ડેસ્કટોપ કમ્પ્યુટર શું છે? જાણો સરળ ભાષામાં

મિત્રો આજે આપણે એવા કમ્પ્યુટર વિશે જાણીશું જેના વિશે ઘણા લોકોને મૂંઝવણ થતી હોય છે, ઘણા લોકો ડેસ્કટોપ કમ્પ્યુટર અને ડેસ્કટોપ સ્ક્રીનને લીધે મૂંઝવણમાં પડી જાય છે તેને લીધે આજે આપણે ડેસ્કટોપ કમ્પ્યુટર એટલે શું? તેના વિશે સરળ ભાષામાં જાણકારી જાણીશું.

ડેસ્કટોપ કમ્પ્યુટર એટલે શું - ડેસ્કટોપ કમ્પ્યુટર વિશે જાણકારી અને તેના ફાયદા અને નુકસાન

ડેસ્કટોપ કમ્પ્યુટર એટલે શું?

ડેસ્કટોપ કમ્પ્યુટર એટલે એક એવું કમ્પ્યુટર જેને એક ડેસ્ક ઉપર મૂકવામાં આવે છે અને તેને એક જ જગ્યાએ બેસીને ઉપયોગ કરવામાં આવે છે. આ કમ્પ્યુટરમાં એક સીપીયુ કેબિનેટ, માઉસ, કીબોર્ડ, સ્પીકર અને મોનીટર હોય છે જેને કારણે આ કમ્પ્યુટરને એક જ જગ્યાએ સેટ કરીને ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારે આપણે લેપટોપ કમ્પ્યુટરની વાત કરીએ તો તેમાં આપણને અલગથી માઉસ, કીબોર્ડ કે સીપીયુ કેબિનેટની જરૂર નથી પડતી કારણ કે બધુ જ તેની બનાવટમાં પહેલાથી જ હોય છે પણ ડેસ્કટોપ કમ્પ્યુટર તો અલગ-અલગ ભાગોથી બનેલું છે અને તેને એક જ ફિક્સ જગ્યા પર કે ટેબલ પર મૂકવામાં આવે છે.

ડેસ્કટોપ કમ્પ્યુટર ડાઇરેક્ટ વીજળીથી ચાલે છે અને તેમાં બેટરી હોતી નથી તેને કારણે જ્યારે વીજળી હોય ત્યારે જ આ કમ્પ્યુટર ચાલુ હોય છે.

પહેલાના સમયમાં જે મેનફ્રેમ અને સુપરકમ્પ્યુટર હતા તો તેમાંથી પર્સનલ કમ્પ્યુટરને અલગ પાડવા માટે ડેસ્કટોપ કમ્પ્યુટર નામ આપવામાં આવ્યું હતું અને અને પછી પર્સનલ કમ્પ્યુટર તરીકે ડેસ્કટોપ કમ્પ્યુટર કહેવામાં આવે છે પણ હવે પર્સનલ કમ્પ્યુટર એટલે વ્યક્તિગત કમ્પ્યુટર અને લેપટોપને પણ તમે પર્સનલ કમ્પ્યુટર કહી શકો છો તેને લીધે હવે ડેસ્કટોપ કમ્પ્યુટર અલગ થઈ ગયું જેને એક ડેસ્ક ઉપર બેસીને ઉપયોગ કરવામાં આવે છે.

હવે લેપટોપ એટલે એક એવું પોર્ટેબલ પર્સનલ કમ્પ્યુટર જેને આપણે કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ.

તો ચાલો હવે આપણે ડેસ્કટોપ કમ્પ્યુટરના ફાયદા અને નુકસાન જાણી લઈએ.


ડેસ્કટોપ કમ્પ્યુટરના ફાયદા અને નુકસાન

ડેસ્કટોપ કમ્પ્યુટરના ફાયદા

  • આ સસ્તા હોય છે.
  • રીપેર કરવું સહેલું હોય છે.
  • ગેમિંગ માટે સૌથી બેસ્ટ હોય છે.
  • તેમાં મેમોરી ક્ષમતા પણ વધારે હોય છે.
  • તે ઓછા ખર્ચમાં વધારે રિસોર્સ આપે છે.
  • તે ઓછા રિસોર્સમાં વધારે ઝડપી હોય છે.
  • તેમાં ચાર્જિંગ પૂરું થવાનું ટેન્શન હોતું નથી.
  • તેમાં તમે તમારી મનપસંદ સ્ક્રીન લગાવી શકો છો.
  • તેને પોતાની જરૂરત પ્રમાણે અપગ્રેડ કરી શકાય છે.
  • તેને પોતાની ઈચ્છા પ્રમાણે એસેંબલ કરી શકાય છે.
  • તમે તેના સીપીયુ કેબિનેટમાં લાઇટિંગ ડેકોરેશન પણ કરી શકો છો.
  • તેમાં આપણે પોતાની મરજીનો ભાગ લગાવી શકીએ છે જેમ કે મનપસંદ સ્પીકર, મનપસંદ કીબોર્ડ વગેરે.

ડેસ્કટોપ કમ્પ્યુટરના નુકસાન

  • તે અવાજ પણ કરે છે.
  • તે વાયરલેસ નથી હોતા.
  • ડેસ્કટોપ કમ્પ્યુટર પોર્ટેબલ નથી હોતું.
  • ડેસ્કટોપ કમ્પ્યુટર તમારી વધારે જગ્યા રોકે છે.
  • તમારે તેના માટે કીબોર્ડ, માઉસ અને મોનીટરની જરૂર પડે છે.


ડેસ્કટોપ કમ્પ્યુટરના મુખ્ય ભાગ

ડેસ્કટોપ કમ્પ્યુટરના મુખ્ય ભાગ ગુજરાતી ભાષામાં

ડેસ્કટોપ કમ્પ્યુટરના મુખ્ય ભાગના નામ નીચે પ્રમાણે છે.

  • મોનિટર
  • માઉસ
  • કીબોર્ડ
  • સીપીયુ કેબિનેટ
  • સ્પીકર
  • UPS


ડેસ્કટોપ કમ્પ્યુટર અને ડેસ્કટોપ સ્ક્રીનમાં ફરક શું હોય છે?

ડેસ્કટોપ કમ્પ્યુટર એટલે એક આખું કમ્પ્યુટર અને ડેસ્કટોપ સ્ક્રીન એટલે જ્યારે કમ્પ્યુટરને ચાલુ કરવામાં આવે છે અને જે પ્રથમ સ્ક્રીન ખૂલે છે જેના દ્વારા આપણે આપણું કામ કમ્પ્યુટરમાં ચાલુ કરીએ છીએ તો તેને ડેસ્કટોપ સ્ક્રીન કહેવાય છે.


નિષ્કર્ષ

મિત્રો આજે આપણે ડેસ્કટોપ કમ્પ્યુટર શું છે અને તેના ફાયદા અને નુકસાન વિશે જાણ્યું તો તમને હવે ડેસ્કટોપ કમ્પ્યુટર અને ડેસ્કટોપ સ્ક્રીન વચ્ચે પણ ફરક સમજાઈ ગયો હશે તો તમારા મિત્રો સાથે આ પોસ્ટ શેર કરો જેથી બધાને આ ડેસ્કટોપ કમ્પ્યુટર વિશે માહિતી જાણવા મળે.

અંત સુધી વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.


અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-