મિત્રો તમે રસ્તામાં વાહન લઈને જાવ છો અને જો તમને ટ્રાફિક પોલીસ રસ્તામાં રોકીને ડ્રાઇવિંગ લાઇસન્સ માંગે અને જો તમારી પાસે ના હોય તો નિયમ પ્રમાણે તમારે દંડ ભરવો પડે છે.
આજની આ જાણકારીથી હવે તમે મોબાઈલની અંદર ડિજિલોકર એપની મદદથી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સ્ટોર કરીને ગમે ત્યારે જરૂર પડે તો ઉપયોગ કરી શકશો અને કોઈને પણ બતાવી શકશો.
તો ચાલો જાણી લઈએ કે ડિજિલોકરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે સ્ટોર કરવું.
ડીજિલોકર એપમાં ડ્રાઇવિંગ લાઈસેન્સ સ્ટોર કરવાની રીત
1. સૌથી પહેલા તમે DigiLocker ખોલો.
તમારા મોબાઇલમાં તમે DigiLocker એપ ડાઉનલોડ કરીને તેમાં એકાઉન્ટ બનાવીને તેને ખોલો.
2. હવે Ministry of Road Transportation and Highways પર ક્લિક કરો.
હવે તમારે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટેશન અને હાઈવે (Ministry of Road Transportation and Highways) પર ક્લિક કરવાનું છે.
3. હવે Driving License પર ક્લિક કરો.
હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) પર ક્લિક કરવાનું છે.
4. હવે આ ફોર્મ ભરો અને તેને સબમિટ કરો.
ઉપરની માહિતી ભર્યા બાદ તમારે નીચે એક બોક્સમાં ટિક માર્ક કરવાનું છે ત્યારબાદ GET DOCUMENT બટન પર ક્લિક કરશો એટલે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ડિજિલોકર એપમાં સ્ટોર થઈ જશે.
તો મિત્રો તમે જો ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખશો તો તમારે કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.
આ જાણકારી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમારે બીજી કોઈ પણ જાણકારી જોઈએ તો અમને એ પણ જણાવજો.
અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-