ડિજિલોકર એપમાં પાન કાર્ડ કેવી રીતે સ્ટોર કરવું?

મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેમને બેન્કિંગ વ્યવહાર, ઓફિસ કામ અથવા કોઈ પણ જગ્યાએ વારંવાર પાન કાર્ડની જરૂર પડતી હોય છે પણ દર વખતે હંમેશા પાન કાર્ડ પોતાની સાથે રાખવું શક્ય નથી હોતું. 

તો આજની માહિતીમાં હું તમને ડિજિલોકર મોબાઈલ એપનો ઉપયોગ કરીને પાન કાર્ડ કેવી રીતે સ્ટોર કરવું તેની માહિતી આપીશ તો ચાલો જાણી લઈએ કે ડિજિલોકર એપમાં પાન કાર્ડ સ્ટોર કરવાની સરળ રીત

મિત્રો તમને એ પણ જણાવું કે આ એપ્લિકેશન આપણા ભારત સરકાર દ્વારા બનાવામાં આવી છે એટલે તમારા બધા ડોક્યુમેન્ટની સિક્યુરિટી બનેલી રહેશે. 

ડિજિલોકર એપમાં પાન કાર્ડ કેવી રીતે સ્ટોર કરવું?

ડિજિલોકર એપ્લિકેશનમાં પાન કાર્ડ સ્ટોર કરવાની રીત

આ પ્રોસેસ કરવા માટે તમારે ડિજિલોકર એપમાં એક એકાઉન્ટ બનાવવું જરૂરી છે, જો તમારી પાસે ડિજિલોકર એપનું એકાઉન્ટ નથી તો નીચે અમારી પોસ્ટની લિન્ક આપેલ છે જે તમે વાંચી શકો છો.

ડિજિલોકરમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું?

ડિજિલોકર એપ ખોલો.

સ્ટેપ 1: સૌથી પહેલા તો તમારે ડિજિલોકર એપ ખોલવાની છે. એપ ખુલી જશે એટલે ઉપર ફોટો પ્રમાણેનું ઇન્ટરફેસ તમને જોવા મળશે.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પર ક્લિક કરો

સ્ટેપ 2 : હવે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) પર ક્લિક કરવાનું છે.

ડિજીલોકર એપમાં પાન કાર્ડ માટે માહિતી ભરો

સ્ટેપ 3: હવે જો તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ એકબીજા સાથે લિંક હશે તો ઉપર ફોટોમાં બતાવ્યા પ્રમાણે તમારું નામ, જન્મ તારીખ અને પુરુષ છો કે મહિલા તે તમને બતાવી દેશે.

  • હવે તમારે એક વાર પાન કાર્ડના નંબર એન્ટર કરવાના છે જે 10 આંકડાના હોય છે અને તે નંબર તમારા પાન કાર્ડ પર જોવા મળશે. 
  • ત્યારબાદ પાન કાર્ડ પર તમારું નામ લખેલું હશે તે પૂરું નામ તમારે લખવાનું છે.

ગેટ ડોકયુમેંટ પર ક્લિક કરો

સ્ટેપ 4 : હવે તમારે એક બોક્સ પર ટિક માર્ક ✅ કરવાનું છે અને પછી નીચે Get Document બ્લુ કલરના બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારું પાન કાર્ડ ડિજિલોકર એપમાં સ્ટોર થઈ જશે.

અત્યારે બધાની પાસે મોબાઈલ અને ઈન્ટરનેટ હોવાથી હવે ડોકયુમેંટની હાર્ડકોપી સાથે રાખવાની જરૂર નથી.

તમે આવી રીતે ડિજિલોકર એપના માધ્યમથી જરૂરી ડોક્યુમેન્ટ મોબાઈલમાં સ્ટોર કરી શકો છો.

બીજા ઘણા લોકોને આવી રીતે પોતાના પાન કાર્ડને ડિજિલોકર એપમાં સ્ટોર કરવાની જરૂર છે જેનાથી તેમનું કામ સહેલું થઈ જાય, એવા લોકો સાથે જરૂર આ માહિતીને શેર કરો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-