ડિજિલોકરમાં બધા ડોક્યુમેન્ટ કેવી રીતે જોવા?

મિત્રો તમે ડિજિલોકર એપનો ઉપયોગ કરતા હોય અને તમને એ ના ખબર હોય કે સેવ થયેલા ડોક્યુમેન્ટ ક્યાં જોવા મળશે?

તો એના માટે જ હું આજે માહિતી લઈને આવ્યો છું. જો આ રીતે તમે નીચેના પગલાંને અનુસરશો એટલે તમને બધા ડોક્યુમેન્ટ જોવા મળશે. તો ચાલો જાણી લઈએ કે ડિજિલોકરમાં સ્ટોર કરેલા બધા ડોક્યુમેન્ટ જોવાની સરળ રીત.

ડિજિલોકરમાં બધા ડોક્યુમેન્ટ કેવી રીતે જોવા?

ડિજિલોકરમાં બધા ડોક્યુમેન્ટ જોવાની સરળ રીત

નોંધ : ડોક્યુમેન્ટ જોવા માટે સૌપ્રથમ તમારા ડોક્યુમેન્ટ ડિજિલોકર એપમાં વેરીફાય કરવા જરૂરી છે.

સૌપ્રથમ DigiLocker ખોલો અને નીચે આપેલા Issued Document પર ક્લિક કરો.

સૌપ્રથમ DigiLocker ખોલો અને નીચે આપેલા Issued Document પર ક્લિક કરો.

show all issued documents in digilocker app

હવે અહી તમને તમારા બધા ડોક્યુમેન્ટ જે તમે વેરીફાય કરેલા હશે તે જોવા મળશે. ઉપર ફોટોમાં દેખાય છે તે પ્રમાણે મારા આધાર કાર્ડ, પાન કાર્ડ, કોવિડ સર્ટિફિકેટ, વાહનની આર. સી. વગેરે જેવા ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો.

હવે તમારે ડોક્યુમેન્ટની હાર્ડકોપી સાથે લઈને ફરવાની જરૂર નથી બસ મોબાઈલ અને તેની અંદર રહેલી ડિજિલોકર એપને સાથે રાખશો એટલે ગમે ત્યારે તમે બધા ડોક્યુમેન્ટ જોઈ પણ શકશો અને ડાઉનલોડ કરીને બીજા લોકોને મોકલી પણ શકશો.

ડિજિલોકરમાં ડોક્યુમેન્ટ શેયર અને ડાઉનલોડ કેવી રીતે કરવા?

ડોકયુમેંટની બાજુમાં આપેલા 3 ટપકા પર ક્લિક કરશો એટલે નવા ઓપ્શન આવશે જે નીચે સમજાવ્યા છે.

ડિજિલોકરમાં ડોક્યુમેન્ટ શેયર અને ડાઉનલોડ કેવી રીતે કરવા?

  1. View : ડિજિલોકર એપમાં જ તમે તમારું ડોક્યુમેન્ટ જોઈ શકશો.
  2. Share : બીજા લોકો સાથે શેયર કરી શકશો.
  3. View PDF : ડિજિલોકર એપમાં જ ડોક્યુમેન્ટ ખુલી જશે જે PDF ફોર્મેટમાં હશે અને ત્યાં જ નીચે ડાઉનલોડનું બટન બ્લુ કલરનું જોવા મળશે જેના પર ક્લિક કરવાથી pdf ફોર્મેટમાં ડોક્યુમેન્ટ ડાઉનલોડ થઈ જશે.
  4. Delete : જો તમારે ડોક્યુમેન્ટ ડિલીટ કરવું હોય તો કરી શકશો.

મિત્રો તમે તમારા બધા ડોક્યુમેન્ટ જે ડિજિલોકરમાં વેરિફાય કરેલા હશે તેને ગમે ત્યારે અને ગમે તે જગ્યાએથી જોઈ શકો છો. જો આ માહિતીથી તમારી સમસ્યા દૂર થઈ ગઈ હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-