો આ પિનને સાચવીને જરૂર યાદ રાખજો.)
  6. હવે તમારે Email ID નાખવાનું છે.
  7. ત્યારબાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે.

આટલી માહિતી ફોર્મમાં ભરીને તમારે Submit બટન પર ક્લિક કરવાનું છે. સબમિટ થઈ જશે એટલે તમારું નવું એકાઉન્ટ ડિજીલોકરમાં બની જશે.

આશા છે કે હવે તમને ડિજિલોકરમાં એકાઉન્ટ બનાવતા આવડી જશે, તમારા બધા જ ગ્રુપમાં આ માહિતી શેર કરજો જેથી બધાને ડિજીલોકરમાં એકાઉન્ટ બનાવતા આવડી જાય.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-