ડિજિલોકરમાં કોરોનાની રસીનું સર્ટિફિકેટ સ્ટોર કેવી રીતે કરવું?

અત્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે તમે મુકાવેલી કોરોનાની રસીનું સર્ટિફિકેટ બધે જ જરૂર પડતી હોય છે જેમ કે એરપોર્ટ, ટ્રેન કે અન્ય મુસાફરી કે અલગ-અલગ જગ્યાઓએ સર્ટિફિકેટ તમારે સાથે ન રાખવું પડે એના માટે આજની જાણકારી લઈને અમે આવ્યા છીએ.

ડિજિલોકર એપમાં તમે કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ પણ વેરીફાય કરીને સાચવી શકો છો તો આવો જાણીએ કે ડિજિલોકરમાં કોવિડ વેક્સિન સર્ટિફિકેટ સ્ટોર કરવાની રીત.

ડિજિલોકરમાં કોરોનાની રસીનું સર્ટિફિકેટ સ્ટોર કરવાની રીત

ડિજિલોકરમાં કોરોનાની રસીનું સર્ટિફિકેટ સ્ટોર કરવાની રીત

ડિજિલોકર એપ ખોલવું

  • સૌપ્રથમ તમારે ડિજિલોકર એપને ખોલવાની છે. ડિજિલોકર એપ ખુલ્યા પછી તમારે હેલ્થ (Health) નામની કેટેગરી શોધવાની છે અને એમાં તમારે Ministry of Health & Family Welfare પર ક્લિક કરવાનું છે.

કોવિડ વેક્સિન સર્ટિફિકેટ

  • હવે તમારે કોવિડ વેક્સિન સર્ટિફિક્ટ (Covid Vaccine Certificate) પર ક્લિક કરવાનું છે.

ડિજિલોકરમાં કોવિડ વેક્સિન સર્ટિફિકેટ ફોર્મ

  • હવે તમને ઉપર પ્રમાણેનું ઇન્ટરફેસ જોવા મળશે. હવે જો ડિજિલોકર એપમાં તમારું આધારકાર્ડ વેરીફાય હશે તો તમારું નામ, જન્મ તારીખ અને Gender લખેલું આવી જશે. હવે તમારે માત્ર બેનેફિશયરી નંબર (Beneficiary ID) એન્ટર કરવાની રહેશે.
  • ઉપરની માહિતી ભર્યા બાદ તમારે નીચે એક બોક્સમાં ટિક માર્ક કરવાનું છે ત્યારબાદ GET DOCUMENT બટન પર ક્લિક કરશો એટલે તમારું સર્ટિફિકેટ ડિજિલોકર એપમાં સ્ટોર થઈ જશે.

બેનેફિશયરી ID નંબર ક્યાંથી મળશે?

તમે જો કોવિડ વેકસીન મુકાવેલી હશે તો તેનું સરીફિકેટ મળેલું હશે. તે સર્ટિફિકેટની અંદર તમને બેનેફિશયરી ID નંબર જોવા મળશે.

તો મિત્રો હવે ડિજિલોકર એપની મદદથી તમે કોવિડનું સર્ટિફિકેટ મોબાઈલમાંથી ગમે ત્યારે ગમે તે જગ્યા જોઈ શકો છો અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરી શકો છો. આ માહિતીને બીજા લોકો સાથે શેયર કરો જેથી બીજાને મદદ મળે.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-