ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક એટલે શું? | Decentralized નેટવર્ક વિશે જાણકારી

મિત્રો આપણે અત્યાર સુધી નેટવર્ક તો ઘણા અલગ-અલગ પ્રકારના જોયા હશે પણ આજે આપણે ડિસેન્ટ્રલાઈઝ્ડ (Decentralized) નેટવર્ક વિશે વાત કરીશું.

આજે તમને આ ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક વિશે જાણવા મળશે કે આ નેટવર્ક શું છે? અને તેની ખાસિયત શું છે.

ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક વિશે માહિતી

ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક એટલે શું?

સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે ડિસેન્ટ્રલાઈઝ્ડ (Decentralized) ને ગુજરાતી ભાષામાં “વિકેન્દ્રિત” કહેવાય છે. જો આપણે “વિકેન્દ્રિત” શબ્દમાથી “વિ” કાઢી નાખીએ તો તેનો અર્થ “કેન્દ્રિત” થઈ જશે.

કેન્દ્રિતને ઇંગ્લિશમાં સેન્ટ્રલાઈઝ્ડ (Centralized) કહેવાય છે અને તેનો અર્થ એક વચ્ચેનું મુખ્ય કેન્દ્ર થાય છે.

આપણે નેટવર્કના સંદર્ભમાં વાત કરીએ તો સેન્ટ્રલાઈઝ્ડનો અર્થ એક સિંગલ સર્વર થશે જે મુખ્ય સર્વર હોય છે.

આ મુખ્ય સર્વર પર જ બધા ક્લાઈન્ટ નિર્ભર હોય છે અને આ સર્વર જ બધા ક્લાઈન્ટને પોતાની સેવા પૂરી પાડે છે.

ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્કમાં આપણે કોઈ એક સિંગલ (એક જ) સર્વર પર આધાર નથી રાખતા કારણ કે ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્કમાં એક સાથે ઘણા બધા સર્વર હોય છે જે ક્લાઈન્ટની વિનંતીઓ ઉપર પ્રોસેસ કરતાં હોય છે.

ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્કમાં બધા જ સર્વર પોતાના જ નિયમોને અનુસરતા હોય છે જેથી માહિતીને નુકસાન પહોચાડવું મુશ્કેલ છે અને તેનું મેંટેનેન્સ કરવું ઘણું મોંઘું હોય છે.

ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક વિશે અન્ય માહિતી

ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક વિશે અન્ય માહિતી
  • ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્કનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં કોઈ એક સર્વર નિષ્ફળ થાય તો બીજા સર્વર ચાલુ હોવાથી તેના પૂરા નેટવર્ક પર કોઈ અસર થતી નથી.
  • ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્કમાં કોઈ એક સર્વર હેક થવાથી બીજા કોઈ સર્વર કે પૂરા નેટવર્કને નુકસાન થતું નથી તેને લીધે આ નેટવર્ક સુરક્ષિત હોય છે.
  • ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્કને રેગ્યુલર અપડેટ અને ચાલુ રાખવું ઘણું મુશ્કેલ હોય છે કારણ કે એક સાથે ઘણા બધા સર્વરને મેનેજ કરવાનું હોય છે.
  • ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્કને જો વધારે મોટું કરીને વધારે લોકોને સેવા આપવી હોય તો તેમાં સરળતાથી નવા સિસ્ટમને ઉમેરવામાં આવે છે જેથી સ્કેલ કરવામાં આ ઘણું સારું હોય છે.
  • આમાં નેટવર્કમાં માહિતી (ડેટા) અલગ-અલગ સર્વરના પોઈન્ટ પરથી પસાર થાય છે તેને લીધે તેને ટ્રેક કરવું અથવા માહિતીને ચોરી કરવી ઘણું મુશ્કેલ કામ છે.

મિત્રો આશા છે કે તમને આ ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક વિશે સરળ ભાષામાં સમજણ પડી હશે તો તમારા બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-